મુંબઈઃ પાલગરમાં રોડ અકસ્માતમાં જીવ ગુમાવનાર સાઇરસ મિસ્ત્રીના મોતનું રાઝ તેમની કારની ડેટા ચિપથી ખુલશે. પોલીસે આ મર્સિડીઝ બેંઝ એસયૂવી કારની આ ડેટા ચિપને એનાલિસિસ માટે જર્મની મોકલી દીધી છે. ઉલ્લેખનીય છે કે પાલઘરમાં થયેલા અકસ્માતમાં સાઇરસ મિસ્ત્રી અને જહાંગીર પંડોલેનું મોત થયું હતું. તો ડોક્ટર અનાહિતા પંડોલે અને ડેરિયસ પંડોલે ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ છે. આ દુર્ઘટના રવિવારે બપોરે સૂર્યા નદીના ઓવરબ્રિજ પર તે સમયે થયું હતું જ્યારે મિસ્ત્રી પોતાની એસયૂવીથી અમદાવાદથી મુંબઈ પરત ફરી રહ્યાં હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કંપનીના અધિકારીઓએ કાઢી ચિપ
પાલઘર પોલીસ પ્રમાણે કાર નિર્માતા મર્સિડીઝ બેંચના અધિકારી સોમવારે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અધિકારીઓએ અહીં ભુક્કો થઈ ગયેલી કારમાંથી ઇલેક્ટ્રોનિક ચિપ કાઢી હતી. પાલઘરના એસપી બાલાસાહેબ પાટિલે જણાવ્યું કે આ ચિપ વાહનનો બધો ડેટા રેકોર્ડ કરે છે. હવે આ ચિપને એનાલિસિસ માટે જર્મની મોકલવામાં આવશે. તેમણે કહ્યું કે અમને તે વાતની આશા છે કે આ સપ્તાહના અંત સુધી તેનો રિપોર્ટ આવી જશે. 


આ પણ વાંચોઃ Cyrus Mistry Death: અકસ્માત બાદ તત્કાલ કેમ થયું સાઇરસ મિસ્ત્રીનું મૃત્યુ? પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો ખુલાસો  


એસપીએ આપ્યો જવાબ
પાલઘરના એસપીએ જણાવ્યું કે અમારી પાસે કાર કંપનીના અધિકારીઓ માટે કેટલાક સવાલ હતા. અમે તેને સવાલ આપવા ઈચ્છતા હતા અને તેના સ્પેસિફિક જવાબ ઈચ્છતા હતા. પરંતુ અધિકારીઓએ કહ્યું કે તેની પાસે આ પ્રકારના એનાલિસિસ માટે ડિફોલ્ટ પેરામીટર્સ છે. આ એનાલિસિસ બાદ ન માત્ર તે સવાલોના જવાબ પરંતુ તેનાથી વધુ જાણકારી સામે આવશે. ત્યારબાદ અમે નક્કી કર્યું કે આ એનાલિસિસ રિપોર્ટની રાહ જોવી જોઈએ. એસપી પાટિલે જણાવ્યુ કે આ રિપોર્ટ આવ્યા બાદ અમને સારી રીતે તપાસ કરવામાં મદદ મળશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube