નવી દિલ્હી/અમરોહા: કેન્દ્રના નવા કૃષિ કાયદા (Farm Laws) ના વિરોધમાં ખેડૂત આંદોલન (Farmers Protest) ચાલુ છે. આંદોલનને ગતિ આપવા માટે ખેડૂત યુનિયનો દ્વારા અલગ અલગ જગ્યાએ પંચાયતો  થઈ રહી છે. ગાઝીપુર બોર્ડર પર ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતના નેતૃત્વમાં હજુ પણ ખેડૂતો જામેલા છે. બીજી બાજુ હવે આંદોલનની અસર ગામડાઓમાં પણ જોવા મળી રહી છે. યુપીમાં અનેક જગ્યાએ ખેડૂતો દૂધની આપૂર્તિ રોકવા અને ભાવ વધારવાની જાહેરાત કરી ચૂક્યા છે. આ જ ક્રમમાં 3 ગામમાં દૂધનો સપ્લાય રોકી દેવાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

6 માર્ચથી દૂધ 100 રૂપિયે પ્રતિ લીટર
ખેડૂત આંદોલન પ્રત્યે એકજૂથતા દર્શાવવા માટે અમરોહા જિલ્લાના ત્રણ ગામડાઓમાં ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા ખેડૂતોએ સહકારી સમિતિઓને દૂધ આપવાનું બંધ કરી દીધુ છે. ડેરી ખેડૂતોએ એવી પણ જાહેરાત કરી છે કે 6 માર્ચથી તેઓ 100 રૂપિયા પ્રતિ લીટર દૂધ વેચશે. હાલમાં દૂધનો સપ્લાય 30 રૂપિયે પ્રતિ લીટરના ભાવે થઈ રહ્યો છે. 


આ ગામડાઓમાં સપ્લાય નહીં
રિપોર્ટ્સ મુજબ સોમવારે અમરોહા જિલ્લાના ત્રણ ગામ રસૂલપુર માફી, ચુચૈલા ખુર્દ અને શહજાદપુરના ડેરી ખેડૂતોએ સહકારી સમિતિઓને દૂધની આપૂર્તિ કરવાની ના પાડી દીધી. જેના કારણે સમિતિઓના ટેન્કર્સ ખાલી જ પાછા ફર્યા. 


ગામડા સુધી પહોંચ્યું આંદોલન?
ભારતીય કિસાન યુનિયન (BKU) ના યુવા પ્રદેશ અધ્યક્ષ દિગંબર સિંહે કહ્યું કે, 'અમે ખેડૂતોને દૂધના વેચાણને રોકવા માટે ઉક્સાવ્યા નથી. કૃષિ કાયદાનો વિરોધ કરનારા કારણે ખેડૂતો પોતે જ આમ કરી રહ્યા છે. આંદોલન ફક્ત અમારા સુધી સિમિત નથી. તે ગ્રાઉન્ડ સ્તર સુધી પહોંચી ચૂકયું છે અને હવે તે અન્ય ખેડૂતો તથા આમ આદમીનું સમર્થન પણ મેળવી રહ્યું છે.'


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube