અંડરવર્લ્ડ ડોન દાઉદ અને આતંકવાદી સંગઠન લશ્કર વચ્ચે બેઠક, ભારત વિરૂદ્ધ રચી રહ્યા છે કાવતરું
અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ (Dawood Ibrahim) અને આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (Lashkar-e-Taiba) વચ્ચે ઇસ્લામાબાદ (Islamabad)માં બેઠક થઇ છે.
નવી દિલ્હી: અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ (Dawood Ibrahim) અને આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (Lashkar-e-Taiba) વચ્ચે ઇસ્લામાબાદ (Islamabad)માં બેઠક થઇ છે. સૂત્રોના હવાલેથી મળતી માહિતી અનુસાર બંને વચ્ચે બેઠક રવિવારે સાંજે થઇ હતી. સૂત્રોનું કહેવું છે કે દાઉદ ઇબ્રાહિમ અને લશ્કર-એ-તૈયબા મળીને ભારતમાં આતંકવાદી હુમલાની યોજના બનાવી રહ્યા છે. ISI આતંકના આકાઓ સાથે મળીને કોરોના કાળમાં ભારતમાં અશાંતિ ફેલાવવા માંગે છે.
સૂત્રોનું માનીએ તો પાકિસ્તાન દાઉદ અને આતંકવાદી સંગઠન લશ્કરની મદદથી ભારતમાં આતંક ફેલાવવાનું કાવતરું રચી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે તેના માટે લશ્કરે દાઉદ ઇબ્રાહીમ સાથે હાથ મિલાવ્યો છે. સૂત્રોએ જણાવ્યું કે દાઉદ રવિવારે ઇસ્લામાબાદમાં પોતાના ફાર્મહાઉસ પર સ્પોટ કરવામાં આવ્યો હતો.
સૂત્રોનું કહેવું છે કે ડોન લશ્કરના નેતાઓ સાથે મુલાકાત માટે પાકિસ્તાનની જાસૂસ એજન્સી, ઇન્ટર-સર્વિસ ઇંટેલિજેન્સ (ISI) એક ટીમ સાથે ગયો હતો. બીજી તરફ રક્ષા મંત્રી રાજનાથ સિંહે દેશના દુશ્મનોને કડક સંદેશ આપતાં કહ્યું કે દેશની સેના તમામ દુશ્મનોને ખત કરવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે નેશનલ ટેક્નોલોજી દિવસના અવસરે આ વાત કહી.
રક્ષા મંત્રીએ કહ્યું કે 22 વર્ષ પહેલાં આજના દિવસે જ પોખરણ બોમ્બ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ અવસર પર રાજનાથ સિંહે કહ્યું કે હું દેશવાસીઓને આશ્વસ્ત કરવા માંગુ છું કે રક્ષા મંત્રાલય રાષ્ટ્રના તમામ દુશ્મનોને નષ્ટ કરવા માટે પ્રતિબદ્ધ છે. ભલે તે સીમાઓ પર દેખાનાર દુશ્મન હોય અથવા કોરોના વાયરસ જેવા અદ્વશ્ય દુશ્મન હોય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube