કોંગ્રેસનો હાથ પકડતા જ કિર્તી આઝાદે કર્યો ચોંકાવનારો ખુલાસો, સાંસદ બનવા મચાવી હતી `લૂંટ`
ભારતીય જનતા પાર્ટી સાથે છેડો ફાડીને કોંગ્રેસ પાર્ટી જોઈન કરીને પહેલીવાર દરભંગા પહોંચેલા સાંસદ કિર્તી આઝાદનું કોંગ્રેસના કાર્યકર્તાઓએ ઉમળકાભેર સ્વાગત કર્યું.
મુકેશ કુમાર, દરભંગા: ભારતીય જનતા પાર્ટી સાથે છેડો ફાડીને કોંગ્રેસ પાર્ટી જોઈન કરીને પહેલીવાર દરભંગા પહોંચેલા સાંસદ કિર્તી આઝાદનું કોંગ્રેસના કાર્યકર્તાઓએ ઉમળકાભેર સ્વાગત કર્યું. સ્વાગત કાર્યક્રમ દરમિયાન અફરાતફરીની સ્થિતિ ઊભી થઈ હતી. સભા સ્થળ પર બનાવેલો મંચ પણ તૂટી ગયો હતો. આ દરમિયાન બિહારના કોંગ્રેસ અધ્યક્ષ મદન મોહન ઝા પણ ત્યાં હાજર હતાં. મંચ તૂટતા તમામ નેતાઓ અને કાર્યકરો જમીન પર પડ્યા હતાં. રાહતની વાત એ હતી કે તેમાં કોઈ પણ નેતાને વધુ ઈજા થઈ નહતી.
બળવાખોર બનેલી શિવસેનાએ હવે કેમ ભાજપ સાથે ગઠબંધન કર્યું? ઉદ્ધવ ઠાકરેએ કર્યો ખુલાસો
સ્વાગત કાર્યક્રમ દરમિયાન પોતાની નવી નવેલી પાર્ટીના કાર્યકરોને સંબોધતા કિર્તી આઝાદે કઈંક એવું કહ્યું કે લોકો થોડીવાર માટે તો વિચારમાં પડી ગયાં. તેમણે પત્ની પૂનમ આઝાદને કોંગ્રેસી પરિવારની પુત્રી ગણાવતા કહ્યું કે તે દોરમાં નાગેન્દ્ર બાબા (નાગેન્દ્ર ઝા) અને ડો.સાહેબ (જગન્નાથ મિશ્રા) માટે બૂથ લૂંટતા હતાં. તે સમયે તો લૂંટ મચાવવામાં આવતી હતી, પરંતુ આજના સમયમાં કોઈ ગડબડી નથી. મારા પિતા ભાગવત ઝા આઝાદ માટે પણ બૂથ લૂંટાતું હતું. 1999માં મારા માટે પણ બૂથ લૂંટાયું હતું. તે સમયે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ) નહતાં.
આ અગાઉ દરભંગા પહોંચેલા કોંગ્રેસી કાર્યકરોએ કિર્તી આઝાદનું જોરદાર સ્વાગત કર્યું. રોડ શો દરમિયાન તેમની સાથે મદન મોહન ઝા પણ હતાં. રોડ શો બાદ તેઓ દરભંગા સ્થિત કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યાં જ્યાં તેમણે કોંગ્રેસના કાર્યકર્તાઓને સંબોધન કર્યું. આ દરમિયાન તેમણે કહ્યું કે આ અમારી વાપસી છે. તેમણે પોતાને જન્મથી કોંગ્રેસી ગણાવ્યાં. આ સાથે જ તેમણે ભાજપને સૌથી મોટી સાંપ્રદાયિક પાર્ટી ગણાવી.
દિલ્હી, ઉત્તર પ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા, લોકો ઘરમાંથી બહાર નીકળ્યાં
સતત દરભંગાથી પોતાની દાવેદારી રજુ કરનારા કિર્તી આઝાદ આમ તો કોઈ પણ ભોગે દરભંગાથી ચૂંટણી લડવાની વાત કરી રહ્યાં હતાં પરંતુ કોંગ્રેસ જોઈન કરતા જ તેમના સૂર થોડા બદલાયા. તેમણે કહ્યું કે ચૂંટણી લડવાની ઇચ્છા મેં પાર્ટી હાઈકમાનને જણાવી છે. પરંતુ પાર્ટી જે પણ જવાબદારી આપશે તે જરૂર પૂરી કરીશું. આ બાજુ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ મદન મોહન ઝાએ કહ્યું કે કિર્તી આઝાદ કોંગ્રેસમાં આવતા જ કોંગ્રેસને બહુ ફાયદો થશે.