નવી દિલ્હી; કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ રવિવારે જણાવ્યું હતું કે DCGI એ ભારતમાં સિંગલ-ડોઝ સ્પુતનિક લાઇટ COVID-19 રસી માટે ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપી છે. તેમણે ટ્વીટ કર્યું કે દેશમાં આ 9મી કોવિડ રસી છે. આ મહામારી વિરૂદ્ધ દેશની સામૂહિક લડાઈને વધુ મજબૂત બનાવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પહેલાં ભારતની સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) ની નિષ્ણાત પેનલે એન્ટી-કોવિડ-19 રસી 'સ્પુતનિક લાઇટ'ના સીમિત ઇમરજન્સી ઉપયોગની ભલામણ કરી હતી. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે આ સૂચન વિવિધ નિયમનકારી જોગવાઈઓની શરતો હેઠળ કરવામાં આવ્યું છે. સ્પુતનિક લાઇટ સ્પુતનિક-V ના 'કમ્પોનેંટ-1 ની માફક છે.


હૈદરાબાદની આ દવા કંપનીએ 'સ્પુતનિક V'ના ક્લિનિકલ ટ્રાયલ કરવા અને ભારતમાં તેના વિતરણ માટે રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (RDIF) સાથે સપ્ટેમ્બર 2020 માં કરાર કર્યો હતો. 


ગયા વર્ષે એપ્રિલમાં કંપનીને ઇમરજન્સીની સ્થિતિમાં સીમિત ઉપયોગ માટે સ્પુતનિક રસી આયાત કરવા માટે DCGI પાસેથી પરવાનગી મળી હતી.


ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ અનુસાર, સ્પુતનિક લાઇટને આર્જેન્ટિના અને રશિયા સહિત 29 દેશોમાં માન્યતા આપવામાં આવી છે. આ ભલામણને અંતિમ મંજૂરી માટે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)ને મોકલવામાં આવી છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube