ઝી બ્યુરો/નવી દિલ્હી: તમે યુપીમાં ઘણા પ્રકારના દહેજના કિસ્સાઓ સાંભળ્યા હશે. દહેજને કારણે ઘણા લગ્ન થતા પહેલા તૂટી ગયા, કેટલાકે બાઇક ના આપી તો લગ્ન તોડી નાખ્યા, તો કેટલાકે કાર અને ઘરેણાં ન મળવાને કારણે પુત્રવધૂને ઘરની બહાર ફેંકી દીધી. પરંતુ બારાબંકીથી દહેજનો અનોખો મામલો સામે આવ્યો છે જેણે તમામ લોકોને ચોંકાવી દીધા છે. અહીં સાસુએ વહુના જીવનમાં તબાહી મચાવી દીધી. વર પણ તેની માતા સામે કંઈ કરી શક્યો નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં આવે છે વાવાઝોડું! આગામી 7 દિવસ ક્યાં છે ધૂળની ડમરી સાથે ભારે પવનનું સંકટ?


ખરેખર, લગ્ન બાદ પુત્રવધૂ તેના સાસરે પહોંચી હતી. યુવતી પોતાની ક્ષમતા મુજબ સાસરિયાના ઘરે દાન અને દહેજ લાવી હતી, પરંતુ તે રજાઇ લાવી શકી ન હતી. આ વાતથી સાસુ નારાજ થઈ ગયા. જેના કારણે સાસુએ તેમના પુત્ર અને પુત્રવધૂને તેમના લગ્નની રાત પણ મનાવવા દીધી નહોતી. યુવતીએ આ બાબતની ફરિયાદ ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટરમાં કરી હતી. ઘટના મસૌલી પોલીસ સ્ટેશન વિસ્તારની છે.


ભાજપ બહુમતથી પણ રહેશે દૂર, યોગેન્દ્ર યાદવની ભવિષ્યવાણી : આ ગઠબંધન સરકાર બનાવશે


મળતી માહિતી મુજબ, અહીં રહેતી એક યુવતીના લગ્ન 25 ફેબ્રુઆરીના રોજ લખનૌની સરકારી હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા યુવક સાથે થયા હતા. યુવતીએ જણાવ્યું કે તેના પિતાનું નિધન થઈ ગયું છે. કોઈક રીતે માતા અને ભાઈઓએ તેના લગ્ન કરાવ્યા હતા. સ્થિતિ અનુસાર યુવતીના પરિવારજનોએ દાન અને દહેજ પણ આપ્યું. 


તાવ હતો, બીપી વધી ગયું હતું... મિર્ઝાપુરમાં ચૂંટણી ફરજ પરના 13 કર્મીઓના મોતથી હડકંપ


યુવતીનું કહેવું છે કે લગ્ન પછી જ્યારે તે તેના સાસરે પહોંચી ત્યારે તેની સાસુનું તેના પ્રત્યેનું વર્તન સારું નહોતું. સાસુએ લગ્નના પહેલા જ દિવસે પોતાનો અસલી રંગ બતાવવાનું શરૂ કર્યું. શિયાળાની ઋતુમાં તેને સુવા માટે ટેરેસ પર જવું પડતું. એ જ દિવસે તેમની સુહાગરાત હતી. ટેરેસ પર સૂતા જ્યારે સાસુએ જોયા તો તેણે પિયરથી લાવેલી રજાઈ વિશે પુછ્યું હતું.


Google Down: સર્ચ એન્જિન સહિત Googleની તમામ સેવાઓ ઠપ્પ! દોઢ કલાકમાં 1 હજારથી વધુ ફરિ


સાસુને જ્યારે ખબર પડી કે પુત્રવધુ તેના માતા-પિતાના ઘરેથી રજાઇ લાવી નથી, ત્યારે તેમનો ગુસ્સે સાતમા આસમાને પહોંચ્યો હતો અને કહ્યું હતું કે, તારી માતા અને ભાઈઓએ રજાઈ દહેજમાં આપી નથી, તેથી રજાઈ વગર સૂઈ જાવ. થોડી વાર પછી તેનો પતિ રજાઈ લઈને તેની પાસે પહોંચ્યો. સાસુને જ્યારે આ વાતની જાણ થઈ તો તે પણ તેમની વચ્ચે આવી ગઈ અને સુહાગરાત પણ મનાવવા દીધી નહોતી. બીજા દિવસથી તેનો પતિ પણ તેનાથી દૂર રહેવા લાગ્યો. આ અંગે મેં મારા સાસુને ફરિયાદ કરી તો તેમણે કહ્યું કે મારો પુત્ર હું જે કહીશ તે કરશે. લગભગ 15 દિવસ પછી યુવતી તેના ભાઈ સાથે તેના મામાના ઘરે આવી હતી.