નવી દિલ્હી: તૌક્તે વાવાઝોડા (Cyclone Tauktae) માંથી દેશ હજુ બહાર નિકળ્યો નથી કે એક બીજા ચક્રવાતનો સળવળાટ શરૂ થઇ ગયો છે. આ વખતે દેશના પૂર્વી તટ નજીક બંગાળની ખાડીમાં 'યાસ' વાવાઝોડું (Cyclone Yaas) આવવાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેને ધ્યાનમાં રાખતાં કોસ્ટગાર્ડએ કમર કસી લીધી છે અને અંદમાન નિકોબારથી લઇને ઓડિશા અને પશ્વિમ બંગાળના માછીમારોને 22-26 મે વચ્ચે સમુદ્રમાં ન જવાની ચેતાવણે આપી છે. સાથે જ આ દરમિયાન કોમર્શિયલ જહાજ અને કાર્ગો શિપ્સને પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક રૂપિયાની નોટ તમને બનાવી શકે છે માલામાલ, બસ કરવું પડશે આ કામ


જાણકારી અનુસાર 22 મેથી ઉત્તરી અંદમાન નિકોબારની નજીક સમુદ્રમાં લો-પ્રેશર બનવાનું શરૂ થશે. જે 24 મે સુધી ઓડિશાની નજીક સમુદ્રમાં એક તીવ્ર વાવાઝોડાનું સ્વરૂપ લઇ શકે છે. આ વાવાઝોડું 26 મેના રોજ ઓડિશા અને પશ્વિમ બંગાળના કિનારે ટકરાવવાની સંભાવના છે. 


હવામાન વિભાગે એલર્ટ કર્યા બાદ કોસ્ટગાર્ડના જહાજ, એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર બંગાળની ખાડીમાં ઉતરી ગયા છે અને સમુદ્રથી લઇને આકાશ સુધી માછીમારોને 22 મે પહેલાં કિનારા સુધી પહોંચવની જાહેરાત કરી રહ્યા છે. 

VIDEO VIRAL: Neha Kakkar સાથે મારઝૂડ કરી રહ્યો છે પતિ રોહનપ્રીત, લગ્નના 6 મહિના બાદ શરૂ થઇ હાથાપાઇ


તમને જણાવી દઇએ કે કોસ્ટગાર્ડ હજુપણ નૌસેના અરબ સાગરમાં તૌકતે ચક્રવાતની ચપેટમાં આવેલા બાર્જ-305 ગુમ ક્રૂ-મેમ્બર્સને શોધવામાં લાગેલ છે. આ બાર્જ પર સવારે 261 કર્મચારીઓમાંથી 186 ને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત 49 કર્મચારીઓની લાશ મળી આવી છે. પરંતુ હજુ સુધી 26 કર્મચારીઓનો કોઇ અતો પતો નથી. આ ઉપરાંત કોસ્ટગાર્ડના જહાજ અને હેલિકોપ્ટર્સને મુંબઇ નજીક તણાઇ ગયેલા ગલ-કંસ્ટ્રેક્ટર બાર્જના 137 ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત બચાવવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube