નવી દિલ્હીઃ શું ભારતમાં લોકોની લંબાઈ (Height) વધવાની જગ્યાએ ઘટી રહી છે? સામે આવેલી એક સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે છેલ્લા 10 વર્ષમાં ભારતની મહિલા-પુરૂષોની લંબાઈ 1.10 cm સુધી ઓછી થઈ ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકોની ઘટી રહી છે એવરેજ લંબાઈ
ભારતીયોની લંબાઈ વિશે 1998થી 2015 સુધી ભારતમાં વયસ્ક ઉંચાઈનું વલણઃ રાષ્ટ્રીય પરિવાર અને સ્વાસ્થ્ય સર્વેક્ષણથી સાક્ષ્યઃ નામની સ્ટડી કરવામાં આવી હતી. સહયોગી વેબસાઇટ ઝી ન્યૂઝ ઈંગ્લિશના રિપોર્ટ પ્રમાણે સ્ટડીમાં જાણવા મળ્યું કે, ભારતમાં વર્ષ 1998-1999 સુધી લોકોની લંબાઈમાં વૃદ્ધિ થઈ. ત્યારબાદ વર્ષ 2005-06થી 2015-16 સુધી વયસ્ક પુરૂષો અને મહિલાઓની એવરેજ લંબાઈમાં ઘટાડો આવવાનો શરૂ થયો છે. લંબાઈમાં સૌથી વધુ ઘટાડો ગરીબ મહિલાઓ અને આદિવાસી મહિલાઓમાં જોવા મળ્યો છે. 


આ પણ વાંચોઃ રાજીનામા બાદ નવી રણનીતિ બનાવી રહ્યા છે સિદ્ધુ, ચન્નીએ બોલાવી કેબિનેટની બેઠક


પુરૂષોના કદમાં પણ થઈ રહ્યો છે ઘટાડો
  રિપોર્ટ મુજબ, સંશોધન કરનારા સંશોધકોએ દેશમાં પુખ્ત વયની સરેરાશ ઉંચાઈના વિવિધ ઉંચાઈના વલણોનો અભ્યાસ કર્યો હતો. આ સંશોધનમાં જાણવા મળ્યું કે 15 થી 25 વર્ષની વયજૂથમાં મહિલાઓ અને પુરુષોની સરેરાશ ઉંચાઈ ઘટી રહી છે. તપાસમાં જાણવા મળ્યું કે મહિલાઓની સરેરાશ ઉંચાઈ લગભગ 0.42 સેમી ઘટી છે. તે જ સમયે, ભારતીય પુરુષોની સરેરાશ ઉંચાઈ 1.10 સેમી ઘટી છે.


લંબાઈમાં ઘટાડો થવાનું કારણ સામે આવ્યું
અભ્યાસમાં જ્યારે ભારતીયોની ઉંચાઈમાં ઘટાડો થવાનું કારણ જાણવા મળ્યું ત્યારે ઘણી સનસનીખેજ બાબતો સામે આવી. જાણવા મળ્યું કે જે બાળકોની માતા કે પિતાની ઉંચાઈ નાની છે. મોટા થતાં તે બાળકોની હાઇટ પણ ઘટી રહી છે. આ સાથે, જીવનશૈલી, પોષણ, સામાજિક અને આર્થિક પરિબળો પણ સામે આવ્યા. સર્વેમાં જાણવા મળ્યું છે કે ઉંચાઈમાં ઘટાડા માટે આશરે 60-80 ટકા આનુવંશિક સમસ્યાઓ જવાબદાર છે. તે જ સમયે, લગભગ 20-40 ટકા કારણો અન્ય છે.


આ પણ વાંચોઃ જીગ્નેશ મેવાણી અને કન્હૈયા કુમારની નવી રાજકીય ઈનિંગ શરૂ, રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા  


સંશોધનનાં પરિણામોથી વૈજ્ઞાનિકો આશ્ચર્યચકિત
ભારતમાં લોકોની સરેરાશ ઉંચાઈ ઘટવાની ઘટનાથી સંશોધક આશ્ચર્યચકિત છે. આનું કારણ એ છે કે વિશ્વના જુદા જુદા ભાગોમાં અગાઉના અભ્યાસોમાં એવું બહાર આવ્યું છે કે ત્યાંના લોકોની ઉંચાઈ વધી રહી છે. આવી સ્થિતિમાં ભારતીયોની લંબાઈ ઘટવાની બાબતને જોખમની નિશાની માનવામાં આવી રહી છે. અભ્યાસમાં સામેલ સંશોધકોએ કહ્યું કે સરકારે હસ્તક્ષેપ કરીને વધુ સંપૂર્ણ તપાસ કરવી જોઈએ. ઉપરાંત, લંબાઈમાં ઘટાડો થવાના કારણો દૂર કરીને આ સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવો જોઈએ.


ન્યૂટ્રિશન પર ધ્યાન આપે સરકાર
રિપોર્ટ તૈયાર કરનાર રિસર્ચર કહે છે કે શારીરિક વિકાસના મામલામાં ન્યૂટ્રિશનની ભૂમિકા પર વિવાદ રહ્યો છે. આ મુદ્દા પર ન્યૂટ્રિશનિસ્ટ, પોલિસી મેકર્સ અને હેલ્થ પ્રોફેશનલ્સ વચ્ચે મતભેદ રહ્યા છે. સરકારે હવે તે વાતને સમજવી પડશે કે લોકોની એવરેજ લંબાઈ ઘટવામાં પર્યાપ્ત પોષણ ન મળવું મોટુ કારણ રહ્યું છે. સરકારે પોતાની નીતિઓમાં ફેરફાર કરી વિસંગતતા દૂર કરવી પડશે બાકી આવનારા સમયમાં તેનું પરિણામ દેશે ભોગવવુ પડશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube