નવી દિલ્હી/નોઇડા: ગાજિયાબાદમાં સૂટકેસમાં બંધ મહિલાની લાશ મળી આવતા ચકસાર મચી ગયા બાદ પોલીસે સોમવારે દાવો કર્યો હતો કે તેમને આ મામલમાં એક પતિ-પત્નીની ધરપકડ કર્યા બાદ મોતના પાછળનું કારણ સામે આવ્યું હતું. ગૌતમહબુદ્ધ નગરના વરિષ્ટ પોલીસ અધીકારી અજયપાલ શર્માએ જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા દંપતિની ઓળખ સૌરભ દિવાકર અને ઋતૃના રૂપમાં થઇ છે. આ બંને તે જ બિલ્ડિંગમાં ભાડેથી રહે છે, જ્યાં મૃતક મહિલા રહેતી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે જણાવ્યું હતું કે ગત ગુરૂવારના માલાના ઘરે કેટલાક સંબધીઓ આવ્યા હતા. પીડિતાના લગ્ન થોડા દિવસ પહેલા જ થયા હતા. માલાએ તેમના સંબધીઓને પોતાના દાગીના અને મોહંગા કપડા બતાવ્યા હતા, જેના પર આરોપી ઋતૃની લાલચી નજર પડી હતી. આ કપડા અને દાગીના મેળવવા માચે ઋતૃએ તેના પતિ સૌરભ સાથે મળીને માલાની હત્યા કરી હતી.


ગ્રેટર નોઇડાના બિસરખ સ્ટેશન વિસ્તારમાં શનિવારે એક લાપતા મહિલાની હત્યા કરાયેલી લાશ સૂટકેસમાં બંધ કરી ગાજિયાબાદ જિલ્લામાં ઇંદિરાપુરમની પાસે કનાવલી નાળામાં ફેંકી દીધી હતી. જાણ થતા પહોંચ્યા પરિવારજનોએ મૃતદેહની ઓળક કરી હતી. મહિલાએ ગત વર્ષે પ્રેમ લગ્ન કર્યા હતા.


મૃતકના એક સંબધીએ જણાવ્યું હતું કે જે સૂટકેસમાં લાશ મળી તે માલાના લગ્નમાં આપી હતી. તમને જણાવી દઇએ કે 24 વર્ષની એક ગર્ભવતી મહિલાની બોડી સૂટકેસમાંથી મળી હતી. તે ગ્રેટક નોઇડામાં તેના ઘરથી રવિવારથી ગુમ થઇ ગઇ હતી. ગાજિયાબાદના ઇંદિરાપુરમમાં મહિલાની બોડી એક નાળામાં સૂટકેસમાં પડી મળી હતી. માલાના પરિવારે તેના પતિ અને સાસરીયા પર દહેજ માટે હત્યા કર્યોનો આરોપ લગાવ્યો હતો. પોલીસે આ મામલે 5 લોકોની સામે કેસ દાખલ કર્યો હતો.


નવેમ્બર 2017માં માલાએ સેલ્સમેન શિવમની સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. બંનેની મુલાકાત ફેસબુક પર થઇ હતી. પતિ-પત્ની વિસરખમાં રહેતા હતા. માલા બાળકોનું ટ્યૂશન કરતી હતી. મહિલાના પરિવારવાળા તેના ગુમ થયાની ફરિયાદ કરી હતી.