Bank Account: પોતાની મહેનતની કમાણીને સુરક્ષિત રાખવા માટે બેંક એક સારો વિકલ્પ ગણાય છે. બેંક એક એવી જગ્યા છે જ્યાં તમારા પૈસા સુરક્ષિત રહેશે અને સાથેસાથે વ્યાજ પણ મળશે. આવાાં બેંકમાં રાખેલા પૈસા તમારી વધારાની કમાણીનું સાધન પણ બની શકે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે કોઈ મૃત વ્યક્તિના ખાતામાં રાખેલા પૈસાનું શું થાય છે. શું તે પૈસા કાઢવા જોઈએ કે પછી બેંકે તે પૈસાના હકદાર જાહેર કરી દેવા જોઈએ. અહીં તમને આ મામલે  બેંકના નિયમ વિશે જાણકારી હોવી ખુબ જરૂરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મૃત વ્યક્તિના ખાતા બાબતે બેંકના 3 નિયમ
અત્રે જણાવવાનું કે જ્યારે પણ તમે કોઈ નવું બેંક ખાતું ખોલાવશો તો બેંક તરફથી હંમેશા તમારી પાસે નોમિની વિશે જાણકારી લેવામાં આવશે. જો ક્યારેય દુર્ઘટના કે કુદરતી રીતે કોઈનું મોત થઈ જાય તો મૃત વ્યક્તિએ જે વ્યક્તિને નોમિની બનાવ્યા હશે તેને પૈસા મળે છે. આવો તમને જણાવીએ કે બેંક કઈ કઈ પરિસ્થિતિઓમાં કયા કયા નિયમ જણાવે છે. 


PM મોદીએ ખેતરમાંથી આખરે એવું તે શું તોડીને ખાધુ? ઈન્ટરનેટ પર સર્ચ કરવા માટે લોકોની હોડ જામી


જો જોઈન્ટ ખાતું હોય તો..
જો કોઈ વ્યક્તિનું કોઈ અન્ય વ્યક્તિસાથે જોઈન્ટ એકાઉન્ટ હોય તો ખાતામાં રહેલી રકમ તે અન્ય વ્યક્તિ સરળતાથી કાઢી શકે છે. આવી સ્થિતિમાં મૃત વ્યક્તિનું નામ એકાઉન્ટમાંથી હટાવવા માટે તેના મૃત્યુના પ્રમાણપત્રની એક કોપી બેંકની બ્રાન્ચમાં જમા કરાવવાની રહેશે. ત્યારબાદ મૃત વ્યક્તિનું નામ જોઈન્ટ એકાઉન્ટથી હટાવી દેવાશે. 


ખાતામાં વ્યક્તિનો નોમિની મેન્શન કરાયો હોય તો
જો કોઈ નોમિની હોય તો બેંક ખાતામાં રહેલી રકમ તેના ખાતામાં આપી દેવાશે. પૈસા આપતા પહેલા બેંક એક લાંબી પ્રક્રિયામાંથી પસાર થાય છે. આ સાથે જ મૃત્યુના પ્રમાણપત્રની ઓરિજિનલ કોપી પણ ચકાસે છે. પૈસા મળ્યા બાદ બેંક બે સાક્ષી માંગે છે જેથી કરીને એ સુનિશ્ચિત કરી શકાય કે પૈસા અસલ નોમિનીને જ આપવામાં આવ્યા છે. 


કિન્નરોને આ 4 વસ્તુનું દાન ક્યારેય ન કરવું જોઈએ...નહીં તો ઉપાધિના પોટલા આવી પડશે!


ખાતાધારકે નોમિની ન મેન્શન કર્યો હોય તો
જો ખાતાનું કોઈ નોમિની ન હોય તો જે વ્યક્તિને પૈસા જોઈએ તેણે લાંબી કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. તે વ્યક્તિએ વિલ કે ઉત્તરાધિકાર પ્રમાણપત્ર આપવું પડશે. તેનાથી એ સાબિત થશે કે મૃતકના પૈસા તેને મળવા જોઈએ. 


શું હોય છે ઉત્તરાધિકાર પ્રમાણપત્ર
ઉત્તરાધિકાર પ્રમાણપત્ર (Succession Certificate)  એક એવો ડોક્યૂમેન્ટ છે જે મૃતકના વારસદારને આપવામાં આવે છે. જો મૃતક કોઈ વસિયત છોડીને ન ગયો હોય તો. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube