ડિયર જિંદગી : શું કહેવું છે બાળકોને...!!!
બાળકોનો મુશ્કેલ સમય આવી ગયો છે. ફેબ્રુઆરીથી દેશભરમાં બાળકોની બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે. આ એક એવી ચેલેન્જ છે, જેનો સામનો કરવા માટે બાળકોને એકલા મૂકી શકાતા નથા. વાલીઓ હંમેશા પરીક્ષાનો ઉલ્લેખ થતા જ પોતાના દિવસોના પ્રેશર સાથે તેને જોડી લે છે. આપણે હંમેશા એવી વાતો સાંભળીએ છીએ છે કે, સારા નંબર વિના ભવિષ્યની કોઈ ગેરેન્ટી નથી. ગળાકાપ સ્પર્ધાના સમયમાં સારા નંબર એકમાત્ર સહારો છે. આપણે બાળકો પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા રાખીએ, તેમાં કંઈ પણ ખોટું નથી. માત્ર એ ધ્યાન રાખો કે બાળકો પોતાનું સર્વસ્વ આપ્યા છતા પણ સારા નંબર નથી લાવી શક્તા, તો આપણે તેનો સાથ આપવો જોઈએ. સમજો કે, આ આપણી પરીક્ષા હતી.
આ કંઈક એવું છે, જાણે ઘરની કોઈ કિંમતી ચીજ પપ્પાથી તૂટી જવાથી કહેવાય છે કે, થઈ ગયું. તેમાં તેમની કોઈ ભૂલ નહતી. જો આ જ કામ બાળકો પણ કરે તો તેમને ધોલધપાટ કરવામાં કોઈ પણ પાછળ નથી પડતું.
કેમ કે, બાળકો નાના હોય છે, આપણા પર નિર્ભર હોય છે. તેમની પોતાની કોઈ સ્વતંત્ર સત્તા નથી. તેથી આપણે તેમના પર કોઈ પણ આચરણ થોપવામાં સ્વતંત્ર છીએ. આ એક પ્રકારની બીમારી છે. આવો એક વિચાર આપણા ડીએનએમાં પેદા થઈ રહ્યો છે, જ્યાં બાળકોને આપણે નાગરિક સમજવાની લગભગ ના પાડી દીધી છે. આપણે જાનલેવા પરીક્ષાના સમયમાં તેમને એવી માનસિક સ્થિતિમાં એકલા છોડી દઈએ છીએ, જ્યાં તેઓ કોઈ પણ એવું પગલુ ઉઠાવી શકે છે, જેના બાદ આપણી પાસે માત્ર વસવસાના આસું જ બચે છે.
ડિયર જિંદગી : જોડીને રાખજો ‘મનના તાર’!
હું માત્ર તમારી પાસેથી એટલું જ ઈચ્છુ છું કે, બાળકોને હંમેશા સમજાવો કે તેમની સફળતામાં તમે સાથે છો. પરંતુ જો તેઓ અસફળ રહ્યા, તો બસ્સો ટકા તેમની સાથે રહેશો. હું દર વર્ષે તારી સાથે છું. આ ભરોસો જેટલો ઊંડો હશે, પરીક્ષા બાળકોને એટલી ઓછી નુકશાન કરશે.
તમે જવાહર નવોદય વિદ્યાલય (જેએનવી) વિશે સાંભળ્યું હશે. દેશભરમાં તે પ્રતિષ્ઠિત ગણાય છે. અહીં બાળકો માટે એવું વાતાવરણ હતું, જ્યાં તેમને દરેક ચેલેન્જ માટે તૈયાર કરવામાં આવતા હતા. પણ હવે ત્યાંથી ચોંકાવનારા સમાચાર આવ્યા છે કે, 2013થી લઈને 2017ની વચ્ચે જેએનવીમાં 49 બાળકોએ આત્મહત્યા કરી લીધી છે. તેમાંથી અડધા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને આદિવાસી બાળકો હતા. રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે તેના પર કેન્દ્રીય માનસ સંશાધન વિભાગ પાસેથી જવાબ માંગ્યો છે.
જ્યાં સુધી પૂરતી માહિતી સામે આવતી નથી, આ વિશે કંઈ પણ કહેવું યોગ્ય નથી. પરંતુ એટલું સરળતાથી સમજી શકાય છે કે, સારા રિઝલ્ટનું દબાણ સરકારી સ્કૂલ, સંસ્થાનો પર પણ એટલું જ વધી ગયું છે કે, તેઓ બાળકોની અસફળતા સહન કરી શક્તા નથી. તેમનો સાથ આપી શક્તા નથી.
પરીક્ષામાં નંબરના ગણિતમાં દુનિયાના કેટલાય ધુરંધર અસફળ રહ્યાં છે. દુનિયાને રહેવા, જીવવા અને પ્રેમ કરવા લાયક બનાવનારા અસલમાં તેઓ જ છે, જેમના નંબર ઓછા આવ્યા છે. જે સફળ થયા છે, તેઓએ એવો રસ્તો પસંદ કર્યો, જેમાં તેમના ઉપરાંત બીજા માટે જગ્યા જ ન હતી.
બાળકો માત્ર સ્કૂલમાં જ અસફળ થાય છે. બાળકોને સ્કૂલ પર અવલંબિત ન રાખો. તેમનું જીવન ઘડવું આપણી જવાબદારી છે, સ્કૂલની નહિ. બાળક તમારું છે, સ્કૂલનું નહિ. તેને સારી રીતે સમજવું પડશે.
ઇમેલ : dayashankar.mishra@zeemedia.esselgroup.com
સરનામું :
ડિયર જિંદગી (દયાશંકર મિશ્રા)
Zee Media,
વાસ્મે હાઉસ, પ્લોટ નં. 4,
સેક્ટર 16 A, ફિલ્મ સિટી, નોઇડા (યુપી)
(લેખક ઝી ન્યૂઝના ડિજિટલ એડિટર છે)
(https://twitter.com/dayashankarmi)
તમારા સવાલ અને સૂચનો ઇનબોક્સમાં જણાવો :
(https://www.facebook.com/dayashankar.mishra.54)