Lockdown 4.0: જો તમે એક રાજ્યથી બીજા રાજ્ય જવા માગો છો, તો અહીં જાણો સમગ્ર માહિતી
કોરોના વાયરસ (Coronavirus)ના કારણે ફરી એકવાર લોકડાઉન (Lockdown)ને સમગ્ર દેશમાં વધારવામાં આવ્યું છે. પરંતુ લોકડાઉન 4.0માં લોકોને કેટલીક સુવિધાઓ પણ આપવામાં આવી છે. જો તમે લોકડાઉનની અવધિમાં એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જાઓ છો, તો તમારે ઈ-પાસની જરૂરીયાત પડશે. ઈ-પાસ મેળવવા માટે તમારે રાજ્ય સરકાર દ્વારા ડેવલપ કરવામાં આવેલી વેબસાઈટ પર જવાનું રહેશે. આવો જાણીએ કે કેવી રીતે તમે ઈ-પાસ હાંસલ કરી શકો છો.
Trending Photos
નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus)ના કારણે ફરી એકવાર લોકડાઉન (Lockdown)ને સમગ્ર દેશમાં વધારવામાં આવ્યું છે. પરંતુ લોકડાઉન 4.0માં લોકોને કેટલીક સુવિધાઓ પણ આપવામાં આવી છે. જો તમે લોકડાઉનની અવધિમાં એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જાઓ છો, તો તમારે ઈ-પાસની જરૂરીયાત પડશે. ઈ-પાસ મેળવવા માટે તમારે રાજ્ય સરકાર દ્વારા ડેવલપ કરવામાં આવેલી વેબસાઈટ પર જવાનું રહેશે. આવો જાણીએ કે કેવી રીતે તમે ઈ-પાસ હાંસલ કરી શકો છો.
ઈ-પાસ માટે કેન્દ્ર સરકારની સિંગલ પોઈન્ટ એક્સેસ વેબસાઈટ http://serviceonline.gov.in/epass/ પર વિઝિટ કરવાનું રહેશે. અહીં તમે ઈ-પાસ માટે રિક્વેસ્ટ કરવાની રહેશે. આ વેબસાઈટને નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (એનઆઇસી)એ ડેવલપ કરી છે.
આ વેબસાઈટથી હાલ 17 રાજ્યો માટે ઈ પરમિટ મેળવી શકાય છે. http://serviceonline.gov.in/epass/ પર ગયા બાદ અહીં તમને રાજ્ય સરકારોની યોગ્ય વેબસાઈટ પર રીડાયરેક્ટ કરવામાં આવે છે. તેનાથી તમારા માટે યોગ્ય વેબસાઈટ પર જવાનું સરળ બને છે.
માની લો, જો તમારે નોઈડા માટે ઈ-પાસ જોઇએ છે, તો તમારે પહેલા સાઈટ પર સિલેક્ટ સ્ટેટ ટૂ એપ્લાઈ ઈ-પાસ વાળા સેક્શન પર જવાનું રહેશે. અહીં પર ડ્રોપ ડાઉન એરો છે. તેના પર ક્લિક કર્યા બાદ ઉત્તર પ્રદેશને સિલેક્ટ કરવાનું રહેશે. પછી ત્યાં તમને ઉત્તર પ્રેદશની ઈ-પાસ વેબસાઈટની હાયપરલિંક જોવા મળશે.
અહીં યુઝર્સને ઓટીપી દ્વારા ફોન નંબરને વેરિફાય કરાવવો પડશે. ત્યારબાદ તમામ જરૂરી ડોક્યુમેન્ટ્સને અપલોડ કરવાના રહેશે.
તમામ ડિટેલને સબમિટ કર્યા બાદ સંબંધિત ડિપાર્ટમેન્ટ તમારી એપ્લીકેશનનું રિવ્યુ કરશે. ત્યારબાદ તેઓ નક્કી કરશે કે ઈ-પાસ આપવામાં આવે કે નહીં. જો ઈ-પાસ આપવામાં આવે છે તો તમને તેના સંબંધમાં એસએમએસ પ્રાપ્ત થશે. જેમાં લિંક પણ હોય છે. જ્યાંથી ઈ-પાસને ડાઉનલોડ કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે