BJP પર ભડાશ કાઢવામાં રાજે રાષ્ટ્રપતિ કોવિંદ પર છાંટા ઉડાડ્યાં: મર્યાદા ઓળંગી
લોકસભા ચૂંટણી 2019 (Lok sabha elections 2019) માં ટિકિટ નહી મળવાનાં કારણે હાલમાં જ ભારતીય જનતા પાર્ટી (BJP) છોડીને કોંગ્રેસમાં જોડાયેલા દલિત નેતા ઉદિત રાજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મુદ્દે વિવાદિત ટીપ્પણી કરી છે. ઉદિત રાજે કહ્યું કે, ભાજપે દલિત મત પ્રાપ્ત કરવા માટે અયોગ્ય નેતાને રાષ્ટ્રપતિ પદ પર બેસાડી દીધા છે. મુંગા બહેરા વ્યક્તિને રાષ્ટ્રપતિ પદની જવાબદારી સોંપી દીધી છે.
નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2019 (Lok sabha elections 2019) માં ટિકિટ નહી મળવાનાં કારણે હાલમાં જ ભારતીય જનતા પાર્ટી (BJP) છોડીને કોંગ્રેસમાં જોડાયેલા દલિત નેતા ઉદિત રાજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મુદ્દે વિવાદિત ટીપ્પણી કરી છે. ઉદિત રાજે કહ્યું કે, ભાજપે દલિત મત પ્રાપ્ત કરવા માટે અયોગ્ય નેતાને રાષ્ટ્રપતિ પદ પર બેસાડી દીધા છે. મુંગા બહેરા વ્યક્તિને રાષ્ટ્રપતિ પદની જવાબદારી સોંપી દીધી છે.
પ્રધાનમંત્રી બનવા ઇચ્છે છે NCP પ્રમુખ શરદ પવાર: માઝિદ મેનનનો દાવો
ઉદિત રાજે કહ્યું કે, રાષ્ટ્રપતિપદની ગરિમા પર નહી પરંતુ વ્યગ્તિગત્ત રીતે કોવિંદની યોગ્યતા પર સવાલ ઉઠાવી રહ્યા છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે, દેશમાં ભાજપ દલિત મહિલાઓ અને મુસ્લિમ વિરોધી પક્ષ છે. ભાજપ નેતા જેએનયુમાં કોંડોમની માહિતી મેળવી શકે છે તો પછી પુલવામાના 300 કિલો આરડીએક્સની માહિતી મેળવવામાં તેમનું ઇન્ટેલિજન્સ કેમ નિષ્ફળ જાય છે. ઉદિત રાજે કહ્યું કે, રામ નગરી અયોધ્યા બૌદ્ધ નગરી હોવાનાં દાવા પર આજે પણ યથાવત્ત છે.
સુપ્રીમે રાહુલની ઝાટકણી કાઢી, કહ્યું 'ખેદ' શબ્દ નહી ચાલે લેખીત 'માફી' માંગો
ઉદિત રાજે વડાપ્રધાન મોદી પર જાતિગત રાજનીતિ કરવાનો આરોપ લગાવતા વડાપ્રધાન મોદી આંબેડકરનાં નામ પર દલિતની રાજનીતિ કીર રહ્યા છે. ભાજપને દલિત નેત નહી પરંતુ માત્ર દલિત મત જોઇએ. ભાજપમાં મુંગા બહેરા દલિત નેતાઓને ઉપર પહોંચાડવામાં આવે છે. ભાજપ મુંગા બહેરા દલિત નેતા ઇચ્છે છે. આ જ કારણે રામનાથ કોવિંદને રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા છે.