તાવ હતો, બીપી વધી ગયું હતું... મિર્ઝાપુરમાં ચૂંટણી ફરજ પરના 13 કર્મીઓના મોતથી હડકંપ

Mirzapur Polling Workers Death News Hindi: ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં 13 ચૂંટણી કર્મચારીઓના અચાનક મોતથી હડકંપ મચી ગયો છે. ભારે ગરમીને કારણે મોત થવાના સમાચાર છે. 

તાવ હતો, બીપી વધી ગયું હતું... મિર્ઝાપુરમાં ચૂંટણી ફરજ પરના 13 કર્મીઓના મોતથી હડકંપ

મિર્ઝાપુરઃ ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં લોકસભા ચૂંટણી માટે ડ્યૂટી પર તૈનાત 13 ચૂંટણીકર્મીઓના શુક્રવારે તાવ અને હાઈ બ્લડ પ્રેશરની ફરિયાદ બાદ મેડિકલ કોલેજમાં  નિધન થયા છે. અહીં સ્થિત મેડિકલ કોલેજના આચાર્યએ આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે આ બધા કર્મીઓના મોતનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. મિર્ઝાપુર સ્થિત માં વિંદ્યવાસિની સ્વશાસી રાજ્ય ચિકિત્સા મહાવિદ્યાલયના હેડ ડો. રાજબહાદુર કમલે જણાવ્યું કે મૃતકોમાં 7 હોમગાર્ડ જવાન, ત્રણ સફાઈ કર્મચારી, તેમાં CMO ઓફિસમાં તૈનાત હોમગાર્ડ ટીમમાંથી એક ક્લાર્ક, એક કોન્સોલિડેશન ઓફિસર અને એક પટાવાળાનો સમાવેશ થાય છે.

તેમણે જણાવ્યું કે જ્યારે આ દર્દી મેડિકલ કોલેજ આવ્યા તો તેને ભારે તાવ, હાઈ બ્લડ પ્રેશર અને હાઈ સુગરની ફરિયાદ કરી હતી. પરંતુ જિલ્લા તંત્ર ઘટના સાથે જોડાયેલા અલગ આંકડા રજૂ કરી રહ્યું છે. મિર્ઝાપુરના એસપી અભિનંદન અને જિલ્લાધિકારી પ્રિયંકા નિરંજને જે જાણકારી આપી છે, તે પ્રમાણે મિર્ઝાપુરમાં ભીષણ ગરમી અને લૂને કારણે ચૂંટણી ડ્યૂટીમાં આવેલા 6 હોમગાર્ડ, 1 આરોગ્ય વિભાગનો કર્મચારી, 1 એકત્રીકરણ અધિકારી, 1 આરોગ્ય વિભાગના અધિકારીનું મોત થયું છે. આ સિવાય 15 હોમગાર્ડની ટ્રોમા સેન્ટરમાં સારવાર ચાલી રહી છે. કાલે થનાર મતદાનને લઈને વિવિધ જિલ્લામાંથી હોમગાર્ડ ચૂંટણી ડ્યૂટી માટે આવ્યા હતા. મૃતક પોલિંગ પાર્ટી રવાના થવાની જગ્યા પોલિટેક્નિક મેદાનમાં પહોંચ્યા હતા. તેના બીમાર થયા બાદ ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. 

— NBT Uttar Pradesh (@UPNBT) May 31, 2024

અખિલેશનો સરકાર પર હુમલો
સપાના અધ્યક્ષ અખિલેશ યાદવે આ મુદ્દે સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે મિર્ઝાપુરમાં પોલિંગ પાર્ટીઓના કર્મીઓના મોત ખુબ દુખદ સમાચાર છે. સરકારે પોતાનું મૌન તોડવું જોઈએ અને ગેરવહીવટના કારણે જેમના પરિવારો બરબાદ થઈ ગયા છે તેમને ભાવનાત્મક રાહત આપવા માટે આગળ આવવું જોઈએ. સરકાર 5 હોમગાર્ડ, સીએમઓ કાર્યાલયના 1 કારકુન, અને 1 સફાઈકર્મીના પરિવાર માટે તત્કાલ 5-5 કરોડનું વળતર જાહેર કરે અને જે અન્ય કર્મચારીઓ ગરમીને કારણે બીમાર પડ્યા છે, તે બધા લોકોની સારી રીતે સારવાર કરાવે.

તેમણે કહ્યું કે આ સરકારમાં કર્મચારીઓના જીવનનું કોઈ મહત્વ નથી. વેતન પંચની ભલામણો મુજબ ન તો તેમને સમયસર પગાર મળી રહ્યો છે અને ન તો જૂના પેન્શનનો લાભ મળી રહ્યો છે. કર્મચારીઓને બિનજરૂરી કામોમાં ડ્યૂટી આપી તેને તણાવગ્રસ્ત જીવન જીવવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે અને સરકારના ભ્રષ્ટાચારનું ઠીકરૂં પણ તે કર્મીઓ અને અધિકારીઓના માથા પર ફોડવામાં આવી રહ્યું છે. ઘોર નિંદનીય. નોંધનીય છે કે મિર્ઝાપુરમાં સાતમાં તબક્કામાં 1 જૂને લોકસભા ચૂંટણીમાં મતદાન થશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news