ડિયર જિંદગી: તમને રોકતી ‘દોરી’
બાળકોને અસફળતા માટે તૈયાર કરો. તેને માલૂમ હોવું જોઈએ કે, અસફળ થવા પર દુનિયાનો સામનો કેવી રીતે કરી શકાય. બધાની સામે નજર કેવી રીતે મળાવી શકાય. હંમેશા યાદ રાખો. બાળકો તમારા થકી છે, તમારા માટે નહિ. આ એક સૂત્રથી જ બાળકોના પ્રતિ કરાયા વ્યવહારમાં જમીન-આકાશનું અંતર પેદા થઈ શકે છે.
સ્કૂલનું સૌથી મોટું નુકશાન શું છે. આ વિશે ચર્ચાને પૂરતુ સ્થાન છે. પહેલા તો કેટલાક લોકો માટે એ સમજવુ જ મુશ્કેલ બની જશે કે, લખેલું વાક્ય યોગ્ય છે. તેના બાદ જે તેની સાથે સહમત થાય છે, તે પણ કેટલા આગળ સુધી સમજી શકશે, તેમા મોટી સમસ્યા છે. તેથી ‘ડિયર જિંદગી’ના આ લેખને એ રૂપમાં લેવામાં આવે કે, તે લેખકના વ્યક્તિગત અનુભવ, આવા લોકો સાથે ચર્ચાના આધાર પર લખવામાં આવ્યું હોય, જે તેના પર વિશ્વાસ કરે છે કે સ્કૂલ બાળકોમાં નવી દ્રષ્ટિથી વિકાર કરવામાં અસફળ સાબિત થયા છે.
સ્કૂલ પહેલેથી જ નક્કી ચીજોનું રટણ કરીને તેને એક ઢાંચામાં લખી દેવાની પ્રક્રિયા છે. તેમની અંદર નવાચાર, બાળકના હુનરને ઓળખવાની આવડતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સ્કૂલ બાળકોને રટણ કરવાનું શીખવાડવા નથી હોતી. તેમનું કામ બાળકના મૂળ ગુણને ઓળખવાનું છે. તેને બીજામાં પ્રેમ, સદભાવ શીખવાડી શકે. તે એવું બતાવી શકે કે, બાળકનું મન કયા તરફ જઈ રહ્યું છે. બાળકનો રસ શામાં છે. તેનો સમય ક્યાં ખર્ચ થવો જોઈએ. તે સ્કૂલ માટે સૌથી પહેલુ મહત્વનું હોવું જોઈએ. પરંતુ આ થવાને બદલે ગંગા એકદમ ઉલટી દિશામાં વહી રહી છે.
સ્કૂલ બાળકોને દિશા આપવામાં સમગ્ર રીતે અસફળ સાબિત થઈ રહી છે. તેમાં માત્ર સ્કૂલની જ જવાબદારી નથી, બાળકો વિશે વાત, નિર્ણય કરતા આપણે સ્વંય ડરેલા છે.
જરા વિચારો, આપણી આસપાસનું કયુ બાળક સૌથી વધુ પ્રશંસા મેળવે છે. તે સંગીત, કલા, સ્પોર્ટસ ક્ષેત્રમાં સારું કરી રહ્યું છે, સંઘર્ષ કરી રહ્યો છે, અથવા તે બાળક જે દર મહિને સ્કૂલની પરીક્ષામાં સૌથી સારા અંક મેળવે છે.
કેટલાક અપવાદ પણ હોઈ શકે છે, પરંતુ આપણું ઘર, સ્કૂલમાં આવા બાળકોના અભિવાહક, શિક્ષકને સ્માઈલ કરતા જોઈએ, જેમના રિપોર્ટ કાર્ડમાં અંકોનો વધારો થતો જાય છે.
બાળકનો ઉછેરનો એક સરળ ફોરમ્યુલા મને સૂઝ્યો છે, જે હું તમારી સાથે શેર કરુ છું. બાળકોને કોઈ સાચવેલી પારકી અમાનતની જેમ જુઓ. જેમ કે કોઈ બીજાનો સામાન તમારી પાસે અમાનત તરીકે સચવાયેલો છે. તેવી જ રીતે બાળકો ઈશ્વરની અમાનત છે. જે તમારી પાસે નિશ્ચિત સમય માટે છે. તેના બદલે તમારે દુનિયાનું સુખ, સફળતા આપવામા આવી છે.
આપણે પારકી અમાનતની સાથે જેવો વ્યવહાર કરીએ છીએ, તેવું જ બાળકોની સાથે કરો. તેમનું ધ્યાન રાખો, પ્રેમ કરો, પરંતુ તેમની પાંખમાં તમારી ઈચ્છાના દોરા ન પરોવો.
આપણે બધાએ આપણા જીવનમાં ક્યારેય ને ક્યારેય હાથી જરૂર જોયો હશે. જ્યારે પણ આપણે બાળકોના શક્તિશાળી હોવાની વાત સમજીએ છીએ, હાથી સૌથી સરળ ઉદાહરણ બને છે.
હાથી જ્યારે નાનો હોય છે, ત્યારે તેને મોટી રસી સાથે બાંધી દેવામા આવે છે, જેને બાળ હાથી તોડી શક્તો નથી. ધીરે-ધીરે હાથી મોટો થતો જાય છે, પરંતુ રસી તો તેવી જ રહે છે. આગળ જઈને પણ તે ક્યારેય રસી તોડી શક્તો નથી, કારણ કે બાળપણથી તેના દિમાગમાં રસીનો ડર બેસેલો હોય છે.
આપણે આ વાતને બહુ જ ગંભીરતાથી સમજવાની જરૂર છે કે આપણા બાળકોના દિમાગમાં કોઈ રસીનો ડર ન બેસાડો. બાળપણના ડર જિંદગીભર તેનો પીછો કરે છે. બાળકના દિમાગમાં એકવાર તે ઘર કરી ગયું, તો તેમાંથી બહાર નીકળી શકવુ બહુ જ મુશ્કેલ કામ છે.
તેથી માતા-પિતા બાળકોને સ્કૂલ પર જ નિર્ભર ન રાખીને તેનામાં પોતાનો વિશ્વાર રાખતા શીખે. આ વિશે આ સૂચન ઉપયોગી થઈ શકે છે.
શિક્ષક જો બાળકોને મળનારા નંબરના આધાર પર તેની પ્રતિભાનું મલ્યાંયન કરી રહ્યાં છે તો તેને આવું કરતા રોકો. બાળકોને સમજાવો કે તમે દરેક સ્થિતિમાં તેની સાથે છો. ખાસ કરીને ત્યારે જ્યારે તેના માર્કસ ઓછા આવે. તે આપણા માટે સૌથી વધુ છે. બાળકોને વિવિધ ક્ષેત્રોમાં મહાન યોગદાન આપનારા લોકો વિશે જણાવો. તેમના બાળપણના સંઘર્ષ વિશે જણાવો. તેમની અંતર સંઘર્ષબોધ વધશે.
બાળકોને અસફળતા માટે તૈયાર કરો. તેને માલૂમ હોવું જોઈએ કે, અસફળ થવા પર દુનિયાનો સામનો કેવી રીતે કરી શકાય. બધાની સામે નજર કેવી રીતે મળાવી શકાય. હંમેશા યાદ રાખો. બાળકો તમારા થકી છે, તમારા માટે નહિ. આ એક સૂત્રથી જ બાળકોના પ્રતિ કરાયા વ્યવહારમાં જમીન-આકાશનું અંતર પેદા થઈ શકે છે. જેવી રીતે પણ થાય, તમારે બાળકના દિમાગમાંથી તમામ પ્રકારની ‘રસી’ની કેદ દૂર કરવાની છે.
તમામ લેખો વાંચવા માટે કરો ક્લિક - ડિયર જિંદગી
ઇમેલ : dayashankar.mishra@zeemedia.esselgroup.com
સરનામું :
ડિયર જિંદગી (દયાશંકર મિશ્રા)
Zee Media,
વાસ્મે હાઉસ, પ્લોટ નં. 4,
સેક્ટર 16 A, ફિલ્મ સિટી, નોઇડા (યુપી)
(લેખક ઝી ન્યૂઝના ડિજિટલ એડિટર છે)
(https://twitter.com/dayashankarmi)
તમારા સવાલ અને સૂચનો ઇનબોક્સમાં જણાવો :
(https://www.facebook.com/dayashankar.mishra.54)