ડિયર જિંદગી: તમારો પસ્તાવો શું હશે!
અનેક લોકોને જીવનના અંત સુધી ખબર નથી હોતી કે ખુશી પણ એક પસંદગી છે. આપણે એ ન ભૂલવું જોઈએ કે ખુશી તરત મેળવવાની વસ્તુ છે. તે `અત્યારે નહીં તો ક્યારેય નહીં`ને યાદ કરએ તો જ હાંસલ કરી શકાય છે.
ડિયર જિંદગીને દરરોજ સંદેશા, સૂચનો અને પ્રતિક્રિયાઓ મળે છે. લખવા માટે વાંચકો તરફથી નિયમિતપણે સૂચનો મળતા રહે, તેનાથી વધુ સારી બીજી કોઈ વાત ન હોઈ શકે. આવો જ એક કિસ્સો અમને મધ્ય પ્રદેશના સિંગરોલીથી સુધીર રંજન ત્રિપાઠીએ મોકલ્યો છે. તેમનો આભાર વ્યક્ત કરતા અમે તેને આજના સંવાદમાં સામેલ કરી રહ્યાં છીએ. આશા છે કે તેના સૂત્ર તમારા જીવનના અર્થને શોધવામાં મદદગાર સાબિત થશે.
ઓસ્ટ્રેલિયાની બ્રોની વેયર વર્ષો સુધી એક એવા કામની શોધમાં રહી જેનાથી જીવનને કોઈ દિશા મળી શકે. પોતાના માટે આવી કોઈ નોકરી શોધવામાં તેમને મુશ્કેલી પડી રહી હતી. કારણ કે તેમની પાસે કોઈ યોગ્યતા, ટ્રેનિંગ, કે અનુભવ તો હતો જ નહીં. આ બધા વચ્ચે તેમણે એક હોસ્પિટલની 'પેલિએટિવ કેર યુનિટ'માં કામ કરવાનું શરૂ કર્યું. આ યુનિટમાં 'ટર્મિનલી ઈલ' એટલે કે છેલ્લા તબક્કાવાળા દર્દીઓને જ દાખલ કરવામાં આવતા હતાં. જેમાં જેની કોઈ દવા નથી તેવી બીમારીઓના કારણે મૃત્યુ સામે ઝઝૂમી રહેલા, અસહ્ય દર્દથી પીડાતા દર્દીઓની દવા ધીરે ધીરે ઓછી કરવામાં આવતી હોય છે. કાઉન્સિલિંગના માધ્યમથી તેમની આધ્યાત્મિક, 'ફેથ' હીલિંગ કરવામાં આવે છે, જેનાથી તેઓ શાંતિપૂર્ણ રીતે મૃત્યુ તરફ આગળ વધી શકે.
ડિયર જિંદગી : જેને હજી સુધી માફ ન કરી શક્યા હો....
બ્રોની વેયરે બ્રિટન, મિડલ ઈસ્ટમાં અનેક વર્ષો સુધી દર્દીઓનું કાઉન્સિલિંગ કરીને જાણ્યું કે મૃત્યુની સમિપ જઈ રહેલા લોકોને કોઈને કોઈ પસ્તાવો (રિગ્રેટ) જરૂર હતો. વર્ષો સુધી અનેક દર્દીઓનું કાઉન્સિલિંગ કર્યા બાદ બ્રોની વેયરે મરતા દર્દીઓના સૌથી મોટા પસ્તાવા(રિગ્રેટ)માં એક 'કોમન પેટર્ન' જોઈ. વેયર કહે છે કે 'આપણે બધા એ વાતને સ્વીકારીએ છીએ કે મરતો માણસ હંમેશા સાચુ જ બોલે છે, તેનો બોલાયેલો એક એક શબ્દ ઈપિફની (ઈશ્વરની વાણી) જેવો હોય છે.'
આ જ ધારણા પર કામ કરતા દર્દીઓના સૌથી મોટા પસ્તાવાને બ્રોની વેયરે 2009માં એક બ્લોગ તરીકે રેકોર્ડ કર્યો. બે વર્ષ બાદ તેમણે પોતાના નિષ્કર્ષને એક પુસ્તક 'ધી ટોપ ફાઈવ રિગ્રેટ્સ ઓફ ડાઈંગ (The Top Five Regrets Of The Dying)' તરીકે પ્રકાશિત કર્યું. એવું કહેવાય છે કે પુસ્તકને દસ લાખથી વધુ વાચકો મળ્યાં. તેનાથી પ્રેરિત થનારા લોકોની સંખ્યા પણ ખુબ વધુ છે.
આવો તો આપણે બ્રોની વેયરના 'પાંચ સૌથી મોટા પસ્તાવા' જાણીએ. સમજવાની કોશિશ કરીએ કે ક્યાંક આપણું જીવન પણ આવા કોઈ વળાંક ઉપર તો નથી ને. અનેકવાર ઈચ્છા ન હોવા છતાં આપણે તે રસ્તે નીકળી પડીએ છીએ, જ્યાંથી બચવાના સપનાં મનનાં ઊંડાણમાં ખુબ ઊંડે સુધી ખૂંપેલા હોય છે.
ડિયર જિંદગી: ગુસ્સાનું આત્મહત્યા તરફ વળી જવું!
1. 'કાશ હું બીજાને અનુસરીને નહીં પરંતુ મારી ઈચ્છા મુજબ જીવન જીવવાની હિંમત ભેગી કરી શક્યો હોત'. તમામ દર્દીઓ વચ્ચે આ એક સામાન્ય પસ્તાવો હતો. તેમાં એ પણ સામેલ હતું કે જ્યારે આપણે એ મહેસૂસ કરીએ છીએ કે સારું સ્વાસ્થ્ય જ આઝાદીથી જીવન જીવવાનો રસ્તો છે, ત્યાં સુધી તો તે આપણા હાથમાંથી સરી પડ્યું હોય છે.
2. 'મેં આટલી મહેનત ન કરી હોત તો.'. બ્રોનીએ જણાવ્યું કે તેમણે જેટલા પણ પુરુષોની સારવાર કરી, લગભગ તમામને આ પસ્તાવો હતો. તેમણે પોતાના સંબંધોને સમય ન આપવાની ભૂલનો સ્વીકાર કર્યો. મોટાભાગના દર્દીઓને પસ્તાવો હતો કે તેમણે પોતાના જીવનનો મોટાભાગનો સમય ઓફિસ પર ખર્ચ કર્યો. તમામે કહ્યું કે થોડી ઓછી મહેનત કરીને તેઓ પોતાના સ્વજનો માટે સમય કાઢી શકે તેમ હતાં.
3. 'કાશ... હું મારી ભાવનાઓને વ્યક્ત કરવાની હિંમત જુટાવી શક્યો હોત.' બ્રોની વેયરે જાણ્યું કે અનેક લોકોએ પોતાની ભાવનાઓનું ગળું માત્ર એટલા માટે ઘોંટી દીધુ કારણ કે શાંતિ જળવાઈ શકે. જેના પરિણામે તેમણે સામાન્ય કક્ષાનું જીવન જીવવું પડ્યું. તેઓ પોતાની વાસ્તવિક યોગ્યતા મુજબ જીવી શક્યા નહીં. આ વાતની કડવાહટ, અસંતોષના કારણે તેમને તણાવ સહિત અનેક બીમારીઓનો ભોગ બનવું પડ્યું.
ડિયર જિંદગી: ભૂતકાળનો ઓછાયો અને સંબંધો!
4. 'કાશ, હું મારા મિત્રોના સંપર્કમાં રહ્યો હોત.' બ્રોનીએ અનુભવ્યું કે મોટાભાગના લોકોને મૃત્યુની નજીક પહોંચ્યાં ત્યાં સુધી જૂની મિત્રતાના પૂરા ફાયદાઓનો વાસ્તવિક અહેસાસ થયો જ નહતો. મોટાભાગના તો પોતાના જીવનમાં એટલા ગૂંચવાઈ ગયા હતાં કે તેમની અનેક વર્ષો જૂની મિત્રતા 'ગોલ્ડન ફ્રેન્ડશિપ' તેમના હાથમાંથી નીકળી ગઈ હતી. તેમની મિત્રતાને અપેક્ષિત સમય અને ભાર ન આપવાનો ગાઢ અફસોસ હતો. દરેક વ્યક્તિ મૃત્યુ સમયે પોતાના મિત્રોને યાદ કરી રહી હતી.
5. 'કાશ, હું મારી જાતને ખુશ રાખી શક્યો હોત.' અનેક લોકોને જીવનના અંત સુધી ખબર નથી હોતી કે ખુશી પણ એક પસંદગી છે. આપણે એ ન ભૂલવું જોઈએ કે ખુશી તરત મેળવવાની વસ્તુ છે. તે 'અત્યારે નહીં તો ક્યારેય નહીં'ને યાદ કરએ તો જ હાંસલ કરી શકાય છે.
આવો, સ્વયંને, પોતાના મિત્રોને, અને તે બધાને કે જેને તમે પ્રેમ કરો છો, જેમની પરવા કરો છો, તેમના માટે સંકલ્પ લઈએ કે તેમના જીવનમાં આમાંથી એક પણ પસ્તાવો રહેવા દેશો નહીં. પસ્તાવામુક્ત જીવનની શુભકામનાઓ સાથે...
તમામ લેખો વાંચવા માટે કરો ક્લિક - ડિયર જિંદગી
ઇમેલ : dayashankar.mishra@zeemedia.esselgroup.com
સરનામું :
ડિયર જિંદગી (દયાશંકર મિશ્રા)
Zee Media,
વાસ્મે હાઉસ, પ્લોટ નં. 4,
સેક્ટર 16 A, ફિલ્મ સિટી, નોઇડા (યુપી)
(લેખક ઝી ન્યૂઝના ડિજિટલ એડિટર છે)
(https://twitter.com/dayashankarmi)
તમારા સવાલ અને સૂચનો ઇનબોક્સમાં જણાવો :