ભાજપે 46 ઉમેદવારોની કરી જાહેરાત, સુમિત્રા મહાજન સહિત અનેક નેતાના પત્તા સાફ

લોકસભા ચૂંટણી 2019ને ધ્યાને રાખીને ભાજપે ઉમેદવારોની વધારે એક યાદી બહાર પાડી છે. ભાજપ તરફથી બહાર પાડવામાં આવેલી આ યાદીમાં 46 ઉમેદવારોનાં નામ જાહેર કરવામાં આવ્યા છે. ભાજપ દ્વારા આ પાંચમી યાદી બહાર પાડવામાં આવી છે. 

ભાજપે 46 ઉમેદવારોની કરી જાહેરાત, સુમિત્રા મહાજન સહિત અનેક નેતાના પત્તા સાફ

નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2019ને ધ્યાને રાખીને ભાજપે ઉમેદવારોની વધારે એક યાદી બહાર પાડી છે. ભાજપ તરફથી બહાર પાડવામાં આવેલી આ યાદીમાં 46 ઉમેદવારોનાં નામ જાહેર કરવામાં આવ્યા છે. ભાજપ દ્વારા આ પાંચમી યાદી બહાર પાડવામાં આવી છે. ભાજપે લોકસભા ચૂંટણી માટે 46 વધારે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. પાર્ટીએ મધ્યપ્રદેશનાં મુરૈનાથી નરેન્દ્ર સિંહ તોમરને ટીકિટ આપી છે. આ સાથે જ ઉમા ભારતીએ અગાઉ હાઇકમાન્ડમાં રજુ કરેલી પોતાની ઇચ્છાને ધ્યાને રાખીને તેમને સંગઠનમાં કામ કરવા માટેની પરવાનગી આપવામાં આવી છે. તેમને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષનું પદ સોંપવામાં આવ્યું છે. 

હમીરપુરથી અનુરાગ ઠાકુર લડશે.
હિમાચલ પ્રદેશનાં હમીરપુરથી અનુરાગ ઠાકુર ભાજપના ઉમેદવાર હશે. પાર્ટીએ નોર્થ ગોવાથી શ્રીપદ નાયક, સાઉથ ગોવાથી નરેન્દ્ર કેશવ, રીવાથી જનાર્દન મિશ્રા, શહડોલથી હિમાદ્રી સિંહ, મંડલાથી ફગ્ગન સિંહ કુલસ્તેને ટીકિત આપી છે. 

ગુજરાતનાં 15 પૈકી 14 ઉમેદવારો રિપીટ
ગુજરાતના 15 ઉમેદવારો યાદીમાં જાહેર કરવામાં આવ્યા હતા. અગાઉ ગાંધીનગર સીટ પરથી અમિત શાહની જાહેરાત થઇ ચુકી છે જેથી ગુજરાતની 26 પૈકી કુલ 16 સીટોના ઉમેદવારો જાહેર થઇ ચુક્યા છે. જો કે સૌથી રસપ્રદ બાબત છે કે નો રિપિટની થિયરી વચ્ચે ગુજરાતનાં સુરેન્દ્રનગર સિવાયનાં તમામ ઉમેદવારોને રીપિટ કરવામાં આવ્યા છે. 

લોકસભા ચૂંટણીને ધ્યાને રાખીને ભાજપે શનિવારે ઉમેદવારોની પાંચમી યાદી બહાર પાડી છે. અગાઉ ભાજપે શનિવારે 11 ઉમેદવારોની એખ યાદી બહાર પાડીહ તી. ભાજપે અત્યાર સુધી 286 ઉમેદવાર જાહેર કર્યા હતા. કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ જાહેરાત કરતા કહ્યું કે, વર્તમાન કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી લોકસભા ચૂંટણી 2019 નહી લડે. તેમણે કેન્દ્રીય નેતૃત્વ આગળ સંગઠન માટે કામ કરવાની માંગ કરી હતી. જેને ધ્યાને રાખીને તેમને કેન્દ્રીય નેતૃત્વ દ્વારા ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. 

ભાજપની પાંચમી યાદીમાં 46 ઉમેદવારો જાહેર થયા છે. આ યાદીમાં ભાજપે ગોવા તથા ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે. જેપી નડ્ડાએ લિસ્ટ જાહેર કરતા કહ્યું કે, પાર્ટીએ ઉત્તરગોવા સીટથી શ્રીપદ નાઇ, મધ્ય પ્રદેશનં દમોહથી પ્રહલાદ પટેલ, મુરૈનાથી નરેન્દ્ર સિંહ તોમર, રીવાથી જનાર્દન મિશ્રા, જબલપુરથી ભાજપ અધ્યક્ષ રાકેશ સિંહને ઉમેદવાર બનાવાયા છે. ઝારખંડના હજારીબાગથી જયંત સિન્હાને ઉમેદવાર બનાવાયા છે. હિમાચલ પ્રદેશની હમીરપુર સીટથી અનુરાગ ઠાકુર, શિમલા સીટથી સુરેશ કશ્ય અને કાંગડા સીટથી કિશન કપુર ચૂંટણી લડશે. 


ગુજરાતનાં લોકસભા ઉમેદવારો જાહેર...

વિનોદ ચાવડા - કચ્છ
દિપસિંહ રાઠોડ - સાબરકાંઠા
કિરીટ સોલંકી - અમદાવાદ પશ્ચિમ
મહેન્દ્ર મુંજપરા - સુરેન્દ્રનગર
મોહન કુંડરિયા - રાજકોટ
પુનમ માડમ - જામનગર
નારયણ કાછડિયા - અમરેલી
ભાવનાબેન શિયાળ - ભાવનગર
દેવસી ચૌહાણ - ખેડા
જસવંતસિંહ ભાભોર - દાહોદ
રંજનાબેન ભટ્ટ - વડોદરા
મનસુખ વસાવા - ભરૂચ
પ્રભુભાઇ વસાવા- બારડોલી
સી.આર પાટીલ - નવસારી
કે.સી પટેલ - વલસાડ

હિમાચલ અને ઝારખંડના કેટલાક ઉમેદવારો જાહેર...

અનુરાગ ઠાકુર - હમીરપુર (હિમાચલ પ્રદેશ)
સુરેશ કશ્યપ - શિમલા (હિમાચલ)
કિશન કપુર - કાંગરા (હિમાચલ)
નિશિકાંત દુબે - ગોડા (ઝારખંડ)
શ્રીપગ નાયક - પશ્ચિમ ગોવા
નરેન્દ્ર સિંહ તોમર - મુરેના
જનાર્દન મિશ્રા - રેવા
રાકેશ સિંહ તોમર - જબલપુર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news