મહાનગરો સહિત દેશના મોટા શહેરો જે સામાન્ય સમસ્યા સાથે લડી રહ્યા છે એનું નામ છે ‘એકલતા’. આ એકલતા શહેરીકરણ, બેરોજગારી અને સ્વાર્થી સંબંધોનું પરિણામ છે. આપણે હંમેશા બીજામાં કંઈક શોધીએ છીએ. કંઈક મેળવવાની લાલસામાં આપણે ભુલ જઈએ છીએ કે ઝાડ ફળ આપે એ પહેલાં તેને ધૈર્ય, પ્રેમ અને આત્મીયતાથી મોટું કરવું પડે છે. આપણે આપણા મનમાંથી શાંતિ અને સદભાવને બહુ કડકાઈથી બહારનો રસ્તો બતાવી દીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક પ્રકારની એકલતા એવી છે જેમાં તમને લાગે છે કે તમારી સાથે કોઈ નથી. સાથે રહેવા છતાં કંઈક અધુરું છે. સંબંધમાં રૂક્ષતા તેમજ સ્નેહાળ સ્પર્શની કમી મનને એકલવાયું અને ઉદાસ બનાવી દે છે. જે લોકો પોતાની જાતને બહુ મહત્વ આપે છે અને હંમેશા એક પ્રકારના 'ઝનુન'માં રહે છે. તેઓ પોતાના આજથી અસંતુષ્ટ છે અને આવતીકાલની ચિંતમાં ઓગળી રહ્યા છે. તેઓ પોતાની અંદર એકલતાને સ્થાન આપતા રહે છે. 


ડિયર જિંદગી: બીજાના ભાગનું 'અજવાળુ'!


બીજા પ્રકારનું એકલવાયાપણું એકદમ 'આંતરિક' છે અને એ એકદમ ખતરનાક છે. આ પ્રકારની એકલતા વ્યક્તિને બમણા વેગથી એકલતા તરફ ધકેલે છે. થોડા સમય આવેલી ફિલ્મ 'રામન રાઘવ' યાદ છે ! આમાં પોલીસ ઇન્સ્પેક્ટરનું મુખ્ય પાત્ર આ પ્રકારની એકલતાથી ગ્રસિત છે. વિક્કી કૌશલે આ ભૂમિકા બહુ સારી રીતે નિભાવી છે. 


પ્રેમવિહિન બાળપણ, ઘરેલુ હિંસા તેમજ બાળકો સાથે સહજ વ્યવહારની કમી એને એકલું કરી દે છે કે તેનું મન રાત-દિવસનો તફાવત ભુલી જાય છે. એની અંદરનો કોમળતાના 'ક' મરી જાય છે. એની નસોમાં હિંસા અને હવસ દોડવા લાગે છે. 


વિક્કી કૌશલનું પાત્ર આ ફિલ્મમાં હત્યારાનો રોલ ભજવનાર નવાઝુદ્દીન જેટલું જ ખતરનાક છે. દર્શકોનું મન નવાઝુદ્દીનમાં જ અટવાયેલું રહેછ જ્યારે સારો હત્યારો તો વિક્કી છે. 


તમે આ વાતને એ રીતે સમજી શકો છે કે પહેલા પ્રકારની એકલતાથી નવાઝનું પાત્ર ઉભું થયું છે તો બીજા પ્રકારની એકલતા વિક્કી કૌશલ જેવું પાત્ર ઘડે છે. 


આનાથી બચવાનો એકમાત્ર ઉપાય એમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધવાને છે. આપણી માનસિક બીમારીને જેમજેમ સામાન્ય માનતા જઈશું તેમતેમ એને સારવાર કરવાની દિશામાં આગળ નીકળતા જઇશું. અત્યારે તો એવી પરિસ્થિતિ છે જો તમે કોઈને મનોચિકિત્સકને દેખાડવાની સલાહ આપો તો તેના ઘરવાળા તમારા પર તુટી પડશે કે તમે મારા દીકરા\દીકરીને પાગલ સમજી રહ્યા છો? તમારી આવી હિંમત કેવી રીતે થઈ?


ડિયર જિંદગી : દિવાળીની ત્રણ કથાઓ અને બાળકો...


આપણે માનસિક બીમારીને જ્યાં સુધી ‘અસામાન્ય‍’ માનતા રહીશું ત્યાં સુધી એનો ઇલાજ નહીં કરાવી શકીએ. પહેલાં એેને અસામાન્યમાંથી સામાન્ય માનવાનું વલણ અપનાવવું પડશે. અસામાન્ય વ્યવહારથી આપણે વસ્તુઓને સામાન્ય ન કરી શકીએ. 


અમેરિકાના વોશિંગ્ટનમાં ડોક્ટર રોબર્જ ઝાર માનસિક બીમારીઓ પર અનોખો પ્રયોગ કરી રહ્યા છે. તેઓ કહે છે કે હું એવો દાવો તો નથી કરતો કે કુદરત સ્વયં બીમારીઓને ઠીક કરી લે છે પણ એટલું તો નક્કી છે કે જો તમે યોગ્ય રીતે મદદ લો તો ડિપ્રેશન અને નિરાશામાંથી સરળતાથી બહાર નીકળી શકાય છે. 


રોબર્ટ જણાવે છે કે ઝાડ-પાન અને પ્રકૃતિ સાથે સમય પસાર કરવાથી સ્ટ્રેસ હોર્મોન (કોર્ટિસોલ હોર્મોન)નું સ્તર ઘટે છે. બ્લડ પ્રેશર ઘટે છે. હૃદયના ધબકારા નિયંત્રીત થાય છે. હરિયાળી વચ્ચે સમય પસાર કરવાથી મૂડ સારો થાય છે. ડિપ્રેશન, ચિંતા તેમજ જિંદગી બેકાર હોવાની ભાવનાથી મુક્તિ મળવાની સંભાવના અનેકગણી વધી જાય છે. 


ડિયર જિંદગી : આવા ‘દીપક’ પ્રગટાવીએ…


ઇન્ટરનેશનલ જર્નલ ઓફ એન્વાર્યમેન્ટ પબ્લિક હેલ્થ, 2017માં પ્રકાશિત રિપોર્ટમાં પણ  આ તારણોની પુષ્ટિ કરવામા આવી છે. આ રિપોર્ટ મનુષ્ય તેમજ પ્રાણીઓ પર કરવામાં આવેલા 64 જેટલા રિસર્ચ પર આધારિત છે. 


આ રિપોર્ટના તારણમાં ઉમેરો કરી લેવો જોઈએ કે પ્રકૃતિના સૌદર્ય વચ્ચે રહેવાથી શરીરમાં અલગઅલગ કારણે આવેલી ઉત્તેજનામાં ઘટાડો થાય છે. આ સાથે જ ઉંચા પર્વત અને હરિયાળી વચ્ચે મનમાં ઉદારતા અને બીજાને સહાય કરવાની ભાવના પણ સરળતાથી વિકસિત થાય છે. 


તો ચાલો, સૌથી પહેલાં આપણને આપણી આસપાસમાં જે પણ માનસિક રીતે અસ્વસ્થ દેખાય એને સામાન્ય રીતે જીવવા માટેના ઇલાજમાં મદદ કરવા માટે તેમને પ્રકૃતિ સાથે જોડવાની શરૂઆત કરીએ. 


પ્રકૃતિ તરફ પ્રયાણ અને એની સાથે મિત્રતા એ નાનો પણ મનુષ્ય અને માનવીયતાને બચાવવા જરૂરી પ્રયાસ છે. 


તમામ લેખો વાંચવા માટે કરો ક્લિક - ડિયર જિંદગી


ઇમેલ : dayashankar.mishra@zeemedia.esselgroup.com 


સરનામું :  
ડિયર જિંદગી (દયાશંકર મિશ્રા)
Zee Media,
વાસ્મે હાઉસ, પ્લોટ નં. 4, 
સેક્ટર 16 A, ફિલ્મ સિટી, નોઇડા (યુપી) 


(લેખક ઝી ન્યૂઝના ડિજિટલ એડિટર છે)


(https://twitter.com/dayashankarmi)


તમારા સવાલ અને સૂચનો ઇનબોક્સમાં જણાવો : 


(https://www.facebook.com/dayashankar.mishra.54)