Swati Maliwal: તમને યકીન ના આવે વિગતો સામે આવી છે. DCWના વડા સ્વાતિ માલીવાલે તેના પિતા પર બાળપણમાં તેની સાથે દુર્વ્યવહાર કરવાનો આરોપ લગાવ્યો છે અને પોતાની આપવિતી સંભળાવી છે.  સ્વાતિએ ખુલાસો કર્યો છે કે જ્યારે પિતા ઘરે આવતા ત્યારે હું ડરીને બેડ નીચે સંતાઈ જતી. પિતા ઘરમાં ખૂબ મારતા અને દિવાલ પર માથું અથડાવતા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે શનિવારે એક સનસનીખેજ દાવો કર્યો છે. તેમણે પોતાના પિતા પર શોષણનો આરોપ લગાવ્યો છે. સ્વાતિએ કહ્યું- જ્યારે હું નાની હતી ત્યારે મારા પિતા મારું શોષણ કરતા હતા. તે મને ખૂબ મારતા હતા, જેથી એ ઘરે આવે ત્યારે ડરના માર્યા હું પલંગ નીચે સંતાઈ જતી હતી. હું બહુ નાની હતી. ઘણી વખત હું પલંગની નીચે સંતાઈને  સ્ત્રીઓને અધિકારો કેવી રીતે મળે એની આખી રાત પ્લાનિંગ કરતી હતી. એ સમયે જ મેં નક્કી કરી લીધું હતું કે, છોકરીઓ અને મહિલાઓનું શોષણ કરનારાઓને પાઠ ભણાવશે.


આ પણ વાંચો: રાત-દિવસ AC વાપરશો તો પણ લાઇટ બિલ ઓછું આવે તો? તથાસ્તુ!!!! બસ આટલું કરો
આ પણ વાંચો: AC Side Effects: વધુ પડતો AC નો ઉપયોગ આપશે આ 4 ખતરનાક બિમારીઓને આમંત્રણ
આ પણ વાંચો:
 Basi Roti face pack: હેં....વાસી રોટલીનો ફેસપેક? સાંભળીને ચોંકી ગયા, જાણો ફાયદા


સ્વાતિએ આગળ કહ્યું- મને હજુ પણ યાદ છે. જ્યારે તેઓ મને મારવા આવતા ત્યારે મારા વાળ પકડી લેતા અને મારું માથું દિવાલ પર જોરથી અથડાવતા હતા. જેના કારણે તેને ઈજા થતી અને લોહી વહેતું રહેતું. ખૂબ જ દર્દ થતું હતું. પરંતુ હું માનું છું કે જ્યારે કોઈ વ્યક્તિ ઘણા અત્યાચારો સહન કરે છે ત્યારે જ તે બીજાની પીડા સમજી શકે છે. ત્યારે જ તેની અંદર આવી આગ જાગે છે, જેના કારણે તે આખી સિસ્ટમને હલાવી દે છે. કદાચ મારી સાથે પણ એવું જ થયું છે અને અમારા બધા એવોર્ડ મેળવનારાઓની પણ એક જ વાર્તા છે.


આ પણ વાંચો: આ બાબતોને કારણે પત્નીના ઈશારા પર નાચે છે પતિ, જીવનભર બની જાય છે જોરુનો ગુલામ
આ પણ વાંચો: Viral Video: કપલના બેડરૂમનો VIDEO ભૂલથી વાયરલ થયો અને પછી...

આ પણ વાંચો: સુહાગરાતની Reels બાદ હવે સુહાગરાતનો આખેઆખો આલ્બમ વાયરલ
આ પણ વાંચો: Electric Bill: AC સાથે પંખો ચલાવવાથી લાઇટબિલ ઓછું આવે છે? ખૂબ ઓછા લોકો જાણે છે જવાબ


સ્વાતિ માલીવાલ દિલ્હી મહિલા આયોગ (DCW)ના અધ્યક્ષ છે. 2021માં સ્વાતિને સતત ત્રીજી વખત DCWની જવાબદારી સોંપવામાં આવી હતી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હી મહિલા આયોગની વર્તમાન ટીમને બીજી ટર્મ આપવાના નિર્ણયને મંજૂરી આપી હતી. સ્વાતિ 2015 થી સતત દિલ્હી મહિલા આયોગના વડા છે.


આ પણ વાંચો: ધોરણ 12મા પછી સ્ટોક માર્કેટમાં બનાવો શાનદાર કરિયર, આ કોર્સ કરાવશે લાખોની કમાણી
આ પણ વાંચો:  અડધો કલાક પાણીમાં ડૂબ્યા પછી પણ ચાલશે આ ફોનના શ્વાસ, ખરીદી કરવા લોકોની પડાપડી
આ પણ વાંચો:  Personal Blogging દ્વારા કરવા માગો છો લાખોની કમાણી તો આ સરળ Tips ફોલો કરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube