આપણે ભારતીય ટેકનોલોજી અને વિજ્ઞાનના ક્ષેત્રમાં જાપાનનું નામ જપીને જ મોટા થયા છીએ. ક્યારેય આપણે એકબીજા પર રોફ જમાવવા માટે ગર્વપૂર્વક ‘મેજ ઇન જાપાન’ની વસ્તુઓનું પ્રદર્શનકરતા હતા. જાપાનમાં બનેલી વસ્તુઓનો ક્રેઝ એટલો બધો હતો કે અસલી અને નકલી એમ તમામ વસ્તુઓ પર જાપાનનો માર્કો લાગી ગયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડિયર જિંદગી : એકલતાની ‘ઇમરજન્સી’


આપણે અનેક વર્ષોથી સાંભળતા આવીએ છીએ કે જાપાન ટેકનોલોજી અને વિજ્ઞાનના મામલામાં બહુ આગળ છીએ. ત્યાંના સમાજે વિજ્ઞાનના ઉપયોગથી પોતાને હંમેશા અમેરિકા અને યુરોપની સમકક્ષ રાખવામાં સફળતા મેળવી છે. આ સાથે જ જાપાને પોતાના કડવા અનુભવથી પરમાણુ બોંબથી કાયમ માટે છેડો ફાડી નાખ્યો અને પોતાની શક્તિ વિજ્ઞાનના સર્જનાત્મક યોગદાન તરફ વાળી દીધી હતી. 


વિકાસ અને વિજ્ઞાનના રસ્તા પર ચાલીને જાપાનનો સમાજ એવા તબક્કામાં પહોંચી ગયો છે જ્યાં રોબો બધું જ કરી શકવાની સ્થિતિમાં આવી ગયો છે. રોબોનો ચહેરો એવો છે જેમાં સ્માઇલી તો ઉમેરી શકાય છએ પણ એમાં કદાચ આંસુનો ઉમેરો કરવાનું શક્ય નથી. જો કદાચ આંસુ નાખી પણ શકાય તો પણ ભાવના ક્યાંથી આવશે? આ એક યક્ષપ્રશ્ન છે. 


જાપાન આ આંસુના પ્રશ્નમાં અટવાઈ ગયું છે. આ તબક્કે જાપાનમાં એ વિચારનો પ્રારંભ થયો કે હાસ્ય વચ્ચે આપણા અજ્ઞાત મનમાં દુખનો જે મેલ જામી જાય છે એની સફાઈ માત્ર આંસુ જ કરી શકે છે.


ડિયર જિંદગી : ઓછા માર્ક લાવનાર બાળક !


જાપાન આ દિશામાં બહુ ઝડપથી કામ કરી રહ્યું છે. અહીં ઓફિસ, સ્કૂલ અને કોલેજમાં બધાને રોવા માટે પ્રોત્સાહિત અને નિમંત્રીત કરવામાં આવે છે. અહીં રોવાનું શીખવવા માટે ખાસ ટીચર રાખવામાં આવે છે જેને ‘ટીયર્સ ટીચર્સ’ કહેવામાં આવે છે. 


જો મનનું દુખ પ્રગાઢ બને તો એ નિરાશા બનીને મનમાં જગ્યા રોકી લે છે અને એ ધીરેધીરે ડિપ્રેશનમાં ફેરવાઈ જાય છે. જાપાનમાં રોવાનું શીખવવાના કામમાં રોકાયેલા જુંકો ઉમિહારા કહે છે કે તણાવ સાથેની લડાઈમાં આંસુ સેલ્ફ ડિફેન્સ જેવા છે અને બાકીની વાતો તેમજ ઉપચાર તો પછીની વાત છે. જોકે કટોકટીમાં સૌથી પહેલો ઉપાય તો સેલ્ફ ડિફેન્સ હોય છે અને એટલે જ જુંકોના મત પ્રમાણે રૂદન એ પાયાનો ઉપાય છે. 


ડિયર જિંદગી : કાચના સપના અને સમજની એરણ...


જાપાનમાં પાંચ વર્ષથી ટીયર્સ ટીચર તરીકે કામ કરી રહેલા હિદેફી યોશિદા કહે છે કે હસવા અને સુવા કરતા પણ વધારે ફાયદો રોવાથી થાય છે. ટીયર્સ ટીચર્સને જાપાનની સ્કૂલ અને કોલેજોની સાથેસાથે કંપનીઓમાં પણ બહુ ઝડપથી માન્યતા મળી રહી છે. જાપાનમાં પણ અત્યાર સુધી ભારતની જેમ જ તણાવ અને ડિપ્રેશનના મામલાઓમાં સંવાદની સ્થિતિ ખાસ સારી નહોતી. કંપની પોતાના કર્મચારીઓના માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ નહોતી પણ હવે આંસુઓના માધ્યમથી આના પર ધ્યાન આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે. 


અને આપણે !


આપણે ત્યાં રૂદન સહજ અભિવ્યક્તિ રહી છે. રોવાથી મન હળવું થાય છે એવું આપણે બાળપણથી સાંભળતા આવીએ છીએ. જોકે, થોડાક શહેરી બનતા જ આપણા મિજાજમાં એવી કઠોરતા ઘુસી જાય છે કે ટીવી અને મોબાઇલના સહારે આપણે હસી તો લઈએ છીએ પણ રોઈને મનનો મેલ સાફ કરવાનું ચલણ બંધ થઈ ગયું છે.


આ સંજોગમાં એકબીજા પ્રત્યે તણાવ અને ડિપ્રેશન વધ્યું છે. શું આપણે આ વખતે જાપાન પાસેથી કંઈક સમજીશું, જે સંભવત: અહીંથી જ જાપાન ગયું છે !


તમામ લેખો વાંચવા માટે કરો ક્લિક - ડિયર જિંદગી


ઇમેલ : dayashankar.mishra@zeemedia.esselgroup.com 


સરનામું :  
ડિયર જિંદગી (દયાશંકર મિશ્રા)
Zee Media,
વાસ્મે હાઉસ, પ્લોટ નં. 4, 
સેક્ટર 16 A, ફિલ્મ સિટી, નોઇડા (યુપી) 


(લેખક ઝી ન્યૂઝના ડિજિટલ એડિટર છે)


(https://twitter.com/dayashankarmi)


તમારા સવાલ અને સૂચનો ઇનબોક્સમાં જણાવો : 


(https://www.facebook.com/dayashankar.mishra.54)