ગુજરાત તરફ આવી રહેલું વાવાઝોડું `બિપરજોય` કેમ અત્યંત ઘાતક ગણાઈ રહ્યું છે? આ માહિતી ખાસ જાણો
Biparjoy Cyclone: લગભગ 10 દિવસ સુધી અરબી સમુદ્ર ઉપર એક ચક્રવાત તરીકે હાજર રહ્યા બાદ 6 જૂને એક ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જનારા બિપરજોય વાવાઝોડાના બે -ત્રણ દિવસમાં ગુજરાતના કચ્છ કાંઠે ત્રાટકવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે. જે
લગભગ 10 દિવસ સુધી અરબી સમુદ્ર ઉપર એક ચક્રવાત તરીકે હાજર રહ્યા બાદ 6 જૂને એક ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જનારા બિપરજોય વાવાઝોડાના બે -ત્રણ દિવસમાં ગુજરાતના કચ્છ કાંઠે ત્રાટકવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે. જે તેને હાલના દાયકાઓમાં ભારતને પ્રભાવિત કરનારા સૌથી લાંબા સમય સુધી ચાલતા ચક્રવાતોમાંથી એક બનાવે છે.
હવામાન વૈજ્ઞાનિકોનું કહેવું છે કે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ચક્રવાતી તોફાન તીવ્ર થઈ રહ્યા છે અને જળવાયુ પરિવર્તનના કારણે તે લાંબા સમય સુધી સક્રિય બની રહી શકે છે. આ સ્ટડીમાં એ પણ જાણવા મળ્યું છે કે અરબી સમુદ્રમાં ચક્રવાત લાંબા સમય સુધી બની રહે, જેનાથી વધુ ગંભીર તોફાન આવવાની સંભાવના વધી ગઈ. પૂનાના ભારતીય ઉષ્ણકટિબંધીય હવામાન વિજ્ઞાન સંસ્થાનના વૈજ્ઞાનિકો દ્વારા વર્ષ 2021માં કરવામાં આવેલા એક અભ્યાસ 'ઉત્તર હિંદ મહાસાગરમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાતોની બદલાતી સ્થિતિ' માં કહેવાયું છે કે છેલ્લા ચાર દાયકાઓમાં અરબી સમુદ્રમાં ચક્રવાતોના સમયમાં માં 80 ટકાનો વધારો થયો છે. જ્યારે ખુબ ગંભીર ચક્રવાતોના સમયમાં 260 ટકાનો વધારો થયો છે.
અભ્યાસના લેખકોમાં એક આઈઆઈટીએમના રોક્સી મેથ્યુ કોલે જણાવ્યું છે કે ચક્રવાતનો લાંબો સમય ખુલ્લા સમુદ્રમાં માછલી પકડવાના દિવસોની સંખ્યાને પ્રભાવિત કરે છે. આ પ્રકારે માછલી પકડવી સામાન્ય રીતે ચોમાસા પહેલા અને પછીના મહિનાઓમાં થાય છે. આ સમગગાળા દરમિયાન ચક્રવાતોની ઉચ્ચ આવૃત્તિ અને લાંબી અવધિના કારણે માછલી પકડવાના દિવસોની સંખ્યા ઓછી થતી જાય છે. જેનાથી આ લોકોની રોજીરોટી ઉપર પણ અસર પડે છે.
અભ્યાસ મુજબ અરબ સાગરમાં ચક્રવાતી તોફાનોની તીવ્રતા ચોમાસા બાદના મૌસમમાં લગભગ 20 ટકા અને ચોમાસા પહેલાના સમયમાં 40 ટકા વધી છે. સમુદ્ર ઉપર એક ચક્રવાતી તોફાની જેટલા વધુ સમય માટે રહે છે, તેટલી જ વધુ ઉર્જા અને ભેજ જમા થવાની શક્યતા રહે છે. જેનાથી તોફાન વધુ ગંભીર થવા અને તેના જમીન સાથે ટકરાયા બાદ વિનાશ થવાની સંભાવના વધી જાય છે.
અરબ સાગરમાં ચક્રવાતી તોફાનોની સંખ્યામાં 52 ટકાનો વધારો થયો છે. જ્યારે બહુ ગંભીર ચક્રવાતી તોફાન 150 ટકા વધ્યા છે. ભારતીય ઉષ્ણદેશીય મૌસમ વિજ્ઞાન સંસ્થામાં જળવાયુ વૈજ્ઞાનિક રોક્સી મેથ્યુ કોલે જણાવ્યું કે અરબી સમુદ્રમાં ચક્રવાતી ગતિવિધિઓ વધવાનાને મહાસાગરોના તાપમાન વધવા અને વૈશ્વિક તાપમાન વૃદ્ધિના પગલે ભેજપની વધતી ઉપલબ્ધતા સાથે ગાઢ સંબંધ છે. અરબ સાગર ઠંડો રહેતો હતો પરંતુ હવે તે ગરમ છે.
શક્તિશાળી વાવાઝોડાથી દરિયાની તાકાત વધી , બંદરો મૂકાયું 9 નંબરનું અતિભયજનક સિગ્નલ
હવામાન વિભાગની ચક્રવાતની ચેતવણી : ઓરેન્જ એલર્ટ જાહેર, ગોમતી ઘાટના પથ્થરો ઉખડ્યા
બિપરજોય વાવાઝોડાએ દિશા બદલી, ગુજરાત તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે, 6 જિલ્લા પર ખતરો
બિપરજોય વાવાઝાડાની 9 મોટી વાતો....
1
દક્ષિણપૂર્વી અરબી સમુદ્રમાં ઉદભવેલુ ચક્રવાત બિપોરજોય એક્સ્ટ્રીમ સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં પરિવર્તિત થયું છે. આ વાવાઝોડું સતત તેની દિશા બદલી રહ્યું છે. પહેલા આ વાવાઝોડું ઓમાન તરફ જતું જોવા મળી રહ્યું હતું, પરંતુ ગઈકાલે આ વાવાઝોડાએ ફરી પોતાની દિશા બદલાવતા ગુજરાત તરફ ફંટાયું છે
2
વાવાઝોડું ઉત્તર-ઉત્તર પૂર્વ તરફ આગળ વધશે. 15 જૂને વાવાઝોડું ગુજરાતને ક્રોસ કરશે. અરબી સમુદ્રમાં સક્રિય શક્તિશાળી વાવાઝોડું બિપોરજોય નલિયા અને માંડવી આસપાસ વાવાઝોડું લેન્ડફોલ કરશે.
3
વાવાઝોડું નલિયા તરફ ટર્ન કરી રહ્યું છે. વાવાઝોડાના નવા રૂટથી ગુજરાત પર ખતરો વધ્યો છે. દરિયા કિનારે વાવાઝોડું પહોચશે ત્યારે પવન 120થી 140 કિમી ઝડપે ફૂંકાશે. દરિયામાં ઊંચા મોજા ઉછળશે. 15 જૂને ગુજરાતમાં ભારે વરસાદ આવશે.
4
11 તેમજ 12 અને 13 જૂને કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર,દેવભૂમિદ્વારકા, રાજકોટ, પોરબંદર,મોરબી જૂનાગઢ, ગીર સોમનાથ, અમેરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગરમાં પવનની ગતિ 30-40 કિમી રહેશે તેવી પણ આગાહી કરી છે. તેમજ તારીખ 15 જૂને વરસાદનું પૂર્વાનુમાનમાં રાજ્યના તમામ સ્થળોએ વરસાદનું જોર રહેશે તેવી આગાહી કરી છે
5
પોરબંદર તથા કચ્છમાં દરિયાકિનારાના વિસ્તારમાં સાવચેતીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. જેથી વધુ લોકો એક જ સ્થળે એકઠા ન થાય
6
સૌરાષ્ટ્ર અને કચ્છના બંદરો પર ૪ નંબરનું સિગ્નલ લગાવવા સૂચના આપી દેવાઈ છે. તો દક્ષિણ ગુજરાતના બંદરો પર ૨ નંબરોનું સિગ્નલ લગાવવા સૂચના અપાઈ છે. દરિયાના મોજા ૩ મીટરથી વધુ રહેશે. પવનોની ગતિ ૧૨ જૂનના રોજ ૬૫ કિમીથી વધુ રહી શકે છે. તો ૧૪ અને ૧૫ જૂન પવનોની ગતી ૧૨૦ થી ૧૪૫ રહેવાની સંભાવના છે
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube