Cyclone Tauktae: કેરળ, કર્નાટક, ગુજરાત અને મહારાષ્ટ્રમાં રેડ એલર્ટ, NDRF ની ટીમ તૈનાત
સાયક્લોનના કારણે 15 તારીખથી 18 તારીખ વચ્ચે ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રના રત્નાગિરી, સિંધુદુર્ગ વિસ્તારમાં ભારે હવાઓની સાથે વરસાદ થઈ શકે છે
નવી દિલ્હી: લક્ષદ્વીપના (Lakshadweep) સમુદ્રમાં જે લો પ્રેશર સર્જાયું હતું તે વધુ વેગ સાથે સાયક્લોનમાં (Cyclone) બદાલાઈ શકે છે. આ સાયક્લોનના કારણે 15 તારીખથી 18 તારીખ વચ્ચે ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રના રત્નાગિરી, સિંધુદુર્ગ વિસ્તારમાં ભારે હવાઓની સાથે વરસાદ થઈ શકે છે. માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગ (IMD) તરફથી સાયક્લોન તૌકતેને (cyclone tauktae) લઇને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
કાંઠાના વિસ્તારોમાં NDRF તૈનાત
NDRF એ અરબી સમુદ્રમાં બની રહેલા સાયક્લોન 'તૌકતે' (cyclone tauktae) સાથે કામ કરવા માટે 53 ટીમો તૈયાર કરી છે. એનડીઆરએફના ડાયરેક્ટર જનરલ એસ.એન.પ્રધાને શુક્રવારે ટ્વીટ કર્યું હતું કે આ ટીમો કેરળ, કર્ણાટક, તામિલનાડુ, ગુજરાત અને મહારાષ્ટ્રના કાંઠાના વિસ્તારોમાં તૈનાત છે. તેમણે કહ્યું કે આ 53 ટીમોમાંથી 24 ટીમો પહેલેથી જ તૈનાત કરી દેવામાં આવી છે, જ્યારે બાકીની ટીમોને તૈયાર રહેવાનું કહેવામાં આવ્યું છે.
આ પણ વાંચો:- સરકારની ચેતવણી: ભારતમાં CORONA નો પીક આવાનો હજી બાકી, ફરી ઉભરી શકે છે મહામારી
આવતા 24 કલાકમાં સાયક્લોનનો ખતરો
એનડીઆરએફની (NDRF) ટીમમાં આશરે 40 કર્મચારી હોય છે અને તેમાં ઝાડ અને થાંભલા કાપવાના સાધનો, બોટ, મૂળભૂત દવાઓ અને અન્ય રાહત અને બચાવ પુરવઠો હોય છે. ભારત હવામાન વિભાગ (IMD) અને આ દરિયાકાંઠાના રાજ્યો દ્વારા જારી કરવામાં આવેલી કેટલીક સલાહ મુજબ, દક્ષિણ અરબી સમુદ્ર અને લક્ષદ્વીપ વિસ્તારમાં ગુરુવારે પ્રેશર ઝોન બની ગયો છે. આઇએમડીએ તેના ચેતવણી અહેવાલમાં કહ્યું છે કે, 'શનિવારની સવાર સુધીમાં તે જ વિસ્તારમાં ઉંડા દબાણના ક્ષેત્રમાં ફેરવાઈ જશે અને ત્યારબાદ તે આગામી 24 કલાકમાં ચક્રવાત તોફાનનું (Cyclonic storm) સ્વરૂપ લેશે.'
આ પણ વાંચો:- કેરળમાં એક વ્યક્તિએ સેક્સ માટે માગ્યો ઈ-પાસ, પોલીસ તે શખ્સના ઘરે પહોંચી અને...
આ વર્ષનું પ્રથમ ચક્રવાત
આઇએમડીએ કહ્યું કે ચક્રવાત ઉત્તર-પશ્ચિમ પશ્ચિમ ગુજરાત અને પાકિસ્તાની દરિયાકાંઠે આગળ વધે તેવી સંભાવના છે. આઈએમડીએ કહ્યું કે તે 18 મેની સાંજ સુધીમાં ગુજરાતના દરિયાકાંઠે પહોંચી શકે છે. આ ચક્રવાતને મ્યાનમાર દ્વારા 'તૌકાતે' નામ આપવામાં આવ્યું છે. ભારતીય દરિયાકાંઠે આ વર્ષનું આ પ્રથમ ચક્રવાત હશે.
(ઇનપુટ: ભાષા)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube