જો તમે મને એ ત્રણ વસ્તુઓનું નામ જણાવવાનું કહો જેની મને છેલ્લા દસ વર્ષમાં ભારે કમી અનુભવાઈ હોય તો મારો જવાબ હશે ; ‘આનંદ, ઉલ્લા, રોમાંચ!’. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક રીતે જોઈએ તો આપણા એ સમયમાં જીવી રહ્યા છીએ જ્યાં ટેકનોલોજી રોજ નવું સ્વરૂપ લઈને આવે છે. આપણા મનમાં શું ચાલી રહ્યું છે. આપણે કેવી અનુભૂતિ કરી રહ્યા છીએ. આ વિશે આપણે આગળ શું કરવાના છીએ, આપણે શું કરવું જોઈએ, મશીન આ તમામ વસ્તુની માહિતી આપવાની દિશામાં આગળ વધી રહી છે. સ્માર્ટફોને આપણને ત્રણ મિત્રો આનંદ, ઉલ્લાસ તેમજ રોમાંચને આપણાથી દૂર કરી દીધા છે. આનાથી આપણી નિંદર, સંવેદના અને સુખ સૌથી વધારે બેચેન થયા છે! 


ડિયર જિંદગી: ખુશાલીના સપના અને 'રણ'!


આનંદ, ઉલ્લાસ અને રોમાંચ જીવનના મૌલિક અંગ છે. આના વગર જિંદગીનો રસ સુકાવા લાગે છે. હવે આપણે આની તરફ વધી રહ્યા છે. તમારી આસપાસ ધ્યાનથી જુઓ. એ સાથીઓને જુઓ જે તમારી સાથે જિંદગીના રસ્તા પર ચાલી નીકળ્યા છે, તમારી જાતને પણ. આ પછી જાણવાનો પ્રયાસ કરો કે કોણ ક્યાં અટક્યું છે. આપણી જીવન પ્રત્યે શું વિચારધારા હતી અને એ પછી આપણે શું બની ગયા ! 


જિંદગીના વળાંક પર આપણએ જીવનના મૌલિક તેમજ મુખ્ય ગુણ આનંદ, ઉલ્લાસ અને રોમાંચથી દૂર થતા જઈએ છીએ. આ વાતને સરળ ઉદાહરણથી સમજીએ...


ડિયર જિંદગી : પિતાનો પત્ર


આનંદ જીવનનું સૌથી સરળ તત્વ છે. આ આજીવિકા પછી મળનારું સુખ છે જે આપણી ધમનીઓમાં વહેતા રક્તનો સંચાર યોગ્ય રીતે કરવાથી માંડીને આપણામાં નવી ઉર્જા ભરવાનું કામ બહુ સારી રીતે કરે છે. 


જીવનનો આનંદ દરેક વ્યક્તિ માટે અલગ-અલગ છે અને અલગઅલગ વસ્તુઓમાંથી મળે છે. કોઈ વ્યક્તિ માટે આનંદ છે રોકટોક વગર પુસ્તક અને છાપાંની દુનિયામાં ડુબી જવાની સ્થિતિ તો કોઈને દિવસરાત મિત્રો સાથે રહેવાથી આનંદ મળે છે. કોઈ માટે ભજન આનંદ છે તો કોઈ માટે કુમાર ગંધર્વ તેમજ ભીમસેન જોશીથી મોટો કોઈ આનંદ નથી. 


ટેકનોલોજી અને ઇન્ટરનેટે આપણા માટે આનંદ માણવાનું સરળ કરી દીધું છે, પણ સ્માર્ટફોને આ આનંદમાં ઘાત લગાવી દીધી છે. આપણે આનંદમાં સુખી થવાની જગ્યાએ ટેકનોલોજીમાં અટવાઈ ગયા છીએ.


ડિયર જિંદગી: અટકેલી આત્મહત્યાનો કિસ્સો!


ઉલ્લાસ. આ વિશે વાત કરું તો હું એવી જગ્યાનો હિસ્સો છું જ્યાં પચાસથી વધારે લોકો એકસાથે કામ કરે છે. આ પરિસ્થિતિમાં હું મુશ્કેલીથી માંડ 20 લોકોમાં ઉલ્લાસની હાજરી અનુભવી શકું છું જ્યારે બાકીના લોકો લગભગ એક જેવી પરિસ્થિતિમાં કામ કરી રહ્યા છે. કેટલાક ખાસ લોકો ઉલ્લાસ બીજા સાથે વહેંચે છે તો કેટલાક એને પોતાની જાતમાં દબાવી રાખે છે અને અંતે ભુલી જાય છે. એક જ કામ વર્ષો સુધી બીબાંઢાળ રીતે કરવાથી મગજ અને શરીરને એની આદત થઈ જાય છે પણ એમાં નવીનતા ન હોવાના કારણે ઉલ્લાસ ઓછો થઈ જાય છે. 


આપણે ખુશ થવાના અવસર શોધવાના ચક્કરમાં નાના-નાના પ્રસંગ ગુમાવતા જઈએ છીએ. પ્રસન્નતના અવસર ગુમાવવો એ  હકીકતમાં કમાયેલી મિલકત ગુમાવવા જેટલું જ દુખદાયી છે.


આ રીતે ખર્ચ કરતા રહેવાથી બચન નથી થઈ શકતી. ખુશ રહેવાનો અવસર ગુમાવવાથી આપણે ઉલ્લાસથી દૂર થતા જાય છે, દરરોજ ! 


અંતમાં રોમાંચ. નવા પડકારોનો સામનો કરવો. એનો સ્વીકાર કરવો. પોતાના માટે પડકાર ઉભો કરવો. મારા માટે રોમાંચનો અર્થઆ જ છે. આનાથી કંઈ ઓછું નહીં અને કંઈ વધારે નહીં. આપણામાંથી કેટલાક લોકો રોમાંચને બહુ ઉપરછલ્લી રીતે સમજીએ છીએ. આપણા માટે રોમાંચ એટલે એવું કામ જે બીજા કરવાની હિંમત ન કરે. બરફના ઠંડા પાણીમાં નહાવાનું અને ઉંચાઈથી છલાંગ લગાવવાનું. કંઈ એવું કરવાનું જે બીજા ન કરી શકે પણ મારા માટે રોમાંચ એકદમ અંગત અને વ્યક્તિગત વિષય છે. 


આનંદ, ઉલ્લાસ અને રોમાંચ આપણા ઘનિષ્ઠ મિત્રો છે. આ મિત્રો ઇન્ટરનેટ, સ્માર્ટફોન તેમજ જીવનની દોડાદોડીમાં રિસાઈ ગયા છે પણ એટલા નહીં કે આપણને મળી પણ ન શકે. બસ એક ઇમાનદાર પ્રયાસ કરવો જોઈએ પોતાની જાતને સમજવાનો, ઓળખવાનો અને બચાવવાનો ! 


તમામ લેખો વાંચવા માટે કરો ક્લિક - ડિયર જિંદગી


ઇમેલ : dayashankar.mishra@zeemedia.esselgroup.com 


સરનામું :  
ડિયર જિંદગી (દયાશંકર મિશ્રા)
Zee Media,
વાસ્મે હાઉસ, પ્લોટ નં. 4, 
સેક્ટર 16 A, ફિલ્મ સિટી, નોઇડા (યુપી) 


(લેખક ઝી ન્યૂઝના ડિજિટલ એડિટર છે)


(https://twitter.com/dayashankarmi)


તમારા સવાલ અને સૂચનો ઇનબોક્સમાં જણાવો : 
(https://www.facebook.com/dayashankar.mishra.54)