ખુશખબરી! ભારતમાં કોરોનાની રસીના બીજા-ત્રીજા તબક્કાના હ્યૂમન ટ્રાયલને મળી મંજૂરી
કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડીયન મેડિસીન (DGCI) ઓક્સફોર્ડ યૂનિવર્સિટી દ્વારા વિકસિત કોરોના વાયરસ (Coronavirus)ની રસીને દેશમાં બીજા અને તબક્કાના હ્યૂમન ટ્રાયલ માટે સીરમ ઇંસ્ટીટ્યૂટ ઓફ ઇન્ડીયા (SII)ને મંજૂરી આપવામાં આવી છે.
નવી દિલ્હી: કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડીયન મેડિસીન (DGCI) ઓક્સફોર્ડ યૂનિવર્સિટી દ્વારા વિકસિત કોરોના વાયરસ (Coronavirus)ની રસીને દેશમાં બીજા અને તબક્કાના હ્યૂમન ટ્રાયલ માટે સીરમ ઇંસ્ટીટ્યૂટ ઓફ ઇન્ડીયા (SII)ને મંજૂરી આપવામાં આવી છે.
સરકારી અધિકારીઓએ જણાવ્યું કે સીરમ ઇંસ્ટીટ્યૂટ ઓફ ઇન્ડીયાને આ મંજૂરી કંટ્રોલર જનરલ ઓફ મેડિસિન ડો. વીજી. સોમાનીએ રવિવારે મોડી રાત્રે આપી હતી. આ પહેલાં તેમણે પહેલા6 કોવિડ 19ના વિષય વિશેષજ્ઞ સમિતિ (SEC) ની અનુશંસાઓ પર ગહન ચર્ચા કરી.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે કંપનીને ત્રીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલથી પહેલાં સુરક્ષા સંબંધી ડેટા કેન્દ્રીય સીડીએસસીઓ પાસે જમા કરાવવું પડશે જેનું મૂલ્યાંકન ડેટા સુરક્ષા દેખરેખ બોર્ડ (DSMB) એ કર્યું છે.
તેમણે જાણકારી આપી છે કે આ શોધની રૂપરેખા અનુસાર શોધમાં સામેલ દરેક વ્યક્તિને ચાર અઠવાડિયાની અંદર બે ડોઝ આપવામાં આવશે. એટલે કે પહેલાં ડોઝના 29મા દિવસે બીજો ડોઝ આપવામાં આવશે. ત્યારબાદ નક્કી અંતરાલ પર સુરક્ષા અને પ્રતિરક્ષાજનત્વનું આકલન થશે.
અધિકરીઓએ જણાવ્યું કે સીડીએસસીઓએ વિશેષજ્ઞ પેનલને પહેલા અને બીજા તબક્કાના પરીક્ષણમાંથી મળેલા ડેટા પર ગહન ચર્ચા વિચારણા કર્યા બાદ 'કોવિશિલ્ડ' ભારતમાં સ્વસ્થ્ય વયસ્કો પર બીજા અને ત્રીજા તબક્કાના પરીક્ષણને મંજૂરી મળી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર