પ્રશંસાની ચાસણીમાં ઓગળી ન જતી હોય એવી પ્રજાતિના લોકો લગભગ લુપ્ત થવાની તૈયારીમાં છે. વખાણ કરનારાઓ પોતાના 'કૌશલ'માં એટલા નિષ્ણાંત થઈ ગયા છે કે તેમને અટકાવવા માટે આકરું અનુશાસન તેમજ દિલ-દિમાગ પર નિયંત્રણ હોવું જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રશંસા અને ચમચાગીરીમાં એકદમ પાતળી ભેદરેખા હોય છે. ખુલ્લા દિલથી કરાયેલી પ્રશંસા એક પ્રકારની પ્રેરણા છે જ્યારે ચમચાગીરી એ પ્રશંસાનો વિકૃત ભાવ છે. ચમચાગીરી એટલે કથિત લક્ષ્ય સાધવા માટે આંતરિક રીતે તૈયાર કરાયેલો એક પ્રકારનો મનોભાવ જે ભવિષ્યમાં મનોવિકારમાં બદલાઈ જાય છે. ઘણા લોકો ખાસ વ્યક્તિનું સાનિધ્ય મેળવવા અને લાભ પ્રાપ્ત કરવા માટે પોતાની સંપૂર્ણ શક્તિ તેમજ સમજવાની અને વિચારવાની ક્ષમતાને ધીરેધીરે ગુમાવી બેસે છે કારણ કે તેમણે કેટલાક ખાસ લોકોને ખુશ કરવાના હોય છે. 


માનવતા અને સ્નેહની ઉણપને કારણે આપણે એકબીજા પાસેથી માત્ર વખાણ સાંભળવા માગીએ છીએ. સમાજ ટીકા અને કડવી હકીકતોથી દૂર પ્રશંસાની પાલખી પર સવાર છે જેના કારણે ફાયદો તો નથી થતું પણ જિંદગીને સૌથી વધારે નુકસાન થાય છે. 


ડિયર જિંદગી: પોતાના હિસ્સાના સુખની પસંદગી કરતા...


આ વિચારધારાને કારણે આપણે પસંદ ન પડે એવી વસ્તુઓમાં અટવાઈને અપેક્ષાના વિષચક્રમાં ધકેલાઈ જઈએ છે. માનસિક રીતે આપણે ડરેલા રહીએ છીએ કે આપણી વાતો ક્યાંક એ લોકોને કડવી ન લાગી જાય જે અતિપ્રિય અને શક્તિશાળી છે. 


‘સોશિયલ’ મીડિયાના આગમન પછી આપણે ખાસ અપરિચીતો માટે કડવી વાતો કરવાનું શરૂ કરી દીધું છે. પૂર્વગ્રહથી પ્રેરિત તેમજ પ્રશંસાની ચાસણીમાં ડુબાવેલી વાતોની આસપાસ આપણી આશાનો વેલો વધી રહ્યો છે. 


ડિયર જિંદગી : ‘ઉદ્દેશહીન’ યાત્રાનું સૌંદર્ય !


પ્રશંસા પર લખવાના વિચાર દરમિયાન એક રસપ્રદ વાર્તા મળી છે જે માત્ર એક મિનિટમાં જાણી શકાય છે. વાર્તાનું નામ છે, ‘કીર્તિ-રક્ષા’. વાર્તા કંઈક આવી છે...


વાત ગયા જન્મ છે. એ સમયે હું સંસારના એક સાહસી દેશનો લોકપ્રિય યોદ્ધા હતો. મારા દેશવાસીઓને મારા પર ગર્વ હતો. દેશ માટે હું નાયક હતો અને તેમને મારું અભિમાન હતું. દેશવાસી પોતાના વીરોની પ્રશંસા કરવા માટે સદૈવ ઉત્સુક રહેતા હતા. શહીદી પછી તેમણે મારી ભવ્ય પ્રતિમા બનાવવાનો નિશ્ચય કર્યો. મૃત્યુ પછી સ્વર્ગ પહોંચ્યા બાદ મેં એક દેવદૂત પાસે ઇચ્છા વ્યક્ત કરી કે હું જોવા ઇચ્છું છું કે મૃત્યુ પછી લોકો મને કેવી રીતે યાદ કરે છે અને મારા પ્રત્યે શ્રદ્ધાની કેવી લહેર છે. 


ડિયર જિંદગી: બુદ્ધિમાંથી 'બહાર' આવવાની જરૂર


દેવદૂતે મને કહ્યું કે , ‘તમે સંસારના અનેક જન્મોમાં ભારે પ્રતિષ્ઠા મેળવી છે. ચાલો તમારી પહેલી પ્રતિમાની મલાકાત લઈએ.’  તે મને ઉજ્જડ જંગલમાં કચરાના ઢગલા પાસે આવેલા સુકાયેલા કૂવા પાસે લઈ ગયો. અહી પોતાનું વાહન રોકીને દેવદૂતે મને અંદર જોવાનું કહ્યું અને કહ્યું, ‘ જો આ કૂવામાં માટી વચ્ચે વાંસનો બે હાથ ઉંચો જે સ્તંભ દેખાય છે એ તમારો કીર્તિ સ્તંભ છે. એ જન્મમાં તમે કુવાના રહેતા દેડકાઓના રાજા હતા અને તમારા સન્માનમાં તેમણે વિશાળ સ્તંભ તૈયાર કર્યો હતો.’


ડિયર જિંદગી : દીકરીને દીકરા જેવી કહેવી એનું અપમાન છે !


દેવમિત્રની મદદથી મને મળેલી માહિતી પ્રમાણે કૂવામાં જેટલા સભ્ય રહેતા હતા એમાંથી જે કૂવાની અંદર સૌથી ઉંચો કૂદકો મારી શકતો હતો એ દેડકાને રાજા તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. આ રાજાના સન્માનમાં કૂવામાં રહેલી સૌથી મૂલ્યવાન ધાતુ વાંસનો સ્તંભ તૈયાર કરવામાં આવ્યો હતો. 


મેં મિત્રને તરત પરત ફરવાની વિનંતી કરી. સ્વર્ગથી પૃથ્વી પર જન્મ લીધા પછી પણ મને આ ઘટના યાદ છે. આ કારણે જ્યારે પણ મારા કે મારા કોઈ સ્વજનના સન્માન કે પ્રતિમાની લોકો વાત કરે છે કે હું તરત સાવધાન થઈ જાઉં છું. 


વાર્તા પુરી...


આ વાર્તાનો નાયક વખાણ, સન્માન કે કીર્તિ સ્તંભનો ઉલ્લેખ થતા જ સતર્ક થઈ જાય છે અને તમે! તમારી સાથે પણ આવું થાય તો આ વાર્તાને એકવાર જરૂર યાદ કરી લેજો.


કદાચ, કંઈ મદદ થઈ જાશે. 


તમામ લેખ વાંચવા માટે ક્લિક કરો : डियर जिंदगी


(લેખક ઝી ન્યૂઝમાં ડિજિટલ એડિટર છે)


(https://twitter.com/dayashankarmi)


(તમારા સવાલો અને સૂચનો જણાવો ઇનબોક્સમાં : https://www.facebook.com/dayashankar.mishra.54)