નવી દિલ્હી : ફતવાની નગરી દારુલ ઉલૂમ દેવબંધથી એક વાર ફરીથી વિચિત્ર ફતવો ઇશ્યું થયું. આ ફતવામાં લગ્નની તારીખ લાલ રંગના ખતરા પર લખવાને અયોગ્ય ગણાવ્યું છે. સાથે જ દુલ્હનને મામાની ગોદમાં ઉઠાવીને ડોલીમાં બેસાડવાની વિદાઇ રસ્મને પણ ખોટી ગણાવી છે. દારુલ ઉલુમ દેવબંધના ફતવા વિભાગથી એક યુવકે લિખિતમાં ત્રણ સવાલ કર્યા હતા. તેમાં યુવકને લગ્નની તારીખમાં લાલ શ્યાહી, મહિલાનાં પગમાં વિછી અને છલ્લે પહેરવાની સાથે સાથે  દુલ્હનની વિદાઇ મામાની ગોદમાં ઉઠાવીને ડોલીમાં બેસાડવા અંગે પુછ્યું હતું. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેના જવાબમાં દારુલ ઉલુમની ખંડપીઠે વિચાર વિમર્શ કરતા આ ફતવો બહાર પાડ્યો છે. દેવબંધી ઉલેમા મુફ્તી હય્યાન કાસમીએ જણાવ્યું કે, આ તમામ રિવાજો બિન ઇસ્લામી છે. એટલા માટે લગ્નની તારીખ લાલ રંગના પત્ર પર લખીને મોકલવું ખોટું છે. લાલ રંગ ખતરાનું પ્રતિક માનવામાં આવે છે, બીજી તરફ દુલ્હનને મામાની ગોદમાં બેસાડવી પણ બિન ઇસ્લામીક છે, જેના કારણે મુસલમાનોએ બિન ઇસ્લામીક રિવાજોથી બચવું જોઇએ. સાથે જ મહિલાઓનાં પગમાં વિછુડા પહેરવા વૈવાહિક જીવનની ઓળખ છે. 

દેવબંદી ઉલેમાઓએ આ રિવાજોને બિન ઇસ્લામિક ગણાવતા આ પ્રથાઓને છોડવાની સલાહ આપી છે. એટલું જ નહી બિન ઇસ્લામિક રિવાજનોને કરવા અને તે રિવાજોમાં સમાવેશ થવા અંગે પણ વિરોધ જણાવતા તેમણે ઇસ્લામિક વર્તુળમાં લગ્ન કરવા માટેની સલાહ આપી છે. 

મહિલાઓનાં નેલ પોલીસ લગાવવું પણ ઇસ્લામમાં હરામ
અગાઉ દારુલ ઉલૂમ દેવબંધે એક મહિલાની વિરુદ્ધ માત્ર એટલા માટે ફતવો ઇશ્યું કર્યો કારણ કે તેણે નખ પર નેલ પોલીશ લગાવી હતી. ફતવામાં કહેવામાં આવ્યું હતું કે મહિલાઓ માટે નખ કાપવા અને નેલ પોલીસ કરવી પણ હરામ છે.અત્રે ઉલ્લેખનીય છે કે મહિલાઓ ઇસ્લામ અનુસાર નખ પર મહેંદી લગાવી શકે છે.