PM મોદીએ ખેતરમાંથી આખરે એવું તે શું તોડીને ખાધુ? ઈન્ટરનેટ પર સર્ચ કરવા માટે લોકોની હોડ જામી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈ કાલે હૈદરાબાદના પ્રવાસે હતા. ત્યાં તેમણે 11મી સદીના ભક્તિ શાખાના સંત શ્રી રામાનુજાચાર્યની સ્મૃતિમાં બનાવવામાં આવેલા સ્ટેચ્યુ ઓફ ઈક્વલિટી (Statue of Equality) પ્રતિમાનું અનાવરણ કર્યું. આ પ્રતિમાને તેમણે રાષ્ટ્રને સમર્પિત કરી હતી.
Trending Photos
PM Modi Chana Video: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈ કાલે હૈદરાબાદના પ્રવાસે હતા. ત્યાં તેમણે 11મી સદીના ભક્તિ શાખાના સંત શ્રી રામાનુજાચાર્યની સ્મૃતિમાં બનાવવામાં આવેલા સ્ટેચ્યુ ઓફ ઈક્વલિટી (Statue of Equality) પ્રતિમાનું અનાવરણ કર્યું. આ પ્રતિમાને તેમણે રાષ્ટ્રને સમર્પિત કરી હતી.
સ્ટેચ્યુ ઓફ ઈક્વલિટી પ્રતિમાનું અનાવરણ
આ દરમિયાન પીએમ મોદીએ હૈદરાબાદમાં આંતરરાષ્ટ્રીય પાક અનુસંધાન સંસ્થાનના અર્ધશુષ્ક ઉષ્ણકટિબંધીય (ICRISAT) માટે આયોજિત ગોલ્ડન જ્યુબિલી સમારોહનું પણ ઉદ્ધાટન કર્યું હતું. આ સમારોહનું ઉદ્ધાટન કરવા જતી વખતે પ્રધાનમંત્રી મોદીની નજર ખેતરો તરફ ગઈ હતી. ત્યારબાદ પ્રોટોકોલની પરવા કર્યા વગર તેઓ ખેતરમાં ગયા હતા.
પીએમ મોદી ખેતરોમાં પાક પાસે જઈને તોડી તોડીને કઈક ખાવા લાગ્યા હતા. ત્યારબાદ તો સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટ પર એ વાત ચર્ચાવવા લાગી હતી કે આખરે પીએમ મોદીએ ખેતરોમાંથી શું તોડીને ખાધુ. ઈન્ટરનેટ પર લોકોએ એ ચીજ વિશે ખુબ સર્ચ કર્યું કે પ્રધાનમંત્રી મોદીએ આખરે ખેતરોમાંથી તોડી તોડીને ખાધુ એ વસ્તુ કઈ હતી. જુઓ વીડિયો...
#WATCH | Prime Minister Narendra Modi stops by to have ‘Chana’ at the ICRISAT farm in Hyderabad pic.twitter.com/zQ3ABsHzrr
— ANI (@ANI) February 5, 2022
પીએમ મોદીના વીડિયોએ મચાવી ધમાલ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આ વીડિયોને ન્યૂઝ એજન્સી ANI એ પોતાના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટથી શેર પણ કર્યો હતો. તેની સાથે કેપ્શનમં લખ્યું હતું કે પીએમ મોદીએ હૈદરાબાદમાં ICRISAT ના ખેતરમાં ચણાનો આનંદ લીધો. અત્રે જણાવવાનું કે પીએમ મોદીએ સૌથી પહેલા ચણાના બે ફળ તોડ્યા અને ત્યારબાદ તેને ફોલીને તેમાંથી ચણા કાઢીને ખાધા. ત્યારબાદ થોડીવાર સુધી તેઓ ખેતરનોને નીહાળતા રહ્યા અને પછી નિર્ધારિત કાર્યક્રમ પ્રમાણે આગળ વધ્યા.
અત્રે જણાવવાનું કે પીએમ મોદીએ ખેતરોમાં ચણાના છોડ જોયા હતા. જેમાં નાના નાના ચણાના ફળ પણ ઉગ્યા હતા. આમ તો ગામના લોકોએ ચણાના છોડ જોયા જ હશે પરંતુ કદાચ શહેરના લોકોને ચણાના છોડ વિશે ખબર ન પણ હોય. તો તેમને અમે જણાવી દઈએ કે ચણાના નાના નાના છોડ હોય છે. જ્યારે ચણા છોડ પર હોય છે ત્યારે તેના છોતરા પણ હોય છે. દરેક ચણાને કાચો પણ ખાઈ શકાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે