Kerala માં એક વ્યક્તિએ સેક્સ માટે માગ્યો ઈ-પાસ, પોલીસ તે શખ્સના ઘરે પહોંચી અને...

દેશભરમાં કોરોના કેસોએ (Corona Cases In India) દરેકને ચિંતામાં મુકી દીધા છે. દરેક રાજ્ય તેના સ્તરે કોરોના કેસો સાથે વ્યવહાર કરવાની વ્યૂહરચના તૈયાર કરી રહ્યું છે. ઘણા રાજ્યોમાં આખું લોકડાઉન (Lockdown) લાદવામાં આવ્યું છે

Kerala માં એક વ્યક્તિએ સેક્સ માટે માગ્યો ઈ-પાસ, પોલીસ તે શખ્સના ઘરે પહોંચી અને...

નવી દિલ્હી: દેશભરમાં કોરોના કેસોએ (Corona Cases In India) દરેકને ચિંતામાં મુકી દીધા છે. દરેક રાજ્ય તેના સ્તરે કોરોના કેસો સાથે વ્યવહાર કરવાની વ્યૂહરચના તૈયાર કરી રહ્યું છે. ઘણા રાજ્યોમાં આખું લોકડાઉન (Lockdown) લાદવામાં આવ્યું છે, કેટલાકમાં કોરોના કર્ફ્યુ (Corona Curfew) છે અને કેટલાકને રાજ્યમાં અને બહાર જવા માટે કોવિડ ઇ-પાસ (Covid E-Pass) આપવાની સિસ્ટમ છે. દરમિયાન પોલીસ જવાનોને ઇ-પાસ માટે ઘણી વિચિત્ર વિનંતીઓ (Weird E-Pass Request) મળી રહી છે.

સેક્સ માટે માંગ્યો ઈ-પાસ
કેરળમાં લાગુ કોરોના નિયમોના (Kerala Covid Cases) કારણે લોકડાઉનમાં (Lockdown In Kerala 2021) માત્ર અત્યંત ઈમરજન્સી સ્થિતિમાં જ ઘરથી બહાર નીકળવાની મંજૂરી છે. તેના માટે પણ લોકોને ઈ-પાસ (Kerala E-Pass) બનાવી તંત્રની મંજૂરી લેવી પડે છે. રાજ્યમાં ઈ-પાસ માટે દરરોજ હજારો આવેદનો આવે છે. જેમાંથી કેટલીક વિચિત્ર માંગ હોય છે કે પોલીસને પણ ચક્કર આવી જાય છે. કેરળ પોલીસનું માનીએ તો કુન્નુર પોલીસની પાસે એક વ્યક્તિની અજીબોગરીબ રિકવેસ્ટ આવી હતી, જેમાં તેણે સેક્સ માટે ઈ-પાસની (E-Pass For Sex) અરજી કરી હતી.

સ્પષ્ટતા માટે ઘર સુધી મોકલી પોલીસ
સામાન્ય રીતે લોકડાઉનમાં (Lockdown) તેને તબીબી અથવા ખૂબ જ મહત્વપૂર્ણ કારણોસર ઘરથી બહાર નીકળવાની મંજૂરી છે. પરંતુ કુન્નુર પોલીસને આશ્ચર્ય થયું જ્યારે સેક્સ માટે ઇ-પાસની અરજી (E-Pass For Sex) તેમની પાસે આવી હતી. મામલો એટલી હદે બગડ્યો કે પોલીસે તે વ્યક્તિના ઘરે જઇને તેને માર માર્યો અને આ મૂર્ખાઈ માટે તેની સ્પષ્ટતા માંગી.

વ્યક્તિએ તેની ભૂલ સ્વીકારી
પોલીસ સમક્ષ રજુ કરવામાં આવતા તે વ્યક્તિએ કબૂલ્યું હતું કે તેને સાંજના છ વાગ્યે કોઈ મહત્વના કામથી બહાર જવાનું હતું. પરંતુ ઉતાવળમાં તેણે Six ને Sex લખ્યું, જેના કારણે ખૂબ જ હંગામો થયો. ઉતાવળમાં તે ફોર્મ પરનો સમય સુધારવાનું ભૂલી ગયો. પોલીસ પણ આ ઘટના જાણીને આશ્ચર્યચકિત થઈ ગઈ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news