Cyclone Tauktae: મહારાષ્ટ્રમાં તબાહી મચાવી ગયું વાવાઝોડું, 14 લોકોના મોત, હજારો ઘર ક્ષતિગ્રસ્ત
મુંબઈના પાડોશી જિલ્લા રાયગઢના ડીએમ નિધી ચૌધરીએ જણાવ્યુ કે, અહીં તોફાનથી સર્વાધિક નુકસાન પહોંચ્યું છે. જિલ્લામાં આશરે 5 હજાર 244 ઘર ક્ષતિગ્રસ્ત થયા છે. 500થી વધુ લાઇટના થાંભલા પડી ગયા છે.
મુંબઈઃ ચક્રવાતી તોફાન તૌકતે (Syclone Tauktae) મહારાષ્ટ્રમાંથી (Maharaashtra) પસાર થયાના કલાકો થઈ ગયા છે પરંતુ તે પોતાની પાછળ તહાબી મચાવી ગયું છે, જેની ભરપાય કરવામાં સમય લાગી જશે. તોફાનને કારણે પ્રદેશમાં 14 લોકોના મોત થયા છે અને 18 લોકો ઈજાગ્રસ્ત થયા છે. પ્રદેશમાં 5 હજારથી વધુ ઇમારતોમાં નુકસાન પહોંચ્યું છે. કમોસમી વરસાદથી ખેડૂતોએ નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. હજારો એકરનો પાક બરબાદ થઈ ગયો છે.
સરકારે કર્યુ નિરીક્ષણ
મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી અસલમ શેખે મુંબઈના મડ વિસ્તારમાં સ્થિતિનું નિરીક્ષણ કર્યુ. અહીં તોફાનથી પ્રભાવિત મહિલાઓએ રડીને પોતાની સ્થિતિ વર્ણવી હતી. આ દરમિયાન મંત્રીએ કહ્યુ કે, સરકાર તમને મદદ કરશે.
તોફાનને કારણે કુલ 14 લોકોના મોત થયા છે. તેમાંથી ચાર રાયગઢ જિલ્લામાં, ત્રણ ઠાણેમાં અને બે લોકોના મોત પાલઘરમાં થયા છે. રત્નાગિરિમાં વીજળીની ઝપેટમાં આવવાથી બે લોકોના મોત થયા જ્યારે જલગાંવમાં ઝાડ પડવાથી બે લોકોના મોત થયા છે. તો સિંધુદુર્ગમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે.
આ પણ વાંચોઃ બાળકો પર કોરોનાનો ખતરો, કેજરીવાલે- સિંગાપુર સાથે હવાઈ સેવા બંધ કરવાની કરી માંગ
રાયગઢમાં આટલું નુકસાન
મુંબઈના પાડોશી જિલ્લા રાયગઢના ડીએમ નિધી ચૌધરીએ જણાવ્યુ કે, અહીં તોફાનથી સર્વાધિક નુકસાન પહોંચ્યું છે. જિલ્લામાં આશરે 5 હજાર 244 ઘર ક્ષતિગ્રસ્ત થયા છે. 500થી વધુ લાઇટના થાંભલા પડી ગયા છે. તો કેરીના બગીચામાં મોટા પાયે નુકસાન પહોંચ્યુ છે. મંત્રી વિજય વેટ્ટીવારે કહ્યુ કે, કેન્દ્રને નુકસાનની જાણકારી આપતા પત્ર લખીશું.
હાફુસ કેરી માટે પ્રખ્યાત કોકણના રાયગઢમાં વાવાઝોડાએ ભારે નુકસાન પહોંચાડ્યું છે. અહીં વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે. કેરીઓ ખરીને જમીન પર પડી ગઈ છે. બાગ માલિકોનું કહેવું છે કે તોફાનથી થયેલા નુકસાનની ભરપાઇ કરવા માટે સરકાર તેમની મદદ કરે.
આ પણ વાંચોઃ CoWin પર બુકિંગ માટે ઉપલબ્ધ રશિયાની વેક્સિન Sputnik V, જાણો કેટલી છે કિંમત
આ પાકને પણ નુકસાન
તો વિપક્ષ ભાજપના ધારાસભ્ય રામકદમે રાજ્ય સરકારને જલદી રિવ્યૂ બેઠક કરી લોકોને સહાયતા રાશિ પહોંચાડવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે, તોફાનને કારણે પ્રદેશમાં હજારો હેક્ટર પાકને નુકસાન પહોંચ્યું છે. તેમાં કેરી સિવાય કાજૂ, પપૈયા, સીતાફળ, જાંબુ અને શાકભાજીના પાક સામેલ છે.
દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube