અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના ભાઈ ઇકબાલ કાસકરની મુંબઈ NCB એ કરી ધરપકડ
એનસીબીએ ડ્રગ્સ મામલામાં પ્રોડક્શન વોરંટ પર ઇકબાલ કાસકરની કસ્ટડી લીધી છે.
મુંબઈઃ અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના ભાઈ ઇકબાલ કાસકરની મુંબઈ નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) એ બુધવારે ધરપકડ કરી છે. ડ્રગ્સ મામલામાં પ્રોડક્શન વોરંટ પર ઇકબાલ કાસકરની કસ્ટડી લીધી છે. હાલમાં એનસીબીએ ચરસના બે કન્સાઇનમેન્ટ ઝડપ્યા હતા, જેને પંજાબના લોકો કાશ્મીરથી મુંબઈ બાઇકમાં લાવતા હતા. આ મામલામાં આશરે 25 કિલો ચરસ ઝડપવામાં આવ્યું હતું.
આ મામલામાં આગળની તપાસ દરમિયાન એનસીબીને અન્ડરવર્લ્ડના તાર મળ્યા. આ કારણે અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના ભાઈ ઇકબાલ કાસકરની કસ્ટડી એનસીબીએ લીધી છે. ઇકબાલને એનસીબી ઓફિસ લઈ જવામાં આવશે. ઘટનાની તપાસ દરમિયાન એનસીબીને ટેરર ફન્ડિંગ અને ડ્રગ્સની સપ્લાય માટે અન્ડરવર્લ્ડ કનેક્શન સાથે જોડાયેલા મહત્વના પૂરાવા મળ્યા હતા.
આ પણ વાંચોઃ Allopathy vs Ayurveda: સુપ્રીમ કોર્ટ પહોંચ્યા બાબા રામદેવ, બધા કેસ દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ
તેના આધાર પર એનસીબીએ મુંબઈમાં અનેક જગ્યાએ દરોડા પાડ્યા હતા. ધરપકડ કરાયેલા આરોપીઓ અને ચરસની સપ્લાયનું કનેક્શન દાઉદ ઇબ્રાહિમના ભાઈ ઇકબાલ કાસકરનું સામે આવ્યું જેના આધારે ઠાણે જેલમાં બંધ ઇકબાલ કાસકરના એનસીબીએ રિમાન્ડ લીધા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube