નવી દિલ્હી: સામાન્ય રીતે જોવા જઈએ તો માતા પિતા પોતાના બાળકો માટે જીવનસાથીની શોધ કરતા હોય છે. પરંતુ અહીં તો ઉલટી ગંગા વહી રહી છે. એક પુત્રી સોશિયલ મીડિયામાં તેની માતા માટે વરરાજા શોધી રહી છે. બદલતા સમાજની આ નવી તસવીર  જોવા મળી રહી છે. પુત્રીએ તેની માતા માટે વર શોધતી એક પોસ્ટ ટ્વીટર પર શેર કરી છે અને આ ટ્વીટ ઝડપથી વાઈરલ થઈ રહી છે. પુત્રી પાસે માતા માટે લગ્નના પ્રસ્તાવ પણ આવી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાષ્ટ્ર: દિગ્ગજ નેતાએ કહ્યું- 'અમારી પાસે 170 MLAનું સમર્થન, આગામી CM શિવસેનાનો જ બનશે'


આસ્થા વર્મા નામની આ યુવતીએ ટ્વીટર પર પોતાની અને તેની માતાની તસવીર શેર કરતા કેપ્શન લખી છે જેમાં કહ્યું છે કે મારી માતા માટે 50 વર્ષની આસપાસની ઉંમર વાળા વ્યક્તિની શોધ છે. તે શાકાહારી હોય, દારૂ ન પીતો હોય અને સારી રીતે સેટલ હોય. 


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...