વિકાસ દુબેના સાથી શશિકાંત પાંડેની કબૂલાત, અમારા આંગણામાં જ થઈ COની હત્યા'

સમગ્ર દેશને હચમચાવી દેનાર કાનપુર એન્કાઉન્ટરમાં વિકાસ દુબેના સાથી શશિકાંત પાંડેએ ઘણા ખુલાસા કર્યા છે. 50 હજારના ઇનામી ગુનેગાર શશિકાંત પાંડેની પોલીસે ગઇકાલે ધરપકડ કરી હતી. શશિકાંતે તેની કબૂલાતમાં જણાવ્યું કે વિકાસ દુબેના ઓર્ડર પર પોલીસ પર ફાયરિંગ કરવામાં આવ્યું. શશિકાંતે પોલીસને જણાવ્યું કે, પોલીસ દળ પર જબરજસ્તી ગોળીઓ ચલાવી હતી.

વિકાસ દુબેના સાથી શશિકાંત પાંડેની કબૂલાત, અમારા આંગણામાં જ થઈ COની હત્યા'

લખનઉ: સમગ્ર દેશને હચમચાવી દેનાર કાનપુર એન્કાઉન્ટરમાં વિકાસ દુબેના સાથી શશિકાંત પાંડેએ ઘણા ખુલાસા કર્યા છે. 50 હજારના ઇનામી ગુનેગાર શશિકાંત પાંડેની પોલીસે ગઇકાલે ધરપકડ કરી હતી. શશિકાંતે તેની કબૂલાતમાં જણાવ્યું કે વિકાસ દુબેના ઓર્ડર પર પોલીસ પર ફાયરિંગ કરવામાં આવ્યું. શશિકાંતે પોલીસને જણાવ્યું કે, પોલીસ દળ પર જબરજસ્તી ગોળીઓ ચલાવી હતી.

શશિકાંતે તેની કબૂલાતમાં જણાવ્યું, વિકાસે કહ્યું હતું કે ગોળી નહીં ચલાવો તો મારી નાખીશ. વિકાસ દુબેએ તમામ સંજોગોમાં પોલીસ કર્મીઓને મારવાનો આદેશ આપ્યો હતો. વિકાસ દુબે સહિત લગભગ 10 લોકોએ પોલીસ કર્મીઓ પર ફાયરિંગ કર્યું હતું. પોલીસ દળ પર હુમલા માટે વિકાસ દુબે તમામને ફોન કરી બોલાવ્યા હતા.

શશિકાંતે વધુમાં જણાવ્યું કે, હુમલા માટે વિકાસ દુબેએ જ હથિયારની વ્યવસ્થા કરી હતી. પોલીસના આવવાની સૂચના અમને પહેલાથી મળી હતી. પોલીસ દળ પર છત પરથી ફાયરિંગ કર્યું. વિકાસ દુબેએ ફોન કરી બોલાવ્યા અને કહ્યું કે આજે ફાયરિંગ થશે. વિકાસ દુબેએ રાયફલ અને બંદુક પહેલાથી ભેગી કરી હતી. મારા આંગણામાં સીઓ દેવેન્દ્ર મિશ્રાની હત્યા થઇ. મારા ઘરના દરવાજા પર બે પોલીસની હત્યા થઇ. પોલીસ મદદ માગી રહી હતી, પરંતુ અમે દરવાજો ખોલ્યો નહીં. જો અમે દરવાજો ખોલતા તો વિકાસ દુબે અમને મારી નાખતો.

વિકાસ દુબે અને તેના સાથીઓએ ઘટનાને કેવી રીતે અંજામ આપ્યો તેની સંમગ્ર જાણકારી શશિંકાતે અમારા રિપોર્ટ્સને આપી.

શશિકાંત: સર, તે દિવસે ગોળી ચાલી હતી. ગોળી જબરજસ્તી માત્ર વિકાસ દુબે દ્વારા ચલાવવામાં આવી હતી. તેમાં અમર દુબે, પ્રભાત મિશ્રા, વિકાસ દુબે, બઉઆ અને અતુલ દુબે અને મારા પિતા સામેલ હતા. જે પોલીસ અથડામણમાં માર્યા ગયા. અમારા પર દબાણ બનાવી કહેવામાં આવ્યું કે જો તેમે ગોળી નહીં ચલાવો **^^&&## તો તમને મારી નાખીશું.

રિપોર્ટર: કોણે કોણે ગોળી ચલાવી હતી. તે જણાવો.
શશિંકાત: સર, ઘણા બધા હતા.

રિપોર્ટર: કોણ કોણ હતા?
શશિકાંત: લાલૂ હતો, શિવમ હતો, અમે હતા અને પીહૂ, અખિલેશ મિશ્રા, રાજેન્દ્ર, પ્રભાત અને અમર હતો અને વિકાસ...

રિપોર્ટર: ઘટનાક્રમ કેવી રીતે શરૂ થયો? ગોળી ચલાવવાની સ્થિતિ કેમ આવી? શું સૂચના આવી હતી કે પોલીસ આવી રહી છે? કેવી રીતે જાણકારી મળી હતી કે પોલીસ આવી રહી છે?
શશિકાંત: પોલીસ દ્વારા જ સૂચના મળી હતી.

રિપોર્ટર: શું સૂચના આવી હતી.
શશિકાંત: પોલીસ પાસેથી માહિતી મળી હતી કે તેઓએ મારવા પડશે. પોલીસકર્મીઓને.

રિપોર્ટર: તમારા આંગણામાં કેટલા લોકોની હત્યા થઇ હતી?
શશિકાંત: અમારા આંગણામાં ત્રણ લોકોની હત્યા થઇ.

રિપોર્ટર: કોણ-કોણ?
શશિકાંત: આંગણાંમાં સીઓ સર અને બહાર દરવાજા પર બે પોલીસ કર્મી.

રિપોર્ટર: જ્યારે પોલીસ કર્મી ત્યાં મદદ માગી રહ્યાં હતા, તમે લોકોએ દરવાજો કેમ ખોલ્યો નહીં?
શશિકાંત: સર, અમે લોકોએ ગેટ એટલા માટે ન ખોલ્યો કેમ કે, જો દરવાજો ખોલતા તો (વિકાસ) અમને મારી નાખતા.

રિપોર્ટર: તમે લોકો છત પરથી ગોળી ચલાવી રહ્યા હતા?
શશિકાંત: હા.

રિપોર્ટર: તમે અને તમારા પિતાજી છત પરથી ગોળી ચલાવી રહ્યાં હતા?
શશિકાંત: ના.

રિપોર્ટર: દારુગોળો ક્યાંથી આવ્યો હતો?
શશિકાંત: દારુગોળો વિકાસ દુબેએ આપ્યો હતો.

રિપોર્ટર: શું શું હતું દારુગોળામાં?
શશિકાંત: બંદૂક, રાયફલ તમામ હતી.

રિપોર્ટર: ઘઠના શરૂ કેવી રીતે થઈ, તે જણાવો. સૂચના આવી. વિકાસ દુબેએ તમને લોકોને બોલાવ્યા. શું કહી બોલાવ્યા?
શશિકાંત: ફોન કરી બોલાવ્યા હતા.

રિપોર્ટર: શું કહ્યું?
શશિકાંત: કહ્યું કે, આજે ગોળી ચાલવાની છે. બસ આટલું જ કહ્યું. અને બીજું કઇ ન કહ્યું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news