ફાયરિંગ

ગાંધીનગરના સામ્રાજ્ય ફાર્મહાઉસમાં કરોડપતિ મિત્રો વચ્ચે ખેલાયો ખૂની ખેલ, ફાયરિંગ કરી મિત્રને ઉડાવી દીધો

ગાંધીનગર (gandhinagar) સરગાસણમાં એક ફાર્મહાઉસમાં ચાલી રહેલી દારૂની પાર્ટી દરમિયાન થયેલ ફાયરિંગ (firing) માં એકનું મોત નિપજ્યુ છે. ફાર્મ હાઉસમાં મિત્રએ જ ફાયરિંગ કરી મિત્રની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. દારૂ પીતા સમયે બંને વચ્ચે થયેલી માથાકૂટ બાદ મિત્રએ ગોળી ચલાવી હતી. 

Sep 18, 2021, 04:04 PM IST

અમરેલીનો 'બાપ' કાઠી દરબાર બોલું, 10 લાખ રૂપિયા આપવાં પડશે: પોલીસે જેલમાં ખંડણી આપી!

પેટ્રોલપંપ માલિકને ધમકી આપી એસપી નિર્લિપ્ત રાયને પણ ના ગાંઠતો  હોવાનો દાવો કરનારો ખંડણીખોર અંતે બિલાડી બની ગયો. પેટ્રોલપંપ માલિકની ફરિયાદ બાદ આ ફરાર ખંડણીખોરને પોલીસે દબોચી લીધો છે. અમરેલી પોલીસ જાપ્તામાં નીચી મૂંડી રાખીને બેઠેલો આ જ શખ્સ છે  છત્રપાલસિંહ વાળા. લાઠીરોડ પરના પેટ્રોલ પંપને આ ખંડણીખોર પોતાની  ઓળખ આપી ધમકી આપી રહ્યો છે અને 10 લાખની ખંડણી ન આપે તો ફાયરિંગ કરવાની ધમકી આપી હતી.

Jun 12, 2021, 10:04 PM IST

સુરેન્દ્રનગરના માલવણ હાઈવે પર ફિલ્મી સ્ટાઈલમાં ફાયરિંગ, પોલીસે બૂટલેગરનો કર્યો પીછો

  • રાત્રે પોણા દસ વાગ્યાની આસપાસ સ્વીફ્ટ કારમાં દારૂ લઈ જવાતો હતો, ત્યારે પોલીસે ગાડીને રોકવાનો પ્રયાસ કર્યો હતો

Nov 13, 2020, 04:52 PM IST

અમદાવાદ : ઠક્કરનગરમાં ધોળા દિવસે અશોક ગોસ્વામી નામના વ્યક્તિ પર ગૌરવ ચૌહાણનું ફાયરિંગ

શહેરમાં જતા દિવસે ગુનેગારો બેફામ બની રહ્યા છે. લોકોમાં પોલીસનો ડર ધીરે ધીરે ખતમ થઇ રહ્યો હોય તે પ્રકારની ઘટનાઓ છાશવારે બને છે. પોલીસ અને કાયદો તથા વ્યવસ્થા જાણે બેઅસર બની રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. શહેરનાં નારોલ નરોડા હાઇવે પર ઠક્કરબાપા નગર વિસ્તારમાં ધોળા દિવસે ફાયરિંગની ઘટના બની છે. સિદ્ધિ સેલ્સ નામની એક દુકાન પર ગાડીમાં આવેલા ચાર વ્યક્તિઓ દ્વારા અશોક ગોસ્વામી નામના શખ્સ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ફાયરિંગ બાદ તમામ આરોપીઓ ગાડીમાં નાસી છુટ્યા હતા.

Nov 1, 2020, 06:34 PM IST

સગીરાએ છેડતીનો વિરોધ કર્યો તો 3 બદમાશોએ ઘરમાં ઘૂસીને તેને ગોળી મારી

યુપીમાં મહિલાઓની સુરક્ષા માટે યોગી સરકાર તમામ પ્રકારની કાર્યવાહી કરી રહી છે. તેમ છતાં પ્રદેશના બદમાશોને જાણે પોલીસનો કોઈ ખોફ રહ્યો નથી. આ તાજેતરની ઘટના ફિરોઝાબાદની છે. જ્યાં એક વિદ્યાર્થીનીને 3 બદમાશોએ ઘરમાં ઘૂસીને ગોળી મારી હત્યા કરી દીધી છે. આ ત્રણેય બદમાશો તેની સ્કૂલથી આવતા-જતાં છેડતી કરતા હતા. શુક્રવાર સાંજે જ્યારે વિદ્યાર્થીનીએ બદમાશોની અભદ્રતાનો જવાબ આપ્યો તો મોડી રાતે ઘરમાં ઘૂસીને ત્રણેય બદમાશોએ વિદ્યાર્થીની હત્યા કરી.

Oct 24, 2020, 02:39 PM IST

સુરતમાં વધુ એક લોહિયાળ બનાવ, ડીંડોલીના રાકેશ પર બે શખ્સનો જીવલેણ હુમલો

ક્રાઇમ સિટી સુરતના લિંબાયતમાં વધુ એક લોહિયાળ ઘટના સામે આવી છે. ડીંડોલીના રાકેશ વાઘમારે નામના બુટલેગર ઉપર લિંબાયત ચોક વિસ્તારમાં જીવલેણ હુમલો કરાયો છે. અંગત અદાવતમાં રાહેશને ચપ્પુના ઘા ઝીંકતા ગંભીર રીતે ઘવાયો છે

Sep 19, 2020, 09:01 AM IST

કોરોનામાં નોકરી છૂટી ગઇ તો થઇ ગયું દેવું, ટેક્સટાઇલ એન્જીનિયરે દેવું ઉતારવા ઘડ્યો લૂંટનો પ્લાન

જવેલર્સ નિખિલ અને મહેશ પર ફાયરિંગ કરી સોનાની 27 ચેઇન કિંમત રૂપિયા 27.46 લાખની લૂંટ ચલાવી 3 આરોપી બાઈક પર લિક રોડ તરફ જ્યારે એક હવામા ફાયરિંગ કરતા મહમદપુરાથી દહેજ તરફ નાસી છૂટ્યો હતો. 

Sep 10, 2020, 08:49 PM IST

ભરૂચ: જ્વેલરી શોપમાં ઘૂસ્યા 4 લૂંટારા, ભરબપોરે ફાયરિંગ કરતા ફિલ્મ દ્વશ્યો સર્જાયા

ભરૂચ શહેરના હાર્દસમાં પાંચબત્તી વિસ્તારમાં સોમવારે ભર બપોરે ૨ મોટરસાયકલ પર આવેલા ૪ જેટલા અજાણ્યા શખ્સો એ અંબિકા જ્વેલર્સમાં ઘુસી ફાયરિંગ કરતા 2 વ્યક્તિને ઇજા પહોંચી છે.

Sep 7, 2020, 11:32 PM IST

વિચિત્ર કિસ્સો, બાળકીને પગમાં દુખાવો ઉપડ્યો ત્યારે ખબર પડી કે કૂતરુ નથી કરડ્યું, પણ બંદૂકની ગોળી વાગી છે

ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના સાગવાડી ગામનો દિલ દહેલાવતી ઘટના પ્રકાશમાં આવી છે, સાગવાડી ગામની પાંચ વર્ષની બાળા ના પગમાં થી બુલેટ મળી આવી

Aug 27, 2020, 08:16 AM IST

White House ની બહાર ફાયરિંગ, ડોનાલ્ડ ટ્રમ્પે અધવચ્ચે છોડવી પડી બ્રિફિંગ 

વ્હાઈટ હાઉસની બહાર ફાયરિંગની ઘટના ઘટી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પત્રકારો સાથે વાતચીતમાં આ વાતની જાણકારી પણ આપી. તેમણે જણાવ્યું કે વ્હાઈટ હાઉસની  બહાર ફાયરિંગની સૂચના મળી છે. જો કે સ્થિતિ હવે નિયંત્રણમાં છે. સિક્રેટ સર્વિસના અધિકારીઓએ તરત જ કાર્યવાહી કરી જેનાથી ફાયરિંગ કરનાર વ્યક્તિને કાબૂમાં કરાયો. તેમણે કહ્યું કે ફાયરિંગ કરનારા વ્યક્તિને ગોળી વાગી છે. તેને હોસ્પિટલ લઈ જવાયો છે. ફાયરિંગની જાણ થતા જ ડોનાલ્ડ ટ્રમ્પને તરત જ સુરક્ષિત સ્થળે ખસેડાયા હતાં. ટ્રમ્પે સિક્રેટ સર્વિસના અધિકારીઓનો તેમની કાર્યવાહી માટે આભાર પણ માન્યો. ફાયરિંગની ઘટના ઘટી ત્યારે ટ્રમ્પ વ્હાઈટ હાઉસની અંદર પ્રેસ બ્રિફિંગ કરી રહ્યાં હતાં. 

Aug 11, 2020, 07:25 AM IST

પૈસાની લેતી-દેતી મામલે દેશી તમંચાથી ફાયરિંગ, એક યુવકને ઈજા, આરોપીની ધરપકડ

ભરૂચના જંબુસર બાયપાસ બ્રિજ નીચે મંગળવારે ગુનાહિત ભૂતકાળ ધરાવતા માથાભારે મિત્રો વચ્ચે નાણાકીય લેવડદેવડના મુદ્દે ઝઘડો થયા બાદ એક શખ્સે ધોળા દિવસે દેશી તમંચાથી ફાયરિંગ કરતા બીજાને કમરના ભાગે ગોળી વાગી હતી.

Jul 29, 2020, 04:56 PM IST

પત્રકાર વિક્રમ જોશીનું સારવાર દરમિયાન મોત, ગાઝિયાબાદમાં પુત્રીઓ સામે જ બદમાશોએ માથામાં મારી હતી ગોળી

ગાઝિયાબાદના પત્રકાર વિક્રમ જોશી (Vikram Joshii) નું આજે સવારે સારવાર દરમિયાન મૃત્યુ થયું. પત્રકાર જોશી પર સોમવારે બદમાશોએ જીવલેણ હુમલો કર્યો હતો. આ કેસમાં પોલીસે મુખ્ય આરોપી રવિ સહિત 9 લોકોની ધરપકડ કરી છે. પ્રતાપ વિહાર ચોકી ઈન્ચાર્જ રાઘવેન્દ્ર પર કોઈ કાર્યવાહી ન કરવા બદલ સસ્પેન્ડ પણ કરવામાં આવ્યાં છે. 

Jul 22, 2020, 07:41 AM IST

નેપાળ સીમા પર પોલીસનું ફરી ફાયરિંગ, એક ભારતીયની સ્થિતી ગંભીર

ભારત અને નેપાળની વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે નેપાળે ફાયરિંગની ઘટના સામે આવી છે. ભારત-નેપાળ સીમા પર એકવાર ફરીથીનેપાળ તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘટનામાં એક ભારતીય યુવક પણ ઘાયલ થઇ ચુક્યા છે. જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ઘાયલ યુવકની હાલત ગંભીર છે. 

Jul 20, 2020, 12:26 AM IST

J&K: સોપોરમાં CRPFની પેટ્રોલિંગ પાર્ટી પર આતંકી હુમલામાં જવાન શહીદ અને 3 ઘાયલ

જમ્મુ અને કાશ્મીરના સોપોરમાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ની પેટ્રોલિંગ પાર્ટી પર આતંકી હુમલો થયો છે. આ હુમલામાં સીઆરપીએફનો એક જવાન શહીદ થયો છે જ્યારે એક નાગરિકનું મોત થયું છે. આ ઉપરાંત 3 જવાન ઘાયલ થયા છે. કહેવાય છે કે આતંકીઓએ ઘાત લગાવીને પેટ્રોલિંગ પાર્ટી પર હુમલો કર્યો. 

Jul 1, 2020, 08:36 AM IST

લિવ ઇન પાર્ટનરે મેસેજનો જવાબ ન આપતા યુવકે નશો કરી કર્યું ફાયરિંગ, યુવતીના માતાને વાગી ગોળી

શહેરના મણિનગર વિસ્તારમાં પોતાના માતા-પિતા સાથે રહેલી એક યુવતીનો આજે જન્મદિવસ હતો. ત્યારે તેને લિવ ઇનમાં રહેતા આશિષ દેસાઈએ મેસેજ કર્યો હતો. પરંતુ તેણે જવાબ ન આપતા આશિષ ગુસ્સે ભરાયો અને નશો કરીને યુવતીના ઘરે પહોંચ્યો હતો. 

Jun 17, 2020, 04:23 PM IST

J&K: પુલવામા એન્કાઉન્ટરમાં IED એક્સપર્ટ વલીદ ભાઇ સહિત 3 આતંકવાદી ઠાર માર્યા

સુરક્ષાબળોને કાશ્મીરમાં મોટી સફળતા મળી છે. થોડા દિવસો પહેલાં સુરક્ષાબળોએ IED દ્વારા કરવામાં આવી રહેલા એક કાર બ્લાસ્ટને નિષ્ફળ બનાવ્યો હતો, એન્કાઉન્ટરમાં તેનો માસ્ટરમાઇન્ડ વલીદ ભાઇ મોતને ભેટ્યો છે.

Jun 3, 2020, 11:58 AM IST

J&K: પુલવામામાં જૈશના 3 આતંકવાદી ઠાર માર્યા, મધરાતથી ચાલી રહ્યું હતું ઓપરેશન

સાઉથ કાશ્મીરમાં પુલવામા (Pulwama) જિલ્લામાં કંગન વાનપોરા વિસ્તારમાં સુરક્ષાબળોએ જૈશ એ મોહમંદ (Jaish e Mohammad)ના 3 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. મધરાતથી સુરક્ષાબળો અને આતંકવદીઓ વચ્ચે મુઠભેડ ચાલી રહી હતી.

Jun 3, 2020, 11:17 AM IST