નવી દિલ્હી: એનડીઆરએફ (NDRF)ના પ્રમુખ એસ.એન.પ્રધાને મંગળવારે કહ્યું કે, ચક્રવાત અમ્ફાનથી ઉત્પન્ન કોઈ પણ આફતની સ્થિતિથી લડવા માટે પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં દળની કુલ 41 ટીમોને તૈનાત કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રધાને પત્રકાર પરિષદમાં કહ્યું કે, ચક્રવાત અમ્ફાનના રૂપમાં આ બીજી આફત આવી રહી છે. કેમ કે, અમે પહેલાથી કોવિડ-19નો સામનો કરી રહ્યાં છીએ અને તેના માટે સતત મોનીટરીંગ જરૂરી છે.


તેમણે કહ્યું, અમ્ફાનથી પ્રભાવિત થવા પર બંને રાજ્ય ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં એનડીઆરએફની કુલ 41 ટીમો તૈનાત કરવામાં આવી છે.


આ પણ વાંચો:- Coronavirus: ભારતમાં પ્રતિ 1 લાખ આબાદી પર મોતના 0.2 કેસ, દુનિયાનો દર 4.1


તેમણે કહ્યું કે, અમ્ફાન જ્યારે 20 મેના પહોંચશે તો અહીં ખુબ જ પ્રચંડ ચક્રવાતી તોફાન હશે, તેનાથી વધુ નુકસાન પહોંચી શકે છે.


પ્રધાને કહ્યું કે, અનડીઆરએફએ ચક્રવાત 'ફની'થી સામનો કરવાના પોતાના અનુભવથી શીખ્યા છે.


તેમણે કહ્યું કે, વાયરલેસ સેટ, સેટેલાઈટ ફોન અને અન્ય સંચાર ઉપકરણ પણ અમારી ટીમોની સાથે છે. અમારી તૈયારી 1999માં ઓડિશા કિનારે આવેલા મહાકાય ચક્રવાતના સામનો કરવા જેવી જ છે.


આ પણ વાંચો:- Lockdown 4.0: જો તમે એક રાજ્યથી બીજા રાજ્ય જવા માગો છો, તો અહીં જાણો સમગ્ર માહિતી


સરકારે કહ્યું હતું કે, ચક્રવાત અમ્ફાન બંગાળની ખાળીમાં સોમવારના મહા ચક્રવાતના રૂપમાં ફેરવાઈ ગયું અને તેના પહોંચ્યા બાદ પશ્ચિમ બંગાળના તટીય જિલ્લામાં તેનું વ્યાપક સ્તર પર નુકસાન થઈ શકે છે.


વર્ષ 1999માં ઓડિશામાં આવેલા મહા ચક્રવાત બાદ અમ્ફાન બંગાળની ખાડીમાં આ બીજુ ચક્રવાત છે.


ચક્રવાતના 10 મેની બપોર પશ્ચિમ બંગાળની દીધા અને બાંગ્લાદેશના હટિયા દ્વીપની વચ્ચે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશીય તટોને પાર કરવાની સંભાવના છે. (ઇનપુટ: ભાષા)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube