પ્રધાનમંત્રી બનવા ઇચ્છે છે NCP પ્રમુખ શરદ પવાર: માઝિદ મેનનનો દાવો

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વરિષ્ઠ નેતા માઝિદ મેનને દાવો કર્યો છે કે પાર્ટી પ્રમુખ શરદ પવાર પોતે પ્રધાનમંત્રી બનાવ ઇચ્છે છે. માઝિદ મેનને દાવો કર્યો છે કે લોકસભા ચૂંટણી 2019 (Lok sabha elections 2019)માં એનડીએની સરકાર બનશે નહીં.

પ્રધાનમંત્રી બનવા ઇચ્છે છે NCP પ્રમુખ શરદ પવાર: માઝિદ મેનનનો દાવો

મુંબઇ: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વરિષ્ઠ નેતા માઝિદ મેનને દાવો કર્યો છે કે પાર્ટી પ્રમુખ શરદ પવાર પોતે પ્રધાનમંત્રી બનાવ ઇચ્છે છે. માઝિદ મેનને દાવો કર્યો છે કે લોકસભા ચૂંટણી 2019 (Lok sabha elections 2019)માં એનડીએની સરકાર બનશે નહીં. એવી સ્થિતિમાં જો વિપક્ષી દળના નેતા સામાન્ય રાય બનાવે છે તો શરદ પવાર પ્રધાનમંત્રી બનવા માટે તૈયાર છે. વિપક્ષી દળ મળીને સંપૂર્ણ પ્રયત્ન કરી રહ્યાં છે કે દેશમાં અનડીએની સરકાર ના બને.

માઝિદ મેનને કહ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પેહલાથી સ્પષ્ટ કરી ચુક્યા છે કે તેઓ પ્રધાનમંત્રી પદની રેસમાં નતી. એવામાં વિપક્ષી પાર્ટીઓ વચ્ચે શરદ પવારના નામ પર સમાન્ય સહમતિ બની શકે છે.

જુઓ Live TV:-

જણાવી દઇએ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચૂંટણી સભાઓમાં આરોપ લગાવતા રહ્યાં છે કે, વિપક્ષી દળના નેતાઓ વચ્ચે પ્રધાનમંત્રી બનાવાની હોડ લાગી છે. એવામાં શરદ પવારને લઇને તેમની પાર્ટીના નેતાની તરફથી આ નિવેદન ભાજપ અને અન્ડીએના અન્ય ઘટક દળના આક્રમક થવાની તક આપી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news