નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus)થી સંક્રમિત થતા દર્દીઓની સંખ્યા દરરોજ નવો રેકોર્ડ બનાવી રહી છે. છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં જોરદાર વધારો થયો છે. ભારતમાં બુધવારના કોરોના વાયરસના સંક્રમણના એક દિવસમાં સૌથી વધુ 29,429 નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં આ ઘાતક વાયરસથી અત્યાર સુધીમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 9,36,181 થઇ ગઇ અને સંક્રમણ સાથે 582 લોકોના મોત થયા છે આ સાથે મૃતકોની સંખ્યા વધીને 24,309 થઇ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- BJPમાં સામેલ થવાના સવાલ પર સચિન પાયલટે આપ્યો આ જવાબ


એક અધિકારીએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં લગભગ 63.24 ટકા દર્દીઓ સ્વસ્થ થયા છે. જ્યારે 582 લોકોના બુધવારના મોત થયું છે. જેમાં મહારાષ્ટ્રમાં 231, કર્નાટકામાં 85, તમિલનાડુમાં 67, આંધ્ર પ્રદેશમાં 43 દિલ્હીમાં 35, ઉત્તર પ્રદેશમાં 28, પશ્ચિમ બંગાળમાં 24, બિહાર અને ગુજરાતમાં 14-14 અને મધ્ય પ્રદેશ તેમજ તેલંગાણામાં 10-10 લોકોના મોત થયા છે. પંજાબમાં બુધવારના સંક્રમણથી 9 લોકોના મોત થયા છે. જમ્મુ કાશ્મીરમાં 8, અસમ, હરિયાણા અને ઓડિશામાં 4-4, ઝારખંડમાં ત્રણ, ચંડીગઢમાં 2 અને અરૂણાચલ પ્રદેશ, છત્તીસગઢ, ગોવા, કેરળ અને ઉત્તરાખંડમાં 1-1 વ્યક્તિના મોત બુધવારે થયા છે.


આ પણ વાંચો:- વિકાસ દુબેના સાથી શશિકાંત પાંડેની કબૂલાત, અમારા આંગણામાં જ થઈ COની હત્યા'


9.36 લાખ થયા કુલ કેસ
મંત્રાલય પાસેથી પ્રાપ્ત આંકડા અનુસાર દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 9.36 લાખ કેસ સામે આવ્યાછે. જેમાં 5.93 લાખ સાજા થઇ ઘરે પરત ફર્યા છે. હાલ દેશમાં 3.19 લાખથી વધુ સંક્રમિત લોકો છે. તમને જણાવી દઇએ કે, આ મહામારીના કારણે 24,309 લોકોના મોત થયા છે. (ઇનપુટ: ભાષા)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube