બાળકોના સ્કૂલમાં પ્રવેશ સાથે જ માતા-પિતાની આશા આકાશને આંબવા લાગે છે. બાળકોની પ્રતિભા પારખવા માટે માર્કેટમાં એટલી બધી વસ્તુઓ છે બાળકો દર મિનિટે પોતાનો નિર્ણય બદલવા લાગે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાળક જ્યાં સુધી કોઈ નક્કર નિર્ણય લઈ શકે એટલા સમયમાં તો માતા-પિતા તેના બાળક માટે દિશા શોધી લે છે. સ્કૂલના શિક્ષક બાળકમાં બીજી સંભાવના શોધતા હોય છે. ટીવી અને ઇન્ટરનેટ માતા-પિતાને પોતાના અપડેટેડ વિકલ્પ આપતા હોય છે. આ પછી જો કોઈ કમી લાગતી હોય તો સંબંધીઓ અને પાડોશીઓ પણ સલાહ આપવાના કામમાં લાગી જાય છે. 


આ પરિસ્થિતિ ઉભી થાય છે કારણ કે આપણે બાળકની કરિયર ‘ડિઝાઇન’ કરવામાં મહત્વનો રોલ ભજવવા ઇચ્છીએ છીએ. આપણે બાળકોના મનની વાત અને સહજતા પર વિશ્વાસ કરવાની જગ્યાએ આપણા મનની વાત સાંભળવામાં વિશ્વાસ કરીએ છીએ. આ કારણે જ બાળકોના નિર્ણયમાં અવરોધ ઉભો કરીએ છીએ.


માતા-પિતા તરીકે આપણે હજી પણ એમ માનીએ છીએ કે બાળકો આપણી સંપત્તિ છે અને આ કારણે આપણે તેને પોતાની બુદ્ધિ પ્રમાણે આપણા માળખામાં એડજેસ્ટ કરવાનો પ્રયાસ કરીએ છીએ. આપણી બાળકની ઇચ્છા પ્રમાણે વસ્તુઓની પસંદગી કરવાને બદલે તેને આપણા અનુભવ અને જ્ઞાનના આધારે રસ્તો દેખાડવાના પ્રયાસમાં લાગી જઈએ છીએ. આપણને ખબર છે કે આ બાળકના જીવનનો રસ્તો નક્કી કરવામાં આપણી ભૂમિકા એક આગિયા જેટલી પણ નથી પણ આમ છતાં આપણે એમાં દખલગીરી કરવાના મોહને છોડી નથી શકતા. 


ડિયર જિંદગી: ‘ગંભીર’ ઉછેર!


‘ડિયર જિંદગી’માં બેંગ્લુરુથી ગૌરા ઠાકુરે પોતાનો અનુભવ શેયર કર્યો છે. તેમણે લખ્યું છે કે તેમના બાળકોએ જ્યારે તેમની એન્જિનિયરિંગનો અભ્યાસ પુરો કરવાની જગ્યાએ એમબીએનો અભ્યાસ તેમજ સ્ટાર્ટઅપનો વિક્લપ પસંદ કર્યો ત્યારે પહેલાં તો તેમને અને તેમના પતિને આ વાતથી બહુ ખરાબ લાગ્યું હતું. જોકે થોડા સમયમાં જ જ્યારે તેમણે પોતાના બાળકોમાં લક્ષ્ય પ્રત્યે પ્રતિબદ્ધતાની ભાવના જોઈ ત્યારે તેમને પોતાની ભુલનો અહેસાસ થયો. 


ગૌરા નસીબદાર, જાગૃત તેમજ સંવેદનશીલ છે કારણ કે એ સાચી હકીકત સમજી શકે છે. આપણા દેશમાં એવા માતા-પિતાની સંખ્યા ઘણી વધારે જે બાળકોને ખોટા સાબિત કરવામાં આખી જિંદગી ખર્ચી નાખે છે. બાળક સાચું સાબિત થાય તો પણ એને ટેકો આપવાની જગ્યાએ નિર્ણયની સમીક્ષા કરવામાં જ જિંદગી પસાર કરી નાખે છે. 


ડિયર જિંદગી: કાશ! માફ કરી દીધા હોત...


આ પરિસ્થિતિ તમારા માટે ઉભી ન થાય એ માટે જરૂરી છે કે બાળકોને એ કરવા દેવામાં આવે જેમાં એના રસ અને રૂચિ છે. જોકે અહીં રસની હાજરી તેમજ ગ્લેમર પ્રત્યેના આકર્ષણ વચ્ચેનું અંતર જરૂરી છે. આ વાતને એક ઉદાહરણ તરીકે સમજીએ તો જે બાળકને સમાચાર અને સમાજમાં રસ છે તેમજ વાંચવા અને લખવામાં રસ છે તેના માટે મીડિયા યોગ્ય પ્લેટફોર્મ છે પણ જો બાળક ટીવી એન્કરને જોઈને ટીવીમાં કામ કરવા ઇચ્છે તો એ આ નિર્ણય ગ્લેમર પ્રત્યેના આકર્ષણને લીધે લેવામાં આવ્યો છે. 


માતા-પિતાની ભૂમિકા એ છે કે તે બાળકને રસ અને ગ્લેમર વચ્ચેનું અંતર સમજાવી શકે. માતા-પિતા જે કંઈ પણ કરે છે એના આધારે બાળકોનો રસ્તો ન બનાવવો જોઈએ. બાળકને પોતાનાી કેડી કંડારવાનો મૌલિક હક મળવો જોઈએ.


ડિયર જિંદગી : અપ્રિયને વાગોળવાની કુટેવ !


મશહુર ફિલ્મ ડિરેક્ટર સ્ટીવ સ્પિલબર્ગને આપણે 'જુરાસિક પાર્ક' જેવા ભવ્ય સર્જન માટે યાદ કરીએ છીએ. તેઓ પોતાના ભાષણમાં હંમેશા એક રસપ્રદ ઘટનાક્રમનો ઉલ્લેખ કરતા હતા. તેઓ કહેતા કે , ‘કોલેજનો અભ્યાસ આટોપવામાં મને 37 વર્ષ લાગી ગયા. જ્યારે તમે તમારા સપના પાછળ પાગલ અને આશાઓથી છલકાતા હો ત્યારે આવું તમારી સાથે પણ થઈ શકે છે.’


હકીકતમાં સ્પિલબર્ગે કોલેજનો અભ્યાસ કર્યો કે તરત તેમને એક સ્ટુડિયોમાં પોતાની પસંદગીનું કામ મળી ગયું. એ સમયે તેમણે પોતાના માતા-પિતાને વાયદો કર્યો હતો કે જો તેમની ફિલ્મી કરિયર યોગ્ય રીતે નહીં ચાલે તો તેઓ પોતાનો અભ્યાસ પુરો કરવા માટે ફરી કોલેજ જશે. એ સમયે સ્પિલબર્ગને સિનેમામાંથી જે મળ્યું એ તો બધાને ખબર છે પણ તેમણે પચાસ વર્ષની વય પછી પણ કોલેજની ડિગ્રી મેળવી કારણ કે તેઓ પોતાના માતા-પિતાને કરેલો વાયદો પુરો કરવા ઇચ્છતા હતા. 


સ્પીલબર્ગ કહે છે કે ''તમારું અંતર્જ્ઞાન એ તમારી અંતરાત્માથી અલગ છે. અંતરાત્મા કહે છે કે તમારે આ કામ કરવું જોઈએ પણ તમારું અંતર્જ્ઞાન નિર્દેશ આપે છે કે આ એ કામ છે જે તમે કરી શકો છે. તમારે આ અવાજ સાંભળવાનો છે જે કહે છે કે તમે આ કામ કરી શકો છો.''


ચાલો, આપણે એક વાયદો કરીએ. બાળકો માટે રસ્તો તૈયાર કરીને આપવાના બદલે તેમને પોતાની આગવી કેડી કંડારવામાં મદદ કરો જે તેમની સહજ બુદ્ધિ પસંદ કરે છે. 


તમામ લેખો વાંચવા માટે કરો ક્લિક - ડિયર જિંદગી


ઇમેલ : dayashankar.mishra@zeemedia.esselgroup.com 


સરનામું :  
ડિયર જિંદગી (દયાશંકર મિશ્રા)
Zee Media,
વાસ્મે હાઉસ, પ્લોટ નં. 4, 
સેક્ટર 16 A, ફિલ્મ સિટી, નોઇડા (યુપી) 


(લેખક ઝી ન્યૂઝના ડિજિટલ એડિટર છે)


(https://twitter.com/dayashankarmi)


તમારા સવાલ અને સૂચનો ઇનબોક્સમાં જણાવો : 
(https://www.facebook.com/dayashankar.mishra.54)