નવી દિલ્હી : હરિયાણવી ડાંસર અને સિંગર સપા ચૌધરીએ શનિવારે કોંગ્રેસનો હાથ પકડી લીધો. કહેવાઇ રહ્યું છે કે કોંગ્રેસ સપના ચૌધરીને મથુરામાં ભાજપ સાંસદ હેમા માલિનીની વિરુદ્ધ ચૂંટણી મેદાનમાં ઉતરી શકે છે. બીજી તરફ એવું પણ માનવામાં આવી રહ્યું છેકે કોંગ્રેસ તેને હરિયાણાથી ચૂંટણી લડાવી શકે છે. હરિયાણામાં સપના ચૌધરી ખાસા લોકપ્રીય છે. સપના ચૌધરી અનેક મોકા પર પહેલા જ વ્યક્ત કરી ચુક્યા છે કે, તેઓ કોંગ્રેસની વિચારધારાથી પ્રભાવિત છે અને પાર્ટી માટે ચૂંટણી પ્રચાર કરવા માંગે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાહુલ ગાંધી જણાવે 55 લાખથી 9 કરોડ રૂપિયા સંપત્તી કઇ રીતે થઇ ગઇ: પ્રસાદ

કોંગ્રેસનો પ્રચાર કરવા અંગેની ઇચ્છા વ્યક્ત કરી
એવી અટકળો ગત્ત વર્ષથી જ લગાવાઇ રહી હતી કે સપના ચૌધરી કોંગ્રેસમાં જોડાઇ શકે છે. ગત્ત વર્ષે 22 જુને સપા ચોધરી કોંગ્રેસ મુખ્યમથક પહોંચી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, તેઓ કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી અને પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીથી પ્રભાવિત છે. તેઓ આગામી સમયમાં પાર્ટી માટે પ્રચાર કરવા માંગે છે. 


ભાજપે 46 ઉમેદવારોની કરી જાહેરાત, સુમિત્રા મહાજન સહિત અનેક નેતાના પત્તા સાફ

યુવાનોમાં છે ખાસ્સી લોકપ્રિય
ઉલ્લેખનીય છે કે સપના ચૌધરીની પોપ્યુલારિટીનો ગ્રાફ સતત વધી રહ્યો છે. પહેલા માત્ર સ્ટેજ શો કરનારા સપના ચૌધરી ગત્ત વર્ષે બિગ બોસમાં આવ્યા બાદ તેમને ફિલ્મો અને મ્યુઝીક આલ્બમને ખુબ જ પસંદ કરીર હ્યા હતા.  આમ તો દરેક ઉંમરના લોકો પર સપના ચૌધરીનો જાદુ જોવા મળે છે પરંતુ યવાનોમાં તેમની લોકપ્રિયતા ઘણી વધારે છે. સપના ચૌધરીના ફેન હરિયાણા અને યુપીમાં જ નહી પરંતુ બિહાર અને અન્ય રાજ્યોમાં પણ તેની ઘણી બધી ફેન ફોલોઇંગ છે.