ઓડિશા: આઇએમડી (IMD) એ કહ્યું કે ચક્રવાતી તૂફાન 'જવાદ' શનિવારે નબળું થઇને એક ઉંડા દબાણમાં બદલાઇ ગયું અને રવિવારે પુરી પહોંચવા સુધી વધુ નબળું પડવાની સંભાવના છે. આ આંધ્ર પ્રદેશ, ઓડિશા અને પશ્વિમ બંગાળ માટે રાહતની વાત છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન વિભાગે કહ્યું કે ચક્રવાતી તૂફાન નબળું થઇને ઉંડા દબાણમાં બદલાઇ ગયું છે અને આ સાંજે 5:30 વાગે પશ્વિમ-મધ્ય-બંગાળની ખાડી ઉપર, વિશાખાપટ્ટનમ, આંધ્ર પ્રદેશથી લગભગ 180 કિમી પૂર્વ-દક્ષિણ પૂર્વમાં અને પુરી, ઓડિશાથી 330 કિમી દક્ષિણ-દક્ષિણ-પશ્વિમમાં કેંદ્રીત હતું. 


હવામાન વિભાગે કહ્યું કે તેણે ઉત્તર-ઉત્તર-પૂર્વ તરફ વધવા અને રવિવારે સવાર સુધી તે વધુ નબળુ થઇને દબાણમાં બદલાવવાની સંભાવના છે. તેના રવિવારની આસપાસ પુરીની નજીક પહોંચવાની સંભાવના છે. ત્યારબાદ તેને ઉત્તર-ઉત્તર-પૂર્વ તરફ ઓડિશાના તટ સાથે પશ્વિમ બંગાળના તટ તરફ વધવાની તથા આગામી 24 કલાક દરમિયાન તેના વધુ નબળુ થઇને નિમ્ન દબાણના ક્ષેત્રમાં બદલાવવાની સંભાવના છે. સાઉદી અરબે ચક્રવાતનું નામ 'જવાદ' રાખ્યું છે, તેનો અર્થ ઉદાર અથવા દયાળુ છે. 


ગત 30 નવેમ્બરના રોજ અંદમાન સાગર ઉપર ઓછા દબાણનું ક્ષેત્ર બન્યું હતું. આઇએમડીએ કહ્યું કે આ બે ડિસેમ્બરના રોજ એક દબાણ ક્ષેત્રમાં અને શુક્રવારે સવારે ગાઢ દબાણ ક્ષેત્રમાં બદલાઇ જશે અને શુક્રવારે બપોરે આ ચક્રવાતમાં બદલાઇ જશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube