મુંબઇ : નારાજ સહયોગી પાર્ટી શિવસેનાને મનાવવાના પ્રયાસ હેઠળ ભાજપ અધ્યક્ષ અમિત શાહની ઉધ્ધવ ઠાકરે સાથેની મુલાકાતના એક દિવસ બાદ શિવસેના પ્રમુખે રાજકીય ખળભળાટ મચાવી દેનારૂ નિવેદન કર્યું છે. તેમણે કહ્યું કે, હાલમાં જે કંઇ પણ થઇ રહ્યું છે એ બધું એક નાટક છે. મુંબઇ પાસે પાલઘરમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરતાં ઉધ્ધવ ઠાકરેએ કહ્યું કે, બંધ બારણે યોજાયેલી એ બેઠક તરફ ઇશારો કરતાં કહ્યું કે, જે થઇ રહ્યું છે એ તમામ નાટક છે. અહીં નોંધનિય છે કે, પાલઘર લોકસભા બેઠક માટે તાજેતરમાં યોજાયેલ પેટા ચૂંટણીમાં શિવસેના ઉમેદવારની ભાજપના ઉમેદવાર સામે હાર થઇ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઠાકરેએ દાવો કર્યો છે કે, હારનો સામનો કરનાર શિવસેના ઉમેદવાર શ્રીનિવાસ વાનગાએ ભાજપને ડરાવી દીધા હતા. બુધવારે ભાજપના સુત્રોએ અમિત શાહ અને ઉધ્ધવ ઠાકરે વચ્ચેની બેઠકને સફળ ગણાવી હતી. પરંતુ શિવસેનાના નેતા સંજય રાઉતે આ અટકળોનો અંત લાવતાં કહ્યું હતું કે, શિવસેના એકલા હાથે ચૂંટણી લડશે


તો બીજી તરફ અમિત શાહ અને ઉધ્ધવ ઠાકરે વચ્ચેની બેઠક બાદ બંને પાર્ટી વચ્ચેનો ખટરાગ ઓછો ન થયો હોવાનો સંકેત આપતાં શિવસેનાએ ભાર આપતાં આગામી ચૂંટણીમાં શિવસેના એકલા હાથે ચૂંટણી લડશે અને ભાજપ આ નિર્ણયમાં ફેરફાર કરાવી શકે એમ ન હોવાનું કહ્યું હતું. 


શિવસેના નેતા સંજય રાઉતે 7મી જૂને કહ્યું કે, પાર્ટી પ્રમુખ દ્વારા લેવાયેલ કોઇ નિર્ણય અન્ય કોઇ પાર્ટીના અધ્યક્ષ દ્વારા ન બદલી શકાય. માત્ર શિવસેના કે ઉધ્ધવ ઠાકરે જ પાર્ટી અંગે કોઇ નિર્ણય કરી શકે છે. તેમણે ઉલ્લેખ કર્યો કે, પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની જાન્યુઆરીમાં યોજાયેલી બેઠકમાં ઉધ્ધવ ઠાકરેએ જાહેરાત કરી હતી કે પાર્ટી આગામી તમામ ચૂંટણીમાં ભાજપ સાથે ગઠબંધન કર્યા વગર ચૂંટણી લડશે.


દેશના વધુ ન્યૂઝ જાણવા માટે અહીં ક્લિક કરો...