દરેક રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ તે જાણો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રશ્ન – સંતાન  પ્રાપ્તિ માટે શું કરવું.


  • સ્ત્રી જાતકોએ ક્રીસ્ટલની માળા ધારણ કરવી.

  • ઓમ ગૃહસ્થ સુખ સિદ્ધયે રુદ્રાય નમો નમઃ આ મંત્રની એક માળા કરવી. માળા કરતી વખતે એક તાંબા લોટામાં જળ ભરેલું રાખવું અને માળા પૂર્ણ થયા બાદ આ જળ પી જવું.

  • પતિ તથા પત્ની બંને જાતકોએ આ ઉપાય કરવો.

  • સંતાન ગોપાલ મંત્ર પણ દર બુધવારે કરી શકાય.

  • નાડીદોષ હોય તો તેની વિધિ કરાવી તેનું નિવારણ કરવું.


તારીખ

6 સપ્ટેમ્બર, 2018 ગુરુવાર

માસ

શ્રાવણ વદ એકાદશી

નક્ષત્ર

પુનર્વસુ

યોગ

વરીયાન

ચંદ્ર રાશી

મિથુન (કછઘ), સવારે 9.46 પછી ચંદ્ર કર્ક રાશીમાં (ડ, હ)


  1. અજાએકાદશી

  2. આજથી પર્યુષણપર્વનો પણ શુભારંભ થઈ જશે.

  3. સિદ્ધિયોગ સૂર્યોદયથી બપોરે 3.14 સુધી

  4. ગુરુપુષ્યામૃતયોગ 3.14થી બીજા દિવસના સૂર્યોદય સુધી

  5. શનિદેવ આજે સાંજે 4.40 પછી માર્ગી ભ્રમણ પ્રારંભ કરશે.

  6. ગુરુવાર છે બૃહસ્પતીદેવનું પૂજન અવશ્ય કરવું.


રાશિ ભવિષ્ય


મેષ (અલઈ)

  • જુદા જુદા કાર્યમાં એકસાથે વ્યસ્થ થવું પડે

  • યુવામિત્રોમાં પ્રણયના યોગ પણ ખિલ્યા છે

  • સરકારી નોકરીના સંદર્ભમાં સાનુકૂળતા રહે

  • થોડી નકારાત્મકતા પણ હાવી થાય, સાવધાન.

વૃષભ (બવઉ)

  • આરોગ્યના સંદર્ભમાં સાવધાની રાખજો

  • અચાનક ધનપ્રાપ્તિ થઈ શકે છે.

  • જમીન-મકાન દ્વારા આવક થઈ શકે

  • ખાતરના વ્યવસાય સાથે સંકળાયેલાને લાભ

મિથુન (કછઘ)

  • બપોર પછી કૌટુંબિક પ્રશ્નો રહે.

  • આપની વાણી થોડી ડિપ્લોમેટીક બને.

  • આજે વિરુદ્ધ આહારથી ચેતજો

કર્ક (ડહ)

  • સ્વાર્થવૃત્તિ આજે મનમાં ઘર કરી જાય

  • આવેશપૂર્ણ વ્યવહારથી બચવું.

  • પિતાનું આરોગ્ય જાળવવું

સિંહ (મટ)

  • સરકારી તપાસ આપ વિરુદ્ધ ચાલતી હોય તો ચેતજો

  • બપોર પછી વિશેષ પણે વિરોધનો સામનો થાય

  • કોર્ટનો ચુકાદો આવવાનો હોય તો શિવજીના દર્શન કરી કાર્યવાહીમાં હાજર રહેજો. અથવા મુદત લઈ લેજો.

કન્યા (પઠણ)

  • ભાષાના વર્ગો ચલાવતા હોય તેમને સાનુકૂળતા

  • શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા જાતકોને સફળતા મળે

  • આપની ઇચ્છાપૂર્તિનો માર્ગ આજે સરળ બને.

તુલા (રત)

  • વેપારી મિત્રોને બહારગામ જવાનું થાય

  • આજે કોઈનાથી ચેતરાઈ ન જવા તે જોવું

  • નોકરીયાત મિત્રોએ અધિકારી સાથે સુમેળ રાખવો

વૃશ્ચિક (નય)

  • પ્રવાસની શક્યતા નકારી નથી શકાતી

  • આળસવૃત્તિ આજે વિશેષ જણાય

  • પિતાનું આરોગ્ય પણ જાળવવું

ધન (ભધફઢ)

  • વેપારી મિત્રોને આજે નસીબ યારી આપે

  • સાસરી પક્ષથી આજે સહકાર મળે

  • જીવનસાથી સાથે આજે આનંદની પળો વીતે

મકર (ખજ)

  • લગ્નવાંછુક મિત્રોને આજે કાર્યસ્થળે પ્રેમ પાંગરી શકે

  • ગૂઢ બિમારીથી પીડાતા વયસ્ક જાતકોએ આરોગ્ય પ્રત્યે સજાગ રહેવું

  • સંધ્યા સમયે માનસિક તણાવ વધી શકે છે.

કુંભ (ગશષસ)

  • માથુ દુઃખવાની ફરિયાદ થઈ શકે છે.

  • નોકરી કરતા જાતકો સાવધાન આજે આપના વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે.

  • મિલકત ભાડે હોય તો ભાડુઆત સાથે વૈમનસ્ય સર્જાય

મીન (દચઝથ)

  • પૂર્વનું કરેલું આજે આડે આવે

  • ઘરના પ્રશ્નોથી મન પરેશાન રહે

  • પેટના દર્દનો સામનો પણ કરવો પડે.


અમિત ત્રિવેદી