દરેક જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ અને જાણો દિન મહિમા, આજનું પંચાગ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રશ્ન – લક્ષ્મીકૃપા પ્રાપ્ત કરવા માટે શું કરવું.


  • ઘરની સ્ત્રીઓએ બે હાથે માથું ખંજવાળવું નહીં.

  • ઘરની પશ્ચિમ દિશામાં ચાંદીના પાત્રમાં હળદર મિશ્રીત જળનું પાત્ર મૂકી રાખવું.

  • ખિસ્સામાં લક્ષ્મીજીનો ચાંદીનો સિક્કો અવશ્ય મૂકી રાખવો.

  • દક્ષિણાવર્તી શંખ પૂજામાં મૂકવો અને તેની અંદર એક મોતી મૂકી રાખવો.


તારીખ

5 સપ્ટેમ્બર, 2018 બુધવાર

માસ

શ્રાવણ વદ દશમ

નક્ષત્ર

આદ્રા

યોગ

સિદ્ધિ

ચંદ્ર રાશી

મિથુન (કછઘ)


  1. બુધપૂજન કરવું.

  2. કુમારયોગ સાંજે 5.15 થી બીજા દિવસના સૂર્યોદય સુધી.

  3. 1000 તુલસીપત્ર દ્વારા શ્રીવિષ્ણુસહસ્ર નામાવલીનો પાઠ કરવો. એક નામ બોલવું અને એક તુલસીપત્ર શ્રીનારાયણને અર્પણ કરવું.

  4. આજે પુરૂષસૂક્તનો પાઠ પણ કરી શકાય.

  5. આંગળીમાં બુધનું રત્ન પહેર્યું હોય તો તેનું પૂજન અવશ્ય કરવું.


મેષ (અલઈ)

  • આજે ટૂંકાપ્રવાસનો યોગ પણ નિર્માણ થયો છે

  • એક પ્રકારે લક્ષ્મીયોગનું નિર્માણ પણ થયું છે

  • પણ, આવેશથી આપે દૂર રહેવું પડશે.

વૃષભ (બવઉ)

  • ભાષામાં સ્પષ્ટતા રાખજો, ગુંચવાડો ઊભો થશે

  • નાના ભાઈ બહેનો સાથે વૈમનસ્ય સર્જાય

  • ભાગીદારોમાં સંયમપૂર્ણ વ્યવહાર કરવો

મિથુન (કછઘ)

  • કાર્ય વ્યવસ્થામાં નિપુણતા

  • અતિ સક્રીય રહેવાય, વેપારી મિત્રોને સાનુકૂળતા

  • સ્વખર્ચ ઉપર સંયમ રાખવો

કર્ક (ડહ)

  • ગુસ્સા ઉપર કાબૂ રાખવો.

  • આરોગ્ય પણ કથળી શકે છે.

  • સંધ્યા સમયે થોડી ચિંતા સતાવે

સિંહ (મટ)

  • કોઈ જીવજંતું કરડી ન જાય તેની સાવધાની રાખવી

  • રેસ્ટોરન્ટના વ્યાવસાયીકોને સાનુકૂળતા

  • ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલાને પણ સરળતા રહે

કન્યા (પઠણ)

  • જો મકાન બંધાતું હોય તો રુકાવટ આવે

  • વેપારી મિત્રોને નિરસતા રહે

  • સેવાભાવી સંસ્થાને સરકારથી લાભ રહે

તુલા (રત)

  • સામાજિક કાર્યોમાં સરળતા રહે

  • નોકરીયાત વર્ગને આવકનો માર્ગ સરળ થાય

  • ધાર્મિક મુસાફરીના યોગ પણ રચાયા છે.

વૃશ્ચિક (નય)

  • થોડા ઈઝીગોઈંગ જેવો વ્યવહાર થાય.

  • કામ કરવાની ઇચ્છા થાય નહીં

  • પૈસા વધુ ખર્ચાય અને સંબંધોમાં કચાશ રહે.

ધન (ભધફઢ)

  • જમીન-મકાનના વ્યાવસાયીકોને લાભ

  • બાંધકામક્ષેત્રે સંકળાયેલાને પણ લાભ

  • યુવા મિત્રોને પ્રેમના યોગ પ્રબળ બન્યા છે.

મકર (ખજ)

  • જ્યોતિષ શાસ્ત્રમાં આપને વધુ રસ પડે

  • ઘરમાં આનંદનું વાતાવરણ અકબંધ રહે

  • જીવનસાથીને બહારગામ જવાનું થઈ શકે

કુંભ (ગશષસ)

  • નોકરી ક્ષેત્રે પ્રશ્નનો સામનો કરવો પડે

  • લગ્નવાંછુ યુવક-યુવતીઓ માટે સાનુકૂળતા

  • સંધ્યા સમયે ધનવ્યય થઈ શકે છે.

મીન (દચઝથ)

  • મુશ્કેલીનો સામનો કરજો સફળતા છે જ

  • કાર્યક્ષેત્રે વણઉકલ્યા પ્રશ્નો તરફ લક્ષ આપવું પડે

  • થોડો વાયુપ્રકોપ થઈ શકે છે.