હૈદરાબાદ: હૈદરાબાદ (Hyderabad)માં એક મહિલા વેટેનરી ડોક્ટરના ગેંગરેપ અને હત્યા (Hyderabad gangrape)ના આરોપીઓને પોલીસે એક એન્કાઉન્ટર (encounter)માં ઠાર માર્યા છે. પોલીસ (police)નું કહેવું છે કે આરોપીઓએ પોલીસ પાસેથી હથિયાર છીનવીને તેમના પર ફાયરિંગ કર્યું હતું અને પોલીસે આત્મરક્ષામાં જવાબી ગોળીબારી કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડીસીપી શમશાબાદ પ્રકાશ રેડ્ડીએ કહ્યું, સાઇબરાબાદ પોલીસે આરોપીઓને ક્રાઇમ સ્પોટ પર ઘટનાઓના રિકંસ્ટ્રક્શન માટે લઇને ગઇ હતી. આરોપીઓએ પોલીસ પાસે હથિયાર છીનવી લીધા અને પોલીસ પર ફાયરિંગ કર્યું હતું.રેડ્ડીએ કહ્યું કે પોલીસે આત્મરક્ષામાં જવાબી ફાયરિંગ કર્યું જેમાં આરોપીને મોતને ભેટ્યા હતા. 

Hyderabad rape case; હૈદરાબાદ ગેંગરેપ મર્ડરના ચારેય આરોપીનું એન્કાઉન્ટર, પીડિતાના પિતાએ કહ્યું, 'પોલીસનો આભાર'


ગેંગરેપ અને મર્ડરના તમામ આરોપીને એન્કાઉન્ટરમાં ઠાર માર્યા હતા. આરોપીઓને ત્યારે ઠાર મારવામાં આવ્યા, જ્યારે તેમણે હૈદરાબાદથી લગભગ 50 કિલોમીટર દૂર શાદનગરની પાસે ચટનપલ્લીથી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. 


ચારેય આરોપીને  તે સ્થળે મુઠભેડમાં ઠાર મારવામાં આવ્યા જ્યાં તેમણે 27 નવેમ્બરની રાત્રે પીડિતા સાથે હૈદરાબાદના બહારી વિસ્તાર શમશાબાદ પાસે સામૂહિક બળાત્કાર ગુજારી અને તેમની હત્યા કર્યા બાદ તેની લાશને સળગાવીને ફેંકી દીધી હતી. 


તપાસના ભાગરૂપે ક્રાઇમ સીન રિક્રિએટ કરવા માટે આરોપીઓને ઘટનાસ્થળે લઇ જવામાં આવ્યા હતા, જ્યાં આરોપીએ ભાગવાનો પ્રયત્ન કર્યો ત્યારબાદ પોલીસે તેમને મુઠભેડમાં ઠાર માર્યા હતા. યુવા ડોક્ટર સાથે થયેલી દર્દનાક ઘટના બાદ દેશભરમાં ગુસાની લહેર જોવા મળી હતી અને અપરાધીઓને તાત્કાલિક મોતની સજા આપવાની માંગ કરી હતી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube