પીએમની રેલી પહેલા છત્તિસગઢમાં નકસલી હુમલો, 1 જવાન શહિદ, કુલ 4ના મોત
ભારતીય સેનાના જવાનોને નકસલીઓએ પીએમ મોદીની રેલીના 24 કલાક પહેલા જ નિશાન બનાવ્યા છે.
દાંતેવાડા: છત્તીસગઢમાં ચૂંટણી શંખનાદ પહેલા જ ફરી એકવાર નકસલી હુમલો થયો છે. ગુરવારે નકસલીઓએ દાંતેવાડા જિલ્લામાં સીઆઇએસએફની બસને નિશાન બનાવી અને તેને બોમથી ઉડાવી દીધી હતી. નકસલીઓ દ્વારા કરાવમાં આવેલા આ હુમલામાં એક જવાન શહિદ થયો છે અને અન્ય ત્રણ સ્થાનિક નાગરિકોના મોત થયાની પુષ્ટિ થઇ છે. આ ઉપરાંત કેટલાક લોકોને ઇજા પહોંચી છે.
ન્યૂઝ એજન્સી ANIના રિપોર્ટ અનુસાર, દાંતેવાડામાં સવારે સીઆઇએસએફની ટિમ એક મીની બસમાં બેસી આકાશ નગરની તરફ રવાના થઇ રહી હતી. તે દરમિયાન નકસલીઓએ બસ પર હુમલો કર્યો હતો.
શુક્રવારે પીએમ મોદીની રેલી
ભારતીય સેનાના જવાનોને નકસલીઓએ પીએમ મોદીની રેલીના 24 કલાક પહેલા જ નિશાન બનાવ્યા છે. જણાવી દઇએ કે શુક્રવારે પીએમ મોદી જગદલપુરમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરવાના છે. જગદલપુર દાંતેવાડા નજીકના જિલ્લાની વિધાનસભાની બેઠક છે.