બાળકોને રેતીના મહેલ બનાવવાનું બહુ પસંદ છે. જ્યારે પણ તેઓ દરિયાકિનારે કે નદીના કિનારે હોય છે ત્યારે આ કામમાં લાગી જાય છે. તેમની એક આદત હોય છે કે જ્યારે તેઓ રેતીમાં રમીને ઉભા થાય છે કે હાથ ખંખેરીને રેતી ઝાપટી નાખે છે. તેઓ એમાં અટવાયેલા નથી રહેતા. એક કિનારાને છોડીને બીજી જગ્યાએ જતા પહેલાં તેઓ કિનારાના મોહથી પોતાની જાતને અલિપ્ત કરી નાખે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ તો એ બાળકોની વાત છે જે આપણા પર નિર્ભર છે. બીજી તરફ આપણે છીએ. આપણા મનમાં ઇચ્છા અને મોહનું જંગલ એટલું ગાઢ હોય છે કે એમાં જીવનની તમામ ઉર્જા અને શક્તિ હોમી દીધા પછી પણ વિશ્વાસપૂર્વક એ નથી કહી શકાતું કે વ્યક્તિ કઈ તરફ જઈ રહી છે. કિનારાઓ બદલવા છતાં આપણે 'રેતીના મહેલ'ની સ્મૃતિઓથી મુક્ત નથી થઈ શકતા. જો આપણામાં બાળકો જેવો વિસ્મૃતિનો ગુણ હોત તો કેટલું સારું હોત. જો આવું થાય તો આપણે પરિસ્થિતિઓમાં ક્યારેય ન અટવાઈ જાત અને સંભવ: આપણી અંદરનું 'રણ' આગળ વધતું અટકી જાત. 


ડિયર જિંદગી: જ્યારે મનગમતું ન થાય...


મનના 'રણ'ની શરૂઆત રૂક્ષતા સાથે થાય છે. સંવાદમાં કમી, સંબંધોમાં તણાવ, એકબીજા પ્રત્યે સમજદારીનો અભાવ અને સહનશીલતાની ઉણપને કારણે આ પરિસ્થિતિ ઉભી થાય છે. આપણી અંદર એટલી વધારે ‘યોજના’ આવી ગઈ છે કે જિંદગીના રસ્તામાં થોડા ચડાણ આવતા આપણે અકળાઈ જઈએ છીએ. ગ્વાલિયર જેવા શહેરમાં 16 દિવસોમાં 16 આત્મહત્યાના સમાચાર આ ભયજનક પરિસ્થિતિની અસર છે. 
    
‘ડિયર જિંદગી’ના વાચક બાલેન્દ્ર સિંહે મધ્યપ્રદેશથી પ્રકાશિત થયા મુખ્ય સમાચારપત્રનો રિપોર્ટ મોકલીને ગ્વાલિયર શહેરમાં આત્મહત્યાની વધી રહેલી ઘટનાઓ તરફ ધ્યા ખેંચ્યું છે. આ રિપોર્ટમાં શહેરના મનોચિકિત્સક કહે છે કે ગ્વાલિયર જેવા શહેરમાં પણ સંબંધોમાં તણાવ એટલો ઝડપથી વધી રહ્યો છે કે લોકો નાની-નાની વાતને 'મન' પર લઈ લે છે. એકબીજાનો સાંભળવાનો તેમજ સહન કરી લેવાનો ગુણ આપણી જીવનશૈલીમાંથી ગાયબ થઈ રહ્યો છે. 


ડિયર જિંદગી: ગુસ્સાનું આત્મહત્યા તરફ વળી જવું!


ગ્વાલિયરમાં આત્મહત્યાના જે મામલા સામે આવ્યા છે એમાં એવા પણ કેટલાક લોકો છે જે મનોચિકિત્સક પાસે પોતાની સારવાર કરાવી રહ્યા હતા. આ વાત પર આપણે સૌથી વધારે ધ્યાન આપવાની જરૂર છે. જો કોઈ વ્યક્તિ મનોચિકિત્સકના સંપર્કમાં છે પણ તેને પોતાના મિત્રો અને પરિવારજનો વચ્ચે સહજ અને સરસ વાતાવરણ નથી મળતું તો પણ તેની સમસ્યા વધી જાય છે. 


તણાવ આપણી જિંદગીનો હિસ્સો છે. જિંદગી છે તો તણાવ તો રહેશે જ. સદંતર તણાવમુક્તિ શક્ય નથી પણ હા, એને નિયંત્રિત કરવાનું શક્ય છે. 


ડિયર જિંદગી: ભૂતકાળનો ઓછાયો અને સંબંધો!


હાલના સમયમાં બેરોજગારી, પતિ-પત્ની વચ્ચે તણાવ, અણબનાવ, સંબંધોમાં રૂક્ષથા તેમજ વધારે પડતા આત્મવિશ્વાસના ચક્કરમાં બીજાના પર જોહુકમી જેવું વલણ તણાવના મોટા કારણ છે. 


અમારા એક સ્વજન દસ વર્ષથી મારા સંપર્કમાં છે. હાલમાં તેમણે મને ફોન કર્યો. તેઓ એકલા દુખી હતા કે મોબાઇલ પર પણ તેમના અવાજમાં દર્દ અને નકારાત્મક વિચારની પીડાની સ્પષ્ટ રીતે અનુભૂતિ થઈ શકતી હતી. મેં તેમને મદદ કરવાની બાંહેધરી આપીને બીજા જ દિવસે મળવાનું નક્કી કર્યું. હવે અમે બંને મળીને રસ્તો શોધી રહ્યા છીએ. 


આ સમગ્ર પ્રક્રિયામાં સમય લાગે એ સ્વાભાવિક છે પણ હું એટલું ચોક્કસપણે કહું છું કે તેમની અંદરની બેચેની થોડાઘણા અંશે ઓછી થઈ છે. તેમણે મારા પહેલાં પણ કેટલાક મિત્રો સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો પણ સંયોગવશાચત તેમણે જેનો સંપર્ક કર્યો હતો તેમની સાથે મુલાકાત શક્ય નહોતી થઈ. આ સંજોગોમાં તેમની ઉદાસી અને એકલવાયાપણું વધી ગયું. 


આ પરિસ્થિતિમાં આપણને એમ જ લાગે છે કે કોઈ કંઈ કામનું નથી અને આખી દુનિયા સ્વાર્થી થઈ છે, પણ આ વાત અધુરી છે.  હકીકતમાં આપણે કેટલીક વાર ખાસ સંબંધો, પરિવાર અને નોકરી વચ્ચે એવા અટવાઈ જઈએ છીએ કે બીજા સાથે કપાઈ જઈએ છીએ. આ સંજોગો આપણી અંદર 'રણ'ની શરૂઆત થવાનું પ્રારંભિક કારણ છે. જો થોડા સ્નેહ અને સજાગતાથી કામ લઈએ તો એ આપણી જાતને 'ખારી' બનતા અટકાવે છે. 


તમામ લેખો વાંચવા માટે કરો ક્લિક - ડિયર જિંદગી


ઇમેલ : dayashankar.mishra@zeemedia.esselgroup.com 


સરનામું :  
ડિયર જિંદગી (દયાશંકર મિશ્રા)
Zee Media,
વાસ્મે હાઉસ, પ્લોટ નં. 4, 
સેક્ટર 16 A, ફિલ્મ સિટી, નોઇડા (યુપી) 


(લેખક ઝી ન્યૂઝના ડિજિટલ એડિટર છે)
(https://twitter.com/dayashankarmi)


તમારા સવાલ અને સૂચનો ઇનબોક્સમાં જણાવો : 
(https://www.facebook.com/dayashankar.mishra.54)