દયાશંકર મિશ્રા: ઘરની પાસે એક મોટા શોપિંગ મોલમાં પરિચિત મળ્યા. પરિવારની સાથે ખરીદી કરી રહ્યા હતા. તેમનો પુત્ર, જે લગભગ પંદર વર્ષનો હશે, એવી વસ્તુ માટે જીદ કરી રહ્યો હતો જે ચોક્કસપણે તેમની ક્ષમતા બહાર હોવાની સાથે તેમના માટે ઉપયોગી પણ ન હતી. તેમણે તેને સમજાવવાના ખૂબ પ્રયત્નો બાદ તેને અપાવવાનો નિર્ણય કર્યો. પુત્રનો તર્ક હતો, તેના મિત્ર પાસે આ 'ગેમ' છે. તેની પાસે ન હોવાની તેને શર્મિંદગી અનુભવે છે. મિત્રો પણ ચિડાવે છે. જ્યારે તે પુત્રને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, તેમની પત્નીએ પુત્રનો પક્ષ લેતાં કહ્યું કે સાચું તો કહી રહ્યો છે. બોનસ પણ તો આવ્યું છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડિયર જિંદગી : જે મારા ઘરે ક્યારેય નહીં આવે...


મને જોઇને ભાભીજીએ વાતને સંભાળતાં ધીમેથી કહ્યું કે એક જ પુત્ર છે, તેમછતાં ક્યારેક-ક્યારેક આ સમજતા નથી. 


થોડા દિવસો પછી!


પાર્કિંગમાં...

ડિયર જિંદગી: તેના 'જેવું' કઈ હોતું નથી!


તે જ સજ્જનની કારની નિયમિત સફાઇ કરનારે તેમને કહ્યું, 'આ મહિને સફાઇના ત્રણસો પચાસ રૂપિયા એડવાન્સમાં આપી દેજો. દિવાળી છે, બાળકો જીદ કરી બેઠા છે. એટલા માટે આ મહિને એડવાન્સ ની માટે અરજી કરી રહ્યો છું. 


તેમણે ઉપદેશના દ્વષ્ટિકોણ, કડક અંદાજમાં કહ્યું, એડવાન્સ તો મુશ્કેલ છે. અમારા ત્યાં પણ તો દિવાળી છે. અને હા જેટલી ચાદર હોય એટલા જ પગ ફેલાવવા જોઇએ!


માંગનાર સાહેબનું મોઢું જોતો રહી ગયો. તેણે જેમ-જેમ ગાડીને સાફ કરી. ગાડી સાફ કરવાના કપડાંને પાણી વડે સાફ કર્યું. બીજી ગાડી તરફ ગયો. તેનું કપડું સુકું અને સાફ હતું. પરંતુ આંખોમાં ભીનાશ હતી! 


સંયોગવશ હું બંને વખત તેમની પાસે હતો. હું કંઇપણ ન કહી શક્યો, કહેવાનો અધિકાર પણ ન હતો, પરંતુ હું એક જ વ્યક્તિના બે રૂપ જોઇ રહ્યો હતો.

ડિયર જિંદગી : આંસુની શરણમાં જાપાન !


તમે તમારા બાળકની જીદ પુરી કરો તેમાં કંઇ ખોટું નથી. આ બધાનો પોત-પોતાનો ફેંસલો છે. પરંતુ બીજાના ભાગનું અજવાળું જો ફક્ત ત્રણસો પચાસ રૂપિયામાં આવી શકો છો. તે અજવાળાને મોટું કરવામાં પોતાની ભૂમિકા ભજવી શકો છો. તો મારી સલાહ છે કે આપણે આમ કરવું જોઇએ. 


પોતાના ભાગની ખુશીને પ્રાપ્ત કરવી સ્વાભાવિક છે. તેમાં 'ચાર ચાંદ' ત્યારે લાગે છે, જ્યારે તમે પોતાની ખુશીનો ખ્યાલ રાખવાની સાથે બીજાના અજવાળાને થોડું મોટું કરવામાં પોતાની ભૂમિકા ભજવો છો. 


હું થોડો આશ્વર્યમાં પડી ગયો હતો. કેવી રીતે આપણી વિચારધારા બદલાઇ જાય છે. કેટલી જલદી અંતર કરી લઇએ છીએ. પોતાની, બીજાની જરૂરિયાતોમાં, ત્યારબાદ તેને યોગ્ય ગણાવવા માટે એવા-એવા તર્ક રચી લો છો, જેનો કોઇ તોડ નથી. 


કેવી રીતે તમારા બાળકની જીદ, ફાલતૂ ગણીએ છીએ અને પૂરી પણ કરી લઇએ છીએ. બીજી તરફ પોતાના એવા સહયોગી, જીંદગી સરળ કરનારાઓની એવી વાતો કહી જાય છે, જેના વડે ના ફક્ત તેમનું દિલ દુભાય છે, પરંતુ અજાણતાં આપણે એક કઠોર, રૂઢિચુસ્ત અને હિંસક દુનિયા રચવાના સહભાગી બની જઇએ છીએ. 


પોતાના તહેવારમાં આપણે કેટલાક એવા રંગ ભરવાનો પ્રયત્ન કરવો જોઇએ, જેથી બીજાના ભાગની ખુશીઓ, અજવાળુ પણ વધે. તેમની અમાવસ પણ રોશન થઇ શકે. તેનાથી જ દુનિયા સંભવ છે, જે આપણે આપણી નજીક ઇચ્છીએ છીએ.


તમામ લેખો વાંચવા માટે કરો ક્લિક - ડિયર જિંદગી


ઇમેલ : dayashankar.mishra@zeemedia.esselgroup.com 


સરનામું :  
ડિયર જિંદગી (દયાશંકર મિશ્રા)
Zee Media,
વાસ્મે હાઉસ, પ્લોટ નં. 4, 
સેક્ટર 16 A, ફિલ્મ સિટી, નોઇડા (યુપી) 


(લેખક ઝી ન્યૂઝના ડિજિટલ એડિટર છે)


(https://twitter.com/dayashankarmi)


તમારા સવાલ અને સૂચનો ઇનબોક્સમાં જણાવો : 


(https://www.facebook.com/dayashankar.mishra.54)