જીગ્નેશ મેવાણી અને કન્હૈયા કુમારની નવી રાજકીય ઈનિંગ શરૂ, રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા
આખરે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી અટકળોનો અંત આવી ગયો છે. યુવા નેતા કન્હૈયા નેતા અને જીગ્નેશ મેવાણી કોંગ્રેસમાં સામેલ થઈ ગયા છે.
Trending Photos
નવી દિલ્હીઃ JNU ના પૂર્વ અધ્યક્ષ અને સીપીઆઈ નેતા રહેલા કન્હૈયા કુમાર અને ગુજરાતથી અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આજે કોંગ્રેસમાં જોડાયા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની હાજરીમાં બંને યુવા નેતાઓએ પોતાની નવી રાજકીય ઈનિંગ શરૂ કરી છે. આ પહેલા રાહુલ ગાંધીની સાથે શહીદ-એ-આઝમ ભગત સિંહ પાર્કમાં કન્હૈયા કુમાર અને જિગ્નેશ મેવાણી હાજર હતા.
કન્હૈયા કુમારઃ કન્હૈયા કુમાર બિહારના બેગુસરાય જિલ્લાનો છે. 2019 ની લોકસભા ચૂંટણીમાં તે બેગુસરાય લોકસભા બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતર્યો હતો. કન્હૈયાએ ભાજપના નેતા ગિરિરાજ સિંહ સામે 4 લાખના મોટા અંતરથી હારનો સામનો કરવો પડ્યો હતો. બેગુસરાયમાં ભૂમિહાર મતદારોની સૌથી વધુ સંખ્યા હોવાનું માનવામાં આવે છે અને કન્હૈયા કુમાર પણ ભૂમિહાર જાતિના છે. તેથી તે પોતાને સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો. આ હોવા છતાં પાર્ટી માને છે કે બિહારમાં નવા ચહેરાની જરૂર છે. તેમની પાસે વિદ્યાર્થી નેતા તરીકે સંગઠનાત્મક અનુભવ છે. બિહાર કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે કન્હૈયાના આગમનથી પાર્ટીને ફાયદો થશે કારણ કે કન્હૈયા એ જ મુદ્દાઓ અને લડાઈ લડી રહ્યો છે જે કોંગ્રેસ ઉઠાવી રહી છે.
CPI leader Kanhaiya Kumar and Gujarat MLA Jignesh Mewani joins Congress in the presence of Rahul Gandhi in New Delhi pic.twitter.com/7t0tf8lqmp
— ANI (@ANI) September 28, 2021
જીગ્નેશ મેવાણી: હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જીગ્નેશ મેવાણીની ત્રિપુટીએ 2017 ની ચૂંટણીમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયો છે. તે જ સમયે, અલ્પેશ ઠાકોર ભાજપમાં ગયા. પરંતુ જીગ્નેશ મેવાણીએ ક્યારેય કોઈ સમાધાન કર્યું નથી અને તેઓ સતત ભાજપ સાથે લડતા રહ્યો છે. ગુજરાતમાં સાત ટકા દલિતો છે અને તેમના માટે 13 બેઠકો અનામત છે. છેલ્લી ચૂંટણીમાં ભાજપે મોટાભાગની અનામત બેઠકો જીતી હતી. તે સમયે જીગ્નેશ મેવાણી પોતાની બેઠક પર સીમિત હતા અને કોંગ્રેસે તેમની સામે ઉમેદવાર ઉતાર્યા ન હતા. પરંતુ મેવાણીના કોંગ્રેસમાં આવવાથી ચિત્ર બદલાઈ શકે છે.
કોંગ્રેસમાં કન્હૈયા અને જીગ્નેશની ભૂમિકા શું હશે તેને લઈને તસવીર સ્પષ્ટ નથી. પરંતુ જાણવા મળી રહ્યું છે કે બંને યુવા નેતા દેશભરના યુવાનોને કોગ્રેસમાં જોડવા અને મોદી સરકાર વિરુદ્ધ આંદોલનની મુહિમ ચલાવી શકે છે. ચર્ચા તે પણ છે કે બિહારમાં કન્હૈયા અને ગુજરાતમાં જીગ્નેશને કોંગ્રેસ મોટુ પદ આપી શકે છે. આ રણનીતિ હેઠળ આવનારા દિવસોમાં કેટલાક અન્ય યુવા નેતા કોંગ્રેસમાં સામેલ થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે