Dawood Ibrahim: અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના નીકટના સાથીએ કર્યો મોટો દાવો, જાણો શું કહ્યું?
Dawood Ibrahim Karachi News: દાઉદ ઈબ્રાહિમ વિશે અનેક વાતો સોશિયલ મીડિયા પર વહેતી થઈ છે કે તેને ઝેર અપાયું છે અને તેની હાલત ગંભીર છે, તે હોસ્પિટલમાં દાખલ છે. પરંતુ હવે દાઉદના એક નીકટના સાથી છોટા શકીલે મોટો દાવો કર્યો છે.
Dawood Ibrahim Karachi News: દાઉદ ઈબ્રાહિમ વિશે અનેક વાતો સોશિયલ મીડિયા પર વહેતી થઈ છે કે તેને ઝેર અપાયું છે અને તેની હાલત ગંભીર છે, તે હોસ્પિટલમાં દાખલ છે. પરંતુ હવે દાઉદના એક નીકટના સાથી છોટા શકીલે દાવો કર્યો છે કે ભાઈના મોતની ખબર એક અફવા છે, તેનો કોઈ આધાર નથી. ભારત જ નહીં પરંતુ પાકિસ્તાનના સોશિયલ મીડિયા પર એવા સમાચાર વહેતા થયા હતા કે દાઉદને કોઈએ ઝેર આપ્યું છે. અનેક પાકિસ્તાની પત્રકારોએ ટ્વીટ કરવાનું શરૂ કરી દીધુ હતું જેના કારણે આ અટકળોને બળ મળ્યું. હવે શકીલે TOI સાથે વાતચીતમાં આ ખબરને અફવા ગણાવી છે. ભાગેડુ અંડરવર્લ્ડ ડોન હાલ આઈએસઆઈનો એસેટ બની ચૂક્યો છે. આવામાં છોટા શકીલે કહ્યું કે મજાક કરવાના ઈરાદે સમયાંતરે આવી અફવાઓ ફેલાવવામાં આવતી હોય છે.
જ્યારે હું પાકિસ્તાનમાં મળ્યો તો...
પાકિસ્તાનમાં રવિવારે રાતે ઈન્ટરનેટ બંધ થવા લાગ્યું તો લોકો અફવાઓને સાચી માનવા લાગ્યા. હાલ શકીલ જ ડી કંપનીનું ગ્લોબલ ઓપરેશન ધ્યાન રાખે છે. તેણે દાવો કર્યો કે જ્યારે પાકિસ્તાનમાં તે મળ્યો ત્યારે 'ભાઈ' બિલકુલ ઠીક હતા.
ISI નો મહેમાન છે દાઉદ
ટીઓઆઈના રિપોર્ટ મુજબ ઈન્ટેલિજન્સના સૂત્રોએ પણ એવી સંભાવનાથી ઈન્કાર કર્યો છે કે દાઉદ ઈબ્રાહિમને કોઈએ ઝેર આપ્યું છે. તેનું મોટું કારણ એ છે કે દાઉદ લાંબા સમયથી પાકિસ્તાની એજન્સીઓના મહેમાનની જેમ કડક સુરક્ષા ઘેરામાં રહે છે. તેના પોતાના વફાદર માણસો તેને સિક્યુરિટી આપે છે. ISI માટે તે એક એસેટ જેવો છે કારણ કે પાકિસ્તાની એજન્સી તેને ભારત વિરુદ્ધ જેહાદી આતંકના હથિયાર તરીકે જુએ છે. આઈએસઆઈ દાઉદની બરાબર દેખરેખ રાખે છે. કારણ કે હાલ તે અમેરિકાના પણ રડાર પર છે.
બની શકે કે હોસ્પિટલ ગયો હોય
જો કે એ વાતથી ઈન્કાર કરી શકાય નહીં કે હાલમાં એક મિલેટ્રી બેસ પર તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હોય. હાલ પાકિસ્તાનમાં ભારતના અનેક દુશ્મનોનો કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા ખાતમો થઈ રહ્યો છે. સૂત્રોનું માનવું છે કે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી એ વાતને લઈને ચિંતિત છે કે 2024ની લોકસભા ચૂંટણી પહેલા તેની કોઈ એસેટને 'હિટ' કરવામાં આવી શકે છે.
દાઉદની હેલ્થની સાથે સાથે પાકિસ્તાનમાં એ પણ દાવો કરવામાં આવ્યો હતો કે પાકિસ્તાની ક્રિકેટ લેજન્ડ જાવેદ મિયાંદાદને હાઉસ અરેસ્ટ કરવામાં આવ્યો છે. તે પણ અંડરવર્લ્ડ ડોનનો નીકટનો છે. 1993ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટના માસ્ટરમાઈન્ડ દાઉદને પાકિસ્તાને શરણ આપી રાખી છે પંરતુ તે પોતાની ધરતી પર છે તેનો તો નનૈયો જ ભણ્યા કરે છે. ભારતીય ઈન્ટેલિજન્સ એજન્સીનું માનવું છે કે શકીલ પણ કરાચીના ક્લિફ્ટન એરિયામાં છે પરંતુ પાકિસ્તાન ના પાડતું રહે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube