અરબી સમુદ્રમાં ઉદભવેલું ભયાનક વાવાઝોડું બિપરજોય આજે ગુજરાતમાં કચ્છ અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ટકરાય તેવી સંભાવના છે. ખુબ જ શક્તિશાળી આ તોફાનના લેન્ડફોલને જોતા કચ્છ સહિત સમગ્ર ગુજરાતના કાંઠા વિસ્તારોમાં આજે લોકડાઉન જેવી સ્થિતિ રહેશે. ગુજરાતના તમામ કાંઠા વિસ્તારોમાં શાળાઓ અને કોલેજો બંધ કરી દેવાયા છે. હજારો લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડાયા છે. ગુજરાત સરકારે અત્યાર સુધીમાં આઠ જિલ્લામાંથી 74,435  લોકોને ખસેડ્યા છે. બીજી બાજુ ચક્રવાતથી પ્રભાવિત થનાર ગામડાઓમાં કલમ 144 લાગૂ કરાઈ છે.  બિપરજોય ગુજરાતની એકદમ નજીક પહોંચી રહ્યું છે. 


બિપરજોય વાવાઝોડાને ટ્રેક કરવા માટે Live Tracker. 


ગુજરાતમાં આજે સમુદ્ર કિનારાવાળા વિસ્તારોમાં ભારે વરસાદનું અલર્ટ છે. 14 જૂનના રોજ કચ્છના અંજારમાં સૌથી વધુ વરસાદ નોંધાયો. સમુદ્રી તોફાનના લેન્ડફોલ 15 જૂનની સાંજે 4 વાગ્યાથી આઠ વાગ્યાની વચ્ચે થવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ લેન્ડફોલ બાદ પણ ગુજરાતના કાંઠા અને અન્ય વિસ્તારોમાં તેનો પ્રભાવ રહી શકે છે. આવામાં 16 અને 17 જૂન અલર્ટ જાહેર કરાયો છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube