CoWin પર બુકિંગ માટે ઉપલબ્ધ રશિયાની વેક્સિન Sputnik V, જાણો કેટલી છે કિંમત

કોરોના વાયરસ (Coronavirus) વિરુદ્ધ જંગમાં વેક્સિનેશનને સૌથી મોટુ હથિયાર માનવામાં આવી રહ્યું છે. હવે દેશમાં રશિયાની વેક્સિન સ્પૂતનિક-વી બુકિંગ માટે કોવિન એપ પર ઉપલબ્ધ થઈ ગઈ છે. 
 

CoWin પર બુકિંગ માટે ઉપલબ્ધ રશિયાની વેક્સિન Sputnik V, જાણો કેટલી છે કિંમત

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસ Coronavirus in India) ના વધતા સંક્રમણ વચ્ચે મહામારી સામે લડાઈ માટે વધુ એક વેક્સિન આવી ગઈ છે. રશિયાની વેક્સિન સ્પૂતનિક-વી (Sputnik-V) હવે બુકિંગ માટે કોવિન (CoWin) એપ પર ઉપલબ્ધ થઈ ગઈ છે. મહત્વનું છે કે આ પહેલા 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને કોવૈક્સીન અને કોશિલીલ્ડ લગાવવામાં આવી રહી હતી. 

રેડ્ડીઝ લેબોરેટરીઝે અપોલો હોસ્પિટલ સાથે કર્યો કરાર
સ્પૂતનિક-વી  (Sputnik-V) વેક્સિન માટે ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝ  (Dr. Reddy's Laboratories) એ અપોલો હોસ્પિટલ (Apollo Hospital) ની સાથે કરાર કર્યો છે. સ્પૂતનિકી રસી હૈદરાબાદના જુબલી હિલ્સની અપોલો હોસ્પિટલમાં 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને લગાવવામાં આવી રહી છે. ત્યારબાદ વિશાખાપટ્ટનમ, દિલ્હી, મુંબઈ, બેંગલુરૂ, અમદાવાદ, ચેન્નઈ, કોલકત્તા અને પુણેમાં રશિયન વેક્સિન લગાવવાની શરૂઆત થશે. 

એક ડોઝ માટે આપવા પડશે 1250 રૂપિયા
ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર અપોલો હોસ્પિટલમાં રશિયાની વેક્સિન સ્પૂતનિક-વીના એક ડોઝ માટે 1250 રૂપિયા ચુકવવા પડશે. હાલમાં ડો. રેડ્ડી લેબોરેટરીએ જણાવ્યું હતું કે સ્પૂતનિક વીની કિંમત 948 રૂપિયા રાખવામાં આવી છે, જેના પર 5 ટકા જીએસટી લાગશે. ત્યારબાદ વેક્સિનની કિંમત 995.4 રૂપિયા થઈ જશે. ત્યારબાદ હોસ્પિટલનો ખર્ચ જોડતા વેક્સિનની કિંમત 1250 રૂપિયા પ્રતિ ડોઝ છે. 

1 મેએ ભારત પહોંચ્યો હતો સ્પૂતનિકનો પ્રથમ જથ્થો
રશિયાની સ્પૂતનિક વીનો પ્રથમ જથ્થો (આશરે દોઢ લાખ ડોઝ) 1 મેએ ભારત પહોંચ્યો હતો. પાછલા સપ્તાહે વેક્સિનની કિંમતનો ખુલાસો કરતા ડો. રેજ્જી લેબે કહ્યુ કે, રસીને 13 મેએ સેન્ટ્રલ ડ્રગ્સ રેગુલેટરી, કસૌલીથી મંજૂરી મળી ગઈ છે. 

દેશમાં છેલ્લા 24 કલાકમાં 2.63 લાખથી વધુ નવા કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના (Corona) ના નવા 2,63,533 દર્દીઓ નોંધાયા છે.  આ સાથે કુલ કેસનો આંકડો 2,52,28,996 પર પહોંચી ગયો છે. જો કે એક જ દિવસમાં 4,22,436 દર્દીઓ રિકવર પણ થયા છે. કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 2,15,96,512  થઈ છે. હાલ 33,53,765 દર્દીઓ સારવાર હેઠળ છે. ચિંતાજનક વાત એ છે કે દેશમાં કોરોનાથી મોતની સંખ્યા વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 4329 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સાથે કુલ મૃત્યુનો આંકડો  2,78,719 થયો છે. રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં કુલ 18,44,53,149 લોકોને રસી અપાઈ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news